ભાડૂઆત પાસેથી મકાન ખાલી કરાવવાનો દાવો સહમાલિકો પૈકીના કોઈ એક દ્વારા પણ દાખલ કરી શકાય.
આ કેસમાં મુખ્ય પ્રશ્ન એ હતો કે, શું સહ-મકાનમાલિકો પૈકીના કોઈ એક ભાડાપટ્ટાની સમાપ્તિ કરતી નોટિસ આપી શકે અને અન્ય સહ-માલિકોને જોડયા વિના આવી નોટિસના આધારે ભાડૂઆત પાસેથી જગ્યા ખાલી કરાવવાનો દાવો કરી શકે કે કેમ ? નીચલી કોર્ટે એવું ઠરાવીને દાવો રદ કર્યો હતો કે, જેણે દાવો દાખલ કરેલ છે તે એકમાત્ર મકાનમાલિક નથી અને નોટિસ તમામે તમામ મકાનમાલિકો વતી આપવામાં આવેલ ન હોઈ દાવો ચાલવાપાત્ર નથી. અપીલમાં નામદાર હાઈકોર્ટે નોંધ્યું હતું કે, ભાડૂઆત પાસેથી મિલકત ખાલી કરાવવાનો દાવો સહમાલિકો પૈકીના કોઈ એક દ્વારા ચલાવી શકાય અને તેમાં અન્ય સહમાલિકોની સંમતિ હોવાનું માની લેવામાં આવે છે, સિવાય કે તેથી વિરુદ્ધની હકીકત પુરવાર કરવામાં આવે.
(Ref.: ગીતા પ્રસાદ વિ. મો. લતીફ અને બીજા- નામદાર અલ્હાબાદ
No comments:
Post a Comment