ગ્રામતળ, સીમતળના વડાઓ નિયમબધ્ધ કરવામાં આવશેઃ મહેસૂલ વિભાગ - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Friday, May 3, 2024

ગ્રામતળ, સીમતળના વડાઓ નિયમબધ્ધ કરવામાં આવશેઃ મહેસૂલ વિભાગ

ગ્રામતળ, સીમતળના વડાઓ નિયમબધ્ધ કરવામાં આવશેઃ મહેસૂલ વિભાગ

ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે પરિપત્ર બહાર પાડી ૨૮, ફેબ્રુઆરી-૨૦૧૪ સુધીના તમામ વાડાઓને નિયમબધ્ધ કરી આપવાનો પ્રાંત અધિકારીશ્રીને આદેશ આપેલ છે. ૧૪ વર્ષમાં અને તે અગાઉમાં જેમના નામે વાડા નોંધાયેલા છે તે તમામ વ્યકિત કે તેમના કાયદેસરના વારસદારોની અરજી ધ્યાને લઈ વાડા પત્રકમાં નામ દાખલ કરવામાં આવશે.


સમગ્ર પ્રક્રિયાની શરૂઆત મામલતદારે સંકલન કરીને પ્રાંત અધિકારી દ્વારા તૈયાર કરાયેલા વાડા સંહિતા હેઠળના રજીસ્ટરમાં નોંધાયેલા વાડા કે રેકર્ડ પરની વિગતોની ખાતરી કરીને કલેકટરો, જીલ્લા વિકાસ અકિારી દ્વારા વાડાના કબજેદારોને નોટીસો પાઠવીને તેલગત ઉપસ્થિત થયેલ દાવાઓ સરકારની વિચારણા માટે આગામી ૬૦ દિવસમાં મોકલાશે જેના આધારે કબજા હકક તથા વારસા હકકથી અરજદારોના નામો વાડા પત્રકમાં દાખલ કરવામાં આવશે અગાઉ અરજી કરવાની મર્યાદા ૧૯૯૯ માં પૂરી થયેલ જે અંગે મહેસૂલ વિભાગે પરિપત્ર કરીને માત્ર ૧૯૯૯ સુધીના જ નહી પરંતુ તે પછી અને પરિપત્ર થયો ત્યાં સુધી એટલે કે ૨૮, ફેબ્રુઆરી, ૨૦૧૪ સુધીના તમામ વાડાઓને પણ આવરી લેવા આદેશ કર્યો છે.

ગ્રામતળ, સીમતળના વડાઓ નિયમબધ્ધ કરવામાં આવશેઃ મહેસૂલ વિભાગ

ગ્રામ્ય વિસ્તારોમાં અને શહેરી વિસ્તારોમાં તમામ ગામડાઓમાં ખેડૂતો ખેતીના ઓજારો રાખવા, ઢોરઢાંખર રાખવા-બાંધવા કે નિરણ રાખવા, ચાર-પુરા રાખવા, ખેતી કામની સગવડતા માટે વાળેલા વાડા અંગે રાજય સરકારે ૧૪ વર્ષ પછી નિર્ણય કર્યો છે. ગામતળ અને સીમતળના વાડાને કાયદેસરપણે તેના કબજેદારોને સોંપી દેવા માટે મહેસૂલ વિભાગ દ્વારા ખાસ પરિપત્ર બહાર પાડી નવી નિતિ જાહેર કરેલ છે. જેનાથી ગુજરાતના ૧૮૦૦૦ ગામો ૨૦૦ શહેરોના ૪૦૦૦૦ થી વધારે ખેડૂતો, પશુપાલકોને સીધો ફાયદો થશે તથા ગામતળના વાડાઓમાં બાંધવામાં આવેલા મકાનોને પણ આકરણી ફી લઈ નિયમબધ્ધ કરવામાં આવશે જેનાથી મહેસૂલી આવકમાં પણ વધારો થશે અનેકબજા ધારકોને પોતાના વાડાના પત્રકો પોતાના નામે, ખાતે થશે.


જે ખેડૂતોને કે પશુપાલકોને ૧૯૯૯ માં કબજા હકકની રકમ ચુકવવાનું ચુકી ગયા હતા જેમને તંત્ર દ્વારા નોટીસો બજાવેલી ન હોતી તેવા તમામને આ કાર્યવાહી પૂર્ણ કરી દેવા માટે ૩૧ મી ઓકટોમ્બર, ૨૦૧૪ સુધીનો સમય નિયત કરવામાં આવ્યો છે. પરિપત્રમાં જણાવ્યા અનુસાર જે ખેડૂતો કે પશુપાલકો કબજા હકકની રકમ ભરી શકયા નથી તેમના માટે વધારેમાં વધારે અડધો એકર જગ્યાની મર્યાદામાં વર્ષ ૧૯૮૦માં જે નિતિ હતી તેના સ્થાને ૧૦૦ ટકા વધારો કરીને નાણા વિભાગના પરામર્શમાં કઈ કિંમતો રાખવી અને કઈ શરતો આધિન જગ્યા નામે કરવી તેહવે પછી નક્કી કરવામાં આવશે એટલે કે વિભાગ દ્વારા રૂા. ૨૫/- માં પ્રતિ ચોરસ મીટરની કિંમતે વાડા નિયમિત કરવામાં આવે તો કબજા હક્કની કાર્યવાહી કરી આપવામાં આવશે જેનાથી ૧૯૯૯ માં કાર્યવાહી કરવાનું ચુકી ગયેલા સેંકડો ખેડૂતો અને પશુપાલકોને આ નિયમથી ફાદો થશે હાલમાં સરકારી રેકર્ડમાં ચાલતા ૪૦૦૦૦ થી વધારે વાડા ધારકોને આ પરિપત્રનો લાભ મળશે

No comments: