ગામતળ અને સીમતળના વાડા અંગેના નિયમો સરકારે ઉપરોકત ઠરાવથી બહાર પાડેલા છે. - title clear satlasana revenue property

Latest

​📄 ખેતર, પ્લોટ અને મકાનના દસ્તાવેજ 🌱 જમીન એન.એ. (N.A. - બિનખેતી) 👥 વારસાઈ 🤝 જમીન વહેંચણી ✍️ હક્ક દાખલ કરવા તથા હક્ક કમી કરવા ​🏛️ મહેસૂલી અને તમામ સરકારી કામકાજ ખેતર, પ્લોટ તથા મકાનના દસ્તાવેજ હવે ઓથોરાઇઝ્ડ સ્ટેમ્પ વેન્ડર લાયસન્સી દ્વારા સચોટ અને કાયદેસર કરી આપવામાં આવશે.🏡 જમીન-મકાન પ્લોટ નાં બાના ખત, ગીરો, અને વેચાણ દસ્તાવેજ જેવા સરકારી કામકાજ માટે 🏡

Friday, May 3, 2024

ગામતળ અને સીમતળના વાડા અંગેના નિયમો સરકારે ઉપરોકત ઠરાવથી બહાર પાડેલા છે.

ગામતળ અને સીમતળના વાડા અંગેના નિયમો સરકારે ઉપરોકત ઠરાવથી બહાર પાડેલા છે. આ ઠરાવના પારા-૨ (૪) માં જણાવ્યાં મુજબ દરેક ગામે વાડાપત્રક રાખવાની જોગવાઈ કરવામાં આવેલી છે. આવા વાડાપત્રકમાં વાડાની જમીન ધરાવનારનું નામ, વાડાની અંદાજી વિસ્તાર વિગેરે વિગતો લખવાની હોય છે. વાડાપત્રકમાં નોંધાયેલ માહિતી હકીકતની સચ્ચાઈ બદલ તેમાં સરપંચની ટુંકી સહી લેવાની હોય છે. આવા વાડાપત્રક જાળવવાની જવાબદારી ગ્રામ કક્ષાએ તલાટી-કમ-મંત્રીશ્રીની રહે છે. વાડાની જમીન ધારણ કરનારની અરજીના આધારે વખતો વખત યોગ્ય ફેરફાર વાડાપત્રકમાં સરપંચની સહીથી કરવાના રહે છે. વાડાપત્રકના દરેક પાના પર મામલતદાર કચેરીનો સિકકો લગાવવાનો રહે છે. વાડાપત્રકના દરેક પાનાને નંબર આપવાનો રહે છે. અને કુલ કેટલાં પાના છે તેવી મતલબનો શેરો વાડાપત્રકના છેલ્લા પાને કરવાનો રહે છે. અને તે પર મામલતદારની સહી તથા સિકકા લેવાના રહે છે. આ વાડાપત્રકની એક નકલ તાલુકા કચેરીઓમાં રાખવામાં આવતી હતી. ગામોએ રાખેલાં વાડા પત્રકોમાં તલાટી-સરપંચ સાથે મળીને કેટલાંક નવા વાડાઓ પાછળથી નોંધાવી તેને વાડા સંહિતા નિયમો હેઠળ વાડા લેન્ડ તરીકેના કબજાહકકો મેળવવા પ્રયત્નો થતાં હતાં. આવી હકીકત પાછળથી નાયબ કલેકટરશ્રી અગર કલેકટરશ્રીના ધ્યાનમાં આવતાં આવા કિસ્સાઓમાં મામલતદારશ્રીના હુકમો રીવીઝ- માં લઈ રદ કરવામાં આવ્યો હતો. આના સંદર્ભમાં સચિવશ્રી (વિવાદ)ની કચેરીમાં રીવીઝન અરજીઓની સુનાવણી વખતે એવી રજુઆત કરવામાં આવી હતી કે તાલુકા કચેરીમાં વાડાપત્રક રાખવાની વાડા સંહિતા નિયમે.માં જોગવાઈ નથી. તેથી વાડો તાલુકા કચેરીના વાડા પત્રકે નોંધાયેલ ન હોય તેના કારણે વાડો રદ થઈ શકે નહિ. વાડા સંહિતાના નિયમો અમલમાં આવતાં કેટલાંક કલેકટરોના તાબા હેઠળની કચેરીમાં વાડા પત્રકની નકલ તાલુકા કચેરીઓમાં હતી જયારે કેટલીક કચેરીઓમાં ન હતી. જેથી પાછળથી કબજો કરી, વાડા પત્રકે નોંધાવી ખોટી રીતે વાડાની જમીન મેળવવાના કિસ્સાઓ બનતાં હતાં. આવી પરિસ્થિતિ અટકાવવા નીચે મુજબની સૂચનાઓ બહાર પાડવામાં આવે છે.

