સરકારી પડતર જમીન ખેતીના હેતુ માટે સાંથણીથી ગ્રાન્ટ કરવા બાબત - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Saturday, August 27, 2022

સરકારી પડતર જમીન ખેતીના હેતુ માટે સાંથણીથી ગ્રાન્ટ કરવા બાબત

સરકારી પડતર જમીન ખેતીના હેતુ માટે સાંથણીથી ગ્રાન્ટ કરવા બાબત

  • પછાતવર્ગની વ્યક્તિઓને આવશ્યક જાણ થાય તેની કાળજી રાખવી . પછાત વર્ગના શખ્સો તરફથી સરકારી પડતર જમીન એકસાલી ધોરણે મેળવવા માટેની કોઈ માંગણી ન આવે અગર તો સંજોગોવશાત તેઓ માંગણીદાર તરીકે આગળ ન આવે તો સમાજ કલ્યાણ અધિકારીશ્રીને તેની વિગતવાર માહિતી મોકલવી અને તેઓશ્રીને ગામે પછાતવર્ગની વ્યક્તિઓને શોધી કાઢવા
  • સમાજ કલ્યાણ અધિકારી જાતે હાજર રહી શકે અથવા પોતાના પ્રતિનિધિને મોકલી શકે તે માટે કલેકટર બધા પ્રાંત અધિકારીઓ માટેનો આવો કાર્યક્રમ સમાજ કલ્યાણ અધિકારી હાજર હોય એવી બેઠક વખતે નક્કી કરે તે હિતાવહ છે.
  • વણ ખેડાયેલી જમીનની કબજા કિંમત અનુસૂચિત જાતિ પાસેથી કશી લેવાની હોતી નથી. એકસાલી જમીન કાયમી કરી આપવામાં આવે ત્યારે તે એકસાલી જમીન સાંથણી કરી ત્યારે જો વણખેડાયેલી હોય તો તે માટે વણખેડાયેલી ગણીને એકસાલી પટેદાર પાસેથી કબજા કિંમત વસુલ ન લેવી જોઈએ

સાંથણીથી જમીન આપવા અંગે જોગવાઈ

    સરકારશ્રીના મહેસુલ વિભાગના ઠરાવ નં. એલએનડી ૩૯૬૦ - એ -૧ તા.૧-૩-૧૯૬૦ માં બહાર પાડવામાં આવેલા હુકમો પ્રમાણે સાંથણીથી ખેતીના હેતુ માટે નવી અને અવિભાજ્ય સત્તા પ્રકારે સરકારી જમીન ગ્રાન્ટ કરવામાં આવે છે. બાનમુક્તિ મેળવવી આવશ્યક ન હોય તેવી જમીનો અને વખતોવખત પટે આપવામાં આવતી સરકારી પડતર જમીન સહિત સરકારી પડતર જમીનોનો કાયમી નિકાલ તા.૧-૩-૬૦ના ઠરાવ પ્રમાણે જમીનના નિકાલ પર પ્રતિબંધ ન હોય તેવી જમીનની સાંથણી કરવાનું ઠરાવેલ છે. 

    સરકારી પડતર જમીનો સાંથણી માટે કાયમી ધોરણે જ આપવાની રહે છે. પરંતુ સંજોગવશાત જો એકસાલી ધોરણે સરકારી પડતર જમીન પહેલી જ વખત આપવાની થાય તો આ ઠરાવમાં નિયત થયેલ અગ્રતાક્રમ મુજબ જ તેની એકસાલી ધોરણે સોંપણી કરવી, અને તેની ગામે બરોબર પ્રસિદ્ધિ કરવી તથા તેની પછાતવર્ગની વ્યક્તિઓને આવશ્યક જાણ થાય તેની કાળજી રાખવી પછાત વર્ગના શખ્સો તરફથી સરકારી પડતર જમીન એકસાલી ધોરણે મેળવવા માટેની કોઈ માંગણી ન આવે અગર તો સંજોગોવશાત તેઓ માંગણીદાર તરીકે આગળ ન આવે તો સમાજ કલ્યાણ અધિકારીશ્રીને તેની વિગતવાર માહિતી મોકલવી અને તેઓશ્રીને ગામે પછાતવર્ગની વ્યક્તિઓને શોધી કાઢવા માટે એક માસનો સમય આપવો ત્યારબાદ તેવી જમીન સરકારના સ્થાયી હુકમ મુજબ એકસાલી પટે આપવી. આવા કિસ્સાઓમાં પટે આપવામાં આવતી જમીનના ઠરાવમાં પછાત વર્ગના શખ્સોનો સંપર્ક સાધવા છતાંય માંગણી કરવામાં આવી નથી. માટે બિન પછાત વર્ગની વ્યક્તિએ એકસાલી પટે સરકારી જમીન આપવામાં આવે છે. તેવો સ્પષ્ટ ઉલ્લેખ સાંથણી અધિકારીશ્રીએ કરવો. 


