વેચાણ બેનામી છે કે નથી, તે નિશ્ચિત કરવા માટેના માર્ગદર્શક સિદ્ધાંતો.
બેનામી વ્યવહારને સંબંધિત આ કેસમાં નોંધવામાં આવ્યું હતું કે, શું ચોક્કસ વેચાણ એ બેનામી છે કે નથી, એવા પ્રશ્નનો નિર્ણય કરવા માટે તમામે તમામ સ્થિતિઓમાં એકસરખી રીતે લાગુ પડી શકે તેવી કોઈ સંપૂર્ણ કસોટી પ્રસ્થાપિત કરી શકાય નહીં, પરંતુ સંભવિતતાઓની સરખામણી કરતાં અને સુસંગત સૂચક બિંદુઓને ભેગાં કરવા માટે કોર્ટો સામાન્ય રીતે આ સંજોગો થકી માર્ગદર્શન મેળવે છે :
(૧) તે સ્રોત, કે જેમાંથી ખરીદીનાં નાણાં આવ્યાં હતાં,
(૨) ખરીદી થયા બાદ મિલકતનો પ્રકાર અને કબજો,
(૩) વ્યવહારને બેનામીનો રંગ આપવા પાછળનો હેતુ/ઇરાદો જો કોઈ હોય તો,
(૪) પક્ષકારોની સ્થિતિ અને જો હોય તો, દાવેદાર અને આક્ષેપિત બેનામીદારની વચ્ચેનો સંબંધ,
(૫) વેચાણ બાદ ટાઇટલ દસ્તાવેજોનો કબજો અને
(૬) વેચાણ બાદ મિલકત સાથે કામ લેવામાં સંબંધિત પક્ષકારોની વર્તણૂક.
(Ref.: રાજગોપાલ વિ. વાલિયામ્મલ- કેરાલા હાઇકોર્ટ-૨૦૧૮)
No comments:
Post a Comment