ગુજરાત સરકારના મહેસુલ વિભાગ ના પરિપત્ર કમાંક હકપ-૧૦૯પ-ર૭૦૪-જ સચિવાલય, ગાંધીનગરના તારીખ. ૧પ-૦૩-૧૯૯૬ ના આધારે
નવી શરતની જમીનનો સીધણીની જમીનો ગણોત ધારા હેઠળ મળેલ જમીનો ગોદાનમાં મળેલ જમીનો વગેરેમાં જેના નામે જમીન હોય તે ખાતેદાર ગુજરી જાય ત્યારે તેના મરણના વારસદારોની વારસાઇ એન્ટ્રી પાડવામાં આવે છે. તેનાથી ધણા પ્રશ્નો ઉભા થાય છે. ખાસ કરીને જયારે મોટાભાઇ ગુજરી જાય ત્યારે તેના સીધા લીટીના વારસદાર તરીકે તેનાજ પુુુુુુત્રોના નામે વારસાઇ એન્ટ્રી પાડી શકાય. પરંતુ ગુજરનાર ખાતેદારના ભાઇ કે જેઓ ખરેેેખર સંયુકત ભાગીદાર હતા. તેમના નામો રેકર્ડમાં થઇ શકતા નથી.
નવી અને અવિભાજય શરતની ગણોતધારા હેઠળ મળેલ કે ગોદાન હેઠળ વારસાઇ હકકથી મળેલ જમીનો રાજયમાં કેટલાક જગ્યાએ લાગણીના સંબંધો કે અમુક રીવાજના સંબંધે જમીનો સંયુકત હકકવાળી હોવા છતાં મહેસુલી રેકર્ડના ગામના નમુના નંબર. ૬ તથા ગામના નંબર. ૭/૧ર માં માત્ર મોટાભાઇના નામે ચાલતી હોય છે. પરિણામે સમિતિએ ઉપર જણાવ્યા પ્રમાણે મોટાભાઇનું અવસાન થવાથી આવી જમીનો તેમના સીધીલીટીના વારસદારોના નામે થાય છે, પરિણામે આવી જમીનોમાં જેમનો સંંયુકત હકક છે તેવા બીજા ભાઇઓ / બહેનો તેમના કાયદેસના હકકથી વંચિત થઇ જાય છે. આથી આવું ન બને તે માટે નીચે મુજબ કાર્યવાહી કરવા જણાવવમાં આવે છે. -
(અ) વારસાઇ હકકથી પ્રાપ્ત થયેલ ઉપર મુજબની જમીનો કે જેમાં અન્ય વારસદારોનો હકક હિસ્સો હોવા છતાં તેવી જમીનો મહેસુલી રેકર્ડના ગામના નમુના નં. ૬ તથા ૭/૧ર માં માત્ર મોટાભાઇ ના નામે ચાલતી હોય ત્યાં કાયદેસરની કાર્યવાહી કરીને બાકીના કાયદેસના હકકદાર એવા ભાઇ / બહેનો નું નામ મહેસુલી રેકર્ડમાં દાખલ કરવું.
(બ) ઉપર મુજબની વારસાગત સંયુકત હકકવાળી જમીન કે જે માત્ર મોટાભાઇ ના નામે ચાલતી હોય અને તેમનું મૃત્યુ થયું હોય તો તેવી જમીનોના મહેસૂલી રેકર્ડમાં કાયદેસરની કાર્યવાહી કરીને બાકી રહેતા ભાઇ / બહેનોના નામે પણ મહેસૂલી રેકર્ડમાં સંયુક રીતે દાખલ કરવા.
No comments:
Post a Comment