સાંથણીથી જમીનો ગ્રાન્ટ કરવાની પદ્ધતિ : 

૧. ઉપલબ્ધ સરકારી પડતર જમીનોની આખરી યાદી તૈયાર કરવી :

કાયમી નિકાલ કરવામાં આવે તે પહેલાં નિકાલ માટે કઈ જમીનો ઉપલબ્ધ છે તે જાણવું જરૂરી છે. આથી પ્રાન્ત ઓફિસરે / આસી . કલેકટરે નિકાલ માટે ઉપલબ્ધ ન હોય તેવી જમીનોની યાદી બનાવવી. આ યાદીનો ઉલ્લેખ હવે પછી ‘આખરી યાદી’ તરીકે કરવામાં આવ્યો છે. સરકારી પડતર જમીનોના નિકાલ વખતે નિકાલ કરવાની જમીનો અંગે જુદી જુદી વ્યક્તિઓ તરફથી સરકાર સમક્ષ હકદાવા રજૂઆત અને અપીલો થતી ટાળવા આમ કરવું જરૂરી છે. અનુભવ ઉપરથી જણાયું છે કે આ કારણે ઘણો વિલંબ થાય છે અને પરિણામે કામ, સમય અને નાણાંનો વ્યય થાય છે. તેથી ખરેખર નિકાલની કામગીરી શરૂ થાય તે પહેલાં બધા હકદાવા અગાઉથી તપાસી લઈ, નિકાલ માટે ઉપલબ્ધ જમીનોની એક આખરી યાદી તૈયાર કરવામાં આવે તે ઇચ્છનીય છે. આ આખરી યાદીમાં સમાવેશ કરેલ જમીનોનો છેવટનો નિકાલ બરાબર થાય છે, તે જોનારની જવાબદારી રહેશે અને તેવી જમીનોના નિકાલના પત્રકો સરકારને મોકલવાના રહેશે. જેથી કલેકટરોએ આ આખરી યાદી’માં સમાવેશ કરેલી તમામ જમીનોનો નિકાલ ઝડપથી થાય તે જોવાની જવાબદારી રહેશે. 

૨. આખરી યાદીમાંથી બાકાત રાખવા પાત્ર જમીનો

પ્રથમ તો પ્રાન્ત ઓફિસરે - આસી. કલેકટરે ગામની બધી સરકારી પડતર જમીનોની યાદી તૈયાર કરાવવી જોઈએ. આ યાદીમાં એકસાલી ધોરણે ખેતી માટે પટે આપેલી જમીનો , જાહેર હેતુ માટે અનામત રાખેલી અને અનામત રાખવી જરૂરી બને તેમ હોય તેવી જમીનો સહિત તમામ પડતર જમીનોનો સમાવેશ થશે. આ યાદી કામચલાઉ હશે અને 

( ૧ ) જમીનોના કાયમી નિકાલ અંગે જુદા જુદા પ્રતિબંધોની અસર અને 

( ૨ ) જાહેર હેતુ માટે જરૂરી બનતી જમીનોને ધ્યાનમાં લઈ આખરી યાદી તૈયાર કરવામાં આવશે. 