ગામતળ અને સીમતળના વાડા અંગેના નિયમો સરકારે ઉપરોકત ઠરાવથી બહાર પાડેલા છે.

(૧) તમામ ગામોએ જે તે વખતે રાખેલ વાડા પત્રકોની એક નકલ જો તાલુકા કચેરીમાં રાખવામાં ન આવી હોય તો તે અવશ્ય રાખવી.

(૨) વાડા સંહિતા નિયમો અમલમાં આવ્યા તે વખતે ગામે કુલ કેટલા વાડા અસ્તિત્વમાં હતી તેની સ્પષ્ટ નોંધ ગામનું વાડા પત્રક પૂરું થાય કે તરત જ તેની નીચે જવાબદાર અધિકારીએ (તલાટી અગર સર્કલ ઈન્સ્પેકટર) નોંધ કરવી. જો આવી નાય ન કરી હોય તો તે ખાત્રી કરાવી લેવી જેથી પાછળથી નવા વાડાઓ નોંધાવવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય નહીં.


(૩) ગામના વાડા પત્રકની ચકાસણી તાલુકા અને પ્રાન્ત કચેરીના ફેરણી અધિકારીશ્રીએ તેમના ગામે મુકામ વખતે કરવી. અને તેમાં જો કોઈ સુધારા વધારા જણાય તો તે ™ કેસો ઉપસ્થિત કરી યોગ્ય કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીને રીપોર્ટ કરી હુકમો મેળવવા સૂચનાઓ આપવી.


(૪) વાડા સંહિતાના નિયમો તા. ૨૨-૬-૬૮થી અમલમાં આવેલ છે. જુના વાડાઓ અંગે મોટા ભાગના કિસ્સાઓમાં વાડા લેન્ડ તરીકેના કબજા હકકો મેળવવાના હુકમો થયેલા છે. પરંતુ હજુ પણ કેટલાંક કિસ્સાઓમાં વાડા સંહિતા નિયમો હેઠળ કબજા હકક મેળવવાના બાકી હોવાનું સરકારશ્રીના ધ્યાન પર આવેલ છે. તો તેવા કેટલાક કિસ્સાઓ છે, તેની ચકાસણી કરી જો આવા વાડાઓ બાંધકામના ઉપયોગમાં જે તે કબજેદારો લેવા માંગતાં ન હોય તો તેવા વાડાઓ હાલ પુરતાં માત્ર ખુલ્લા ઉપયોગ માટે છે, તેની સ્પષ્ટ નેંધિ વાડા પત્રકે જવાબદાર અધિકારીની સહીથી કરવા સુચના આપવી આવા વાડાની જમીનો ઉપર કબજા હકકો મેળવવા અંગે ૩ માસની સમયમર્યાદા નક્કી કરી અને તે પછી જે જુના વાડાઓ હોય તેનો માત્ર ખુલ્લો ઉપયોગ થઈ શકશે તેમ ઠરાવવું.


(૫) જે જિલ્લાઓમાં કલેકટરશ્રીઓએ એવી સૂચના આપેલ હોય કે ગામના વાડા રજીસ્ટરની એક નકલ તાલુકા કચેરીમાં રાખવી અને તેવા ગામોના વાડા રજીસ્ટરની ચકાસણી કરતી વખતે એવા કિસ્સાઓ ધ્યાનમાં આવે કે જે વખતે રજીસ્ટર તૈયાર થયાં બાદ પાછળથી ગામે રખાયેલ વાડા રજીસ્ટરમાં નોંધ કરી કોઈ વાડાની જમીનનો કબજા હકક મામલતદારશ્રીએ આપ્યા હોયતો તેવી જમીનમાં જો બાંધકામ ન થયું હોય તો તેવા કિસ્સાઓ કલેકટરશ્રીએ તપાસણી વખતે ધ્યાનમાં લેવા, અને જો બાંધકામ આવી જમીન પર થઈ ગયું હોય તો તેવા કિસ્સા અંગે તેના ગુણદોષ ઉપર નિર્ણય કરવા માટે કલેક્ટરશીએ દરખાસ્ત સરકારશ્રીમાં મોકલી આપવા.

 


No comments: