જાણકારી - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Tuesday, June 2, 2015

જાણકારી

1

તા. ૦૮/૧૨/૨૦૦૮ ને સોમવારથી રાજ્ય સરકારે વેચાણ દસ્તાવેજ નોંધણી માટેનો નમૂનો નક્કી કરેલ છે. તે મુજબ મિલ્કત ખરીદનાર વકીલની મદદ વિના મિલ્કત હસ્તાંતરનો વેચાણ દસ્તાવેજ રજિસ્ટર્ડ કરવાની કામગીરી કરી શકશે.


આ નમુનામાં આપેલી વિગતો પુર્ણપણે ભરવાથી દસ્તાવેજ કચેરીમાં માન્ય વેચાણ દસ્તાવેજ (ફેરખત) તરીકે નોંધણીને પાત્ર બનશે. તેનાથી મિલ્કતનું વેચાણ/ હસ્તાંતર/ અવેજી કે બીનઅવેજી તમામ પ્રકારની સ્થાવર મિલ્કતનું ટ્રાન્સફર થઇ શકશે. તે મુખ્યત્વે ખેતીની જમીન, ઉદ્યોગની જમીન, કોમર્શીયલ હેતુવાળી જમીનનું હસ્તાંતર તેમજ રહેણાંક મકાન,બંગલાઓ, ટેનામેન્ટસ, એપાર્ટમેન્ટ, હાઇરાઇઝ બિલ્ડીંગ, દુકાન, શેડ, વર્કશોપ તેમજ ટેરેસવાળી મિલ્કતમાં આ નમુનો ઉપયોગી થઇ પડશે.


આ દસ્તાવેજ નોંધણી માટે રજુ કરતા પહેલા જરૂર પડે તો મિલ્કતનું ટાઇટલ ક્લિયર છે કે કેમ તેટલી તપાસ કરવાની રહે છે. (ટાઇટલ ક્લિયર માટેની સાવચેતીના પગલા બીજા ભાગમાં આપીશું) નિયત નમુનામાં જાતે જ દસ્તાવેજ તૈયાર કરવામાં અડચણ કે મુશ્કેલી કે માર્ગદર્શનની જરૂરીયાત હોય તો નજીકની સબ રજીસ્ટ્રાર કચેરી આવું માર્ગદર્શન આપવા બંધાયેલ છે. તેમજ વેચાણવાળી મિલ્કતમાં કેટલો સ્ટેમ્પ વાપરવાનો છે, કેટલી નોંધણી ફી ભરવાની છે વગેરે મુદ્દાઓનું સ્પષ્ટીકરણ સબ રજીસ્ટ્રાર કચેરી મારફત થઇ શકશે. ટુંકમાં દસ્તાવેજનું લખાણ, નોંધણી, ઇન્ડેક્ષ કાર્ડની નકલ તથા અન્ય દસ્તાવેજની ખરી નકલ મેળવવાની કામગીરી અરજદાર ઇચ્છે તો વકીલની મદદ વિના જાતે કરી શકે એવી ગણતરીથી રાજ્ય સરકારે આ પદ્ધતિની અમલવારી શરૂ કરાવેલ છે.


આ સ્ટાન્ડર્ડ ફોરમેટમાં માત્ર વેચનારનું નામ, ખરીદનારનું નામ, વેચાણ કિંમત અને મિલ્કતનું વર્ણન આટલી પ્રાથમિક માહિતી તેમજ અન્ય જરૂરી બાબ્તો જો કોઇ હોય તો તેનું વર્ણનકરવાનું રહે છે જેને બે પાનાની દસ્તાવેજ પદ્ધતિ એવું નામ આપવામાં આવેલ છે.

નમુનો
માલિકી ફેરખત ( જનરલ)
. ક) વેચનારનું પુરેપુરૂ નામઃ................................................................................
ઉ.વ. આશરે......... , ધંધોઃ.....................
ખ) વાલી (જો વેચનાર સગીરહોય તો)નું પુરેપુરૂ નામઃ........................................................
ઉ.વ.આશરે..............................., ધંધોઃ...................................
ગ) હાલનું સરનામું ......................................................................
.......................................................................
..........................................................
ઘ) જો મુખત્યારનામું ધરાવતા હોય તો મુખત્યાર ધારકનું નામ, ઉમર, સરનામુ તથા ધંધો
..............................................................................................................
....................................................................................
....................................................................
..................................................................................
(જો સંમતિ આપનાર હોય તો તેની વિગત)...................................................................
ચ) પાન નંબર ( આવક વેરા ધારા અન્વયે).................................................................

. ક) ખરીદનારનું પુરેપુરૂ નામઃ.........................................................................
ઉ.વ. આશરે......... , ધંધોઃ.....................
ખ) વાલી (ખરીદનાર સગીર હોય તો)નું પુરેપુરૂ નામઃ..........................................................
ઉ.વ.આશરે........., ધંધોઃ.....................
ગ) હાલનું સરનામું .....................................................................
.............................................................................................
.....................................................................................
ઘ) જો મુખત્યારનામું ધરાવતા હોયતો મુખત્યારધારકનું નામ, ઉમર, સરનામુ તથા ધંધો
...................................................................................................
...............................................................................................
..........................................................................................
..................................................................................................
ચ) પાન નંબર ( આવક વેરા ધારા અન્વયે).......................
.
૩. વેચાણ કરેલ મિલ્કતની વિગતો
ક) જિલ્લોઃ..............................તાલુકો................................ ગામ..............................માં આવેલ ખેતીની / બીનખેતી /ખુલ્લી જમીન/ મકાન/ ટેનામેન્ટ/ બંગલો વગેરે....................................................
ખ) રેવન્યુ સર્વે નંબર.......
ગ) બ્લોક નંબર..................
ઘ) સીટી સર્વે નંબર......
ચ) વોર્ડ નંબર.............
છ) ટી.પી. સ્કીમ નંબર ...................
જ) એફ.પી.નંબર...............
ઝ) ક્ષેત્રફળ.............હેકટર/આરે ...............ચો.મી...........
ટ) ખેતીની જમીન હોયતો પિયત/ બીનપિયત દર્શાવવું....................
.
૪. ખુંટની વિગત:
પુર્વ..............................................................................
પશ્ચિમ .........................................................................
ઉત્તર..........................................................................
દક્ષિણ......................................................................
.
.ઉપરદળ/ બાંધકામની વિગતો:
બાંધકામ વાળી મિલ્કતનું કુલ ક્ષેત્રફળ ચો.મી. ................. તથા બાંધકામનું ક્ષેત્રફળ ચો.મી. .....................
.
૬.વેચાણ કિંમત/અવેજ રૂ. .................... (શબ્દોમાં)............................................................................ નો વેચાણ દસ્તાવેજ, જેના ઉપર રૂ. .................. ની સ્ટેમ્પ ડ્યુટી વાપરવામાં આવેલ છે.
.
૭. અવેજ રકમની ચુકવણીની તારીખ, સમય અને સ્થળ:.................................................................. હું / અમે વેચનારને ખરીદનાર પાસેથી રૂ. ..................... (શબ્દોમાં)..................................................................... અવેજ રકમના પુર્ણ/ આંશીક ભાગ તરીકે રોકડા/ બેંક ડ્રાફ્ટ / ચેક દ્વારા તારીખઃ.................... ના રોજ સ્થળઃ ...................... ખાતે મળેલ છે.
.
૮. વેચાણ કરેલ મિલ્કત અંગે
ઉપર લખેલી વેચાણ કિંમત મળ્યાના અવેજમાં અમો વેચાણ આપનાર અમારી ઉપરના કોઠામાં લખેલી સ્થાવર મિલ્કત તમોને આ લેખથી વેચાણ આપીએ છીએ તથા તેનો શાંત, ખાલી અને પ્રત્યક્ષ કબજો અમોએ તમોને સોંપેલ છે. અમો વેચાણ આપનાર ખાત્રી આપીએ છીએ કે ઉપર લખેલી મિલ્કતના અમારા માલિકી હકો ચોખ્ખા અને વેચાણ પાત્ર છે તથા તેના આજદિન સુધીના તમામ વેરા, મહેસુલ, લાઇટબીલ, વહીવટી ખર્ચ વિગેરે અમે ભરેલા છે અને તેને લગતા જુના અસલ દસ્તાવેજો અમોએ તમોને સોંપેલા છે તથા હવે પછી સદરહું મિલ્કતમાં જે કંઇ લાભ થાય તેની માલિકી વેચાણ રાખનારની છે. વેચાણ રાખનાર આ વેચાણ સ્વિકારે છે અને ખાત્રી આપે છે કે હવે પછીના તમામ વેરા, મહેસુલ, લાઇટબીલ, વહીવટી ખર્ચ વિગેરે તેમના શીરે છે તથા મિલ્કતમાં હવે જે કોઇ ખોટ કે નુકશાન થાય તે તેમના શીરે છે. સદરહું મિલ્ક્ત હવે તમો તમારા નામે જે તે રેકર્ડમાં ચઢાવી શકો છો.
.
૯. અન્ય કોઇ લાગભાગ, ખાસ અધિકારો/ શરતોઃ
..........................................................................................................................
..........................................................................................................................
..........................................................................................................................
.
૧૦. આ લેખ ઉપરની સ્ટેમ્પ ડ્યુટી, નોંધણી ફી, પરચુરણ વિગેરે ખર્ચ ખરીદનાર/વેચનાર એ ભોગવેલ છે અને હવે પછી ............................ ભોગવવાનો રહેશે.
.
આ વેચાણ દસ્તાવેજ સ્વસ્થચિત્તે, બિનકેફે, તનમન સાવધ રાખી, કોઇપણ જાતના દબાણ વગર, નીચે જણાવેલ સાક્ષીઓ રૂબરૂ સંપુર્ણપણે વાંચી, સમજીને સહીઓ કરી આપેલ છે. જે આપણને તથા આપણા વંશવાલી વારસોને કબુલ, મંજુર અને બંધનકર્તા છે.
.
તારીખઃ...........................................
સ્થળઃ.............................................
અત્રે મતું....................... ..........................અત્રે શાખ..............
સહી/અંગુઠાની છાપ ................................ .૧) સહી.............................
...................................................................૨) સહી..............................

રજીસ્ટ્રેશન એક્ટની કલમ - ૩૨ - એ મુજબ
.
.
વેચનારની સહી
................................................................. પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ

.
.
ખરીદનારની સહી

................................................................ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