( ૩ ) સરકારી પડતર જમીનોના કાયમી નિકાલ પરના પ્રતિબંધ બાબતે ૧૦૦ એકર અને તેથી વધુ ક્ષેત્રફળના એક જથ્થ આવેલી જમીનનો નિકાલ એકસાલી કે કાયમી સદંતર બંધ રાખવો કે જેથી તે જમીનો પુનઃ વસવાટ માટે ઉપલબ્ધ થઈ શકે. 

૩. જમીન ખેડવા લાયક છે તેવી રજૂઆત થાય તો ફાઈનલ લીસ્ટ ઉપર ચઢાવવી : 

    સરકારી નિષ્ણાંતો કહેતા હોય કે અમુક જમીનો ખેડવા લાયક નથી . પરંતુ જો જમીનની માંગણી કરનાર વ્યક્તિ તરફથી તેવી રજૂઆત થાય કે જમીન ખેડવા લાયક છે. તો તેવી જમીન ફાઈનલ લીસ્ટ ઉપર ચઢાવી સાંથણીમાં મુકવા નિયમાનુસાર જરૂરી કાર્યવાહી કરવી. 

૪. ચાલુ પટેદારોની અગ્રતા બાબત:

અમુક શરતોનું પાલન કરતાં ચાલુ પટેદારોને સૌથી વધુ અગ્રતા આપવાની હોવાથી કામચલાઉ યાદી મોકલાવતી વખતે મામલતદારે પ્રાંત અધિકારીને નિયત ફોર્મ મુજબનું પત્રક મોકલવું અને તેમાં ચાલુ પટેદારના નામ જમીનો સર્વે નંબર તથા વિસ્તાર તથા તેને કાયમી ધોરણે આપનારો સર્વે નંબર જણાવવો આમ જાહેર હેતુઓ સર અનામત રખાયેલી જમીનોને બાદ કરતાં કામચલાઉ યાદીમાં દર્શાવાયેલી તમામ જમીનોનો આખરી યાદીમાં સમાવેશ થશે. તેમ છતાંં ચાલુ પટેદારોની બાબતમાં કાયમી નિકાલ કરવાનો હોવાથી તેમને કાયમી ધોરણે આપવી જોઈતી જમીનોનો આખરી યાદીમાં સમાવેશ કરવામાં આવશે . 

૫. પટેદારોને વિકલ્પ આપવા બાબત

ચાલુ પટેદારો પોતાને પટે અપાયેલી જમીનમાં ગણના પાત્ર ફેરફાર કર્યા હોય અને તા . ૧ લી માર્ચ , ૧૯૬૦ ના સરકારી ઠરાવ નં . એલએનડી / ૩૯૬૦ -એ અનુસાર તે પોતાને પટે અપાયેલી કોઈપણ જમીન પોતાની પાસે રાખી શકે તેમ હોય તો , તે પોતાની માલિકીની જમીનમાંથી તેટલી જ જમીનનો વિસ્તાર સોંપી દે એ શરતે તેને પટે અપાયેલી જમીનમાં તે ફેરફાર કર્યા હોય તે પોતાની પાસે રાખવાનો વિકલ્પ આપવો. 

૬. આખરી યાદી પ્રસિદ્ધ કરવા બાબત

આખરી યાદી તૈયાર થાય કે તરત કલેકટર સમાજ કલ્યાણ અધિકારી, મદદનીશ રજિસ્ટ્રાર, પ્રાન્ત અધિકારી અને મામલતદારને તેની નકલો મોકલી આપશે. મામલતદાર સંબંધિત ગામમાં તેમજ પાંચ માઈલના વિસ્તારમાં આવેલા બધા ગામોમાં આ યાદી પ્રસિદ્ધ કરશે તથા તાલુકા કચેરી ખાતે પણ ઉક્ત નકલ જોવા મુકશે . જાહેર હેતુઓ સર અનામત રખાયેલી જમીનોની યાદી સમાજ કલ્યાણ અધિકારી, મદદનીશ રજિસ્ટ્રાર અને ગ્રામ પંચાયતને મોકલવામાં આવશે . 

૭. યાદીમાં સમાવિષ્ટ જમીનોના નિકાલની કાર્યપદ્ધતિ

( ૧ ) સમાજ કલ્યાણ અધિકારીને આખરી યાદી મળ્યે ત્રણ મહિનાની અંદર યાદીમાં સમાવિષ્ટ જમીનો પછાત વર્ગની વ્યક્તિઓ અને તેમની સહકારી મંડળીઓ અને ભૂમિહીન ખેત મજુરોને ફાળવવા, માટે પોતાની દરખાસ્તો મોકલી આપશે . એવી દરખાસ્તો ચાલુ સહકારી મંડળી અથવા હવે પછી , રચાનારી મંડળી માટે કરી શકાય. દરખાસ્તની એક નકલ પ્રાંત અધિકારીને બારોબાર અને બીજી નકલ કલેકટરને મોકલવામાં આવશે . પરંતુ સમાજ કલ્યાણ અધિકારીઓ, ચાલુ પટેદારો પાસે રાખવા દેવાની જમીન બાબતે કોઈ દરખાસ્ત નહીં કરે. 

( ૨ ) ત્યારબાદ પ્રાંત અધિકારી, સમાજ કલ્યાણ અધિકારીને જાણ કરી અગાઉથી ઠરાવેલ ચોક્કસ કાર્યક્રમ મુજબ બને તેટલા વધુ કેન્દ્રરૂપ ગામોમાં Land Katchery જમીન કચેરીઓ યોજીને જમીનોનો નિકાલ કરવાનું કામ હાથ ધરશે. જમીન કચેરીઓના કાર્યક્રમની જાણ પંદર દિવસ અગાઉ અચૂક કરવી . સમાજ કલ્યાણ અધિકારી જાતે હાજર રહી શકે અથવા પોતાના પ્રતિનિધિને મોકલી શકે તે માટે કલેકટર બધા પ્રાંત અધિકારીઓ માટેનો આવો કાર્યક્રમ સમાજ કલ્યાણ અધિકારી હાજર હોય એવી બેઠક વખતે નક્કી કરે તે હિતાવહ છે. પ્રાંત અધિકારી તમામ ગામો, તાલુકા કચેરી, જિલ્લા કલેકટરની કચેરી અને સ્થાનિક વર્તમાન પત્રોમાં આ કાર્યક્રમની જાહેરાત કરી તેને બહોળી પ્રસિદ્ધિ આપવામાં આવે તે જોશે. તેમજ દરેક કચેરી ખાતે નિકાલ કરાનારી જમીનોની વિગતો અંગે પડોશના બધા જ ગામોમાં ઠીક ઠીક વેળાસર જાહેરાત કરવામાં આવશે તે પણ જોશે. કચેરીઓ યોજવામાં આવે તે પહેલાં ખેડૂતો પાસેથી અરજીઓ પણ મંગાવવી. 

વિધાનસભા સભ્યશ્રી લેન્ડ કચેરીના કાર્યક્રમની નકલ માંગે તો પુરી પાડવી. લેન્ડ કચેરી ભરવામાં આવે ત્યારે અનુસૂચિત જાતિના ધારાસભ્ય હોય તો જિલ્લામાં તેમને નિમંત્રણ પાઠવવું. 

( ૩ ) સાંથણી કચેરીઓ ખાતે પ્રાંત અધિકારી આ ઠરાવમાં જણાવેલી શરતોને આધીન રહીને જમીનો ફાળવવાનું કામ હાથ ધરશે . પ્રથમ બે પ્રકારની માંગણીઓને આધીન રહીને પ્રાંત અધિકારી પછાતવર્ગ સહકારી મંડળીઓ અને પછાત વર્ગના સભ્યોને જમીન આપવા બાબતમાં સમાજ કલ્યાણ અધિકારીની અને ભૂમિહીન ખેત મજુરોની સહકારી મંડળીઓને જમીન આપવા બાબતમાં સહકારી મંડળીઓના મદદનીશ રજિસ્ટ્રારની ભલામણો પરત્વે ઘટતું લક્ષ આપશે. ઉપર જણાવેલ અધિકારીઓની ભલામણો સાથે સંમત ન થાય તો તે અંગે કલેકટરનો હુકમ મેળવવામાં ન આવે ત્યાં સુધી એ બાબતનો આખરી નિકાલ કરાશે નહીં. પ્રથમ કે બીજા પ્રકારનાને જમીન આપવા અંગે સમાજ કલ્યાણ અધિકારી અથવા તેના પ્રતિનિધિ કોઈપણ જાતનો વાંધો ઉઠાવશે તો સંબંધિત વ્યક્તિ તે જ પ્રકારની છે કે કેમ તે પ્રશ્ન સંબંધકર્તા કહેશે તો જ તે વાંધા ઉપર ધ્યાન આપવામાં આવશે. આવી તકરાર ઉપસ્થિત કરાય તેવા કેસમાં પ્રાંત અધિકારી આખરી નિકાલ માટે તે કલેકટરને સોંપશે અને કલેકટરનો નિર્ણય મળી જાય ત્યાં સુધી જમીન નિકાલ બાબત મુલતવી રખાશે.

( ૪ ) અસંમતિ કે તકરાર કલેકટરને સોંપવામાં આવે ત્યારે તેમણે બે મહિનાની મુદતની અંદર પોતાનો ચુકાદો આપી દેવાનો રહેશે અને તેમનો એ ચુકાદો આખરી ગણાશે. 

( ૫ ) નિકાલ માટેની પ્રાપ્ય એવી જમીન એકમના ઓછામાં ઓછા ધોરણ અનુસાર ફાળવણી માટે જોઈતી જમીન કરતાં ઓછી હોય તો અને જો સમાજ કલ્યાણ અધિકારી સહકારી મંડળી રચી ન શકે તો સમાજ કલ્યાણ અધિકારી જેની ભલામણ કરે તેવી વ્યક્તિઓને જમીન આપવામાં આવશે. કોઈપણ સંજોગોમાં પ્રાંત અધિકારીએ આ પ્રશ્નનો નિર્ણય કરવો નહીં.

( ૬ ) જમીનની સાંથણી કરવા માટેની કાર્યવાહી જ્યારે કરવામાં આવે ત્યારે દરેક તાલુકાની ન્યાય સમિતિના ચેરમેન અથવા તે સમિતિના સભ્યોને બેમાંથી કલેકટરશ્રીને જે યોગ્ય લાગે તેને લેન્ડ કચેરી વખતે હાજર રહેવા કાસ આમંત્રણ આપવું અને જ્યારથી સાંથણી અંગેની કાર્યવાહી શરૂ થાય અને તે પુરી થાય ત્યાં સુધી સઘળી બાબતોથી તેમને વાકેફ રાખવા. 

૮. મંડળીઓને જમીન આપવા બાબત :

સહકારી મંડળીઓને ઉચ્ચ અગ્રતા અપાતી હોવા છતાં સધન ઘટકો સિવાય તેમને જમીન આપવાનું શક્ય બનશે નહીં. એથી એ જ લઘુત્તમ સઘન ઘટક લગભગ ૧૦૦ એકરનો હોવો જોઈએ. તેમ છતાં પાંચ માઈલની ત્રિજ્યામાં પથરાયેલી હોય તેવી બધી મળીને ૧૦૦ એકર જેટલી જમીન મંડળીને તે શરતને આધીન રહીને લગભઘ ૨૫ એકરના સઘન ઘટક આપવા કોઈ હરકત હોઈ શકે નહીં . તેમ છતાં ૧૦૦ એકર અને ૨૫ એકરની ઉપર જણાવેલી મર્યાદાને ચુસ્તપણે વળગી રહેવું નહીં . સધન ઘટક ૯૦ થી ૧૦૦ એકર જેવડો હોય અને પેટા ઘટકો ૨૩ થી ૨૫ એકર જેવડા હોય તો તેમાં કોઈ હરકત નથી . આ હેતુ માટે પાંચ માઈલ અથવા લગભગ તેટલી ત્રિજ્યા વિસ્તારમાંથી આવી વ્યક્તિઓની એક સહકારી મંડળી રચી શકે તે સ્થિતિ છે . તે મતલબનું સમાજ કલ્યાણ અધિકારીએ આપેલું પ્રમાણપત્ર તે મંડળીને જમીન આપવા પ્રાંત અધિકારી માટે પૂરતું છે . સહકારી ખેતી મંડળીની રચના માટે ડીસ્ટ્રક્ટ રજીસ્ટ્રારની માંગણી થતા ૬ મહિનાનો સમય આપવો .

પછાત વર્ગની વ્યક્તિઓમાં પરસ્પર અગ્રતાક્રમ : 

પછાત વર્ગની વ્યક્તિઓમાં અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિઓ તથા તા . ૧-૪-૭૮ ના સરકારી ઠરાવ મુજબ સમાજ કલ્યાણ અને આદિજાતિ વિકાસ વિભાગના ક્રમાંક : બીસીઆર ૧૦૦૮ ૧૩૭૩૪ / હ સાથે જોડેલ જોડાણ -૧ માં દર્શાવેલ સામાજિક અને શૈક્ષણિક પછાત આધીન રહીને લગભઘ ૨૫ એકરના સઘન ઘટક આપવા કોઈ હરકત હોઈ શકે નહીં . તેમ છતાં ૧૦૦ એકર અને ૨૫ એકરની ઉપર જણાવેલી મર્યાદાને ચુસ્તપણે વળગી રહેવું નહીં . સધન ઘટક ૯૦ થી ૧૦૦ એકર જેવડો હોય અને પેટા ઘટકો ૨૩ થી ૨૫ એકર જેવડા હોય તો તેમાં કોઈ હરકત નથી . આ હેતુ માટે પાંચ માઈલ અથવા લગભગ તેટલી ત્રિજ્યા વિસ્તારમાંથી આવી વ્યક્તિઓની એક સહકારી મંડળી રચી શકે તે સ્થિતિ છે . તે મતલબનું સમાજ કલ્યાણ અધિકારીએ આપેલું પ્રમાણપત્ર તે મંડળીને જમીન આપવા પ્રાંત અધિકારી માટે પૂરતું છે . સહકારી ખેતી મંડળીની રચના માટે ડીસ્ટ્રક્ટ રજીસ્ટ્રારની માંગણી થતા ૬ મહિનાનો સમય આપવો . એવી ૮૨ જ્ઞાતિઓ તથા વર્ગો - જૂથોની ભૂમિહીન વ્યક્તિઓ અને ઉપરોક્ત તા . ૧-૪-૭૮ ના ઠરાવના ફકરા -૪ માં દર્શાવેલ આર્થિક રીતે પછાત ભૂમિહિન વ્યક્તિઓનો સમાવેશ થશે તેમ છતાં પછાત વર્ગની વ્યક્તિઓમાં પરસ્પર અગ્રતા નીચે મુજબ રહેશે . 

( અ ) અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિઓ જો પ્રસંગ ઉભો થાય તો અનુસૂચિત જાતિમાં વાલ્મિકી વર્ગને પ્રથમ પસંદગી આપવી. 

( બ ) અનુસૂચિત વિસ્તારોમાં પ્રથમ પસંદગી અનુસૂચિત જનજાતિના શખસને આપવી અને બીજી પસંદગી અનુસૂચિત જાતિના શખ્સને આપવી. 

૧. સામાજિક શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત વર્ગની જમીન વિહોણી વ્યક્તિઓ. 

૨. પછાત વર્ગ સહકારી મંડળી એટલે કે એવી મંડળી જેમાં પછાત વર્ગના સભ્ય ઓછામાં ઓછા ૬૦ ટકા હોય . 

જમીન આપવા અંગે મર્યાદા : 

( ૧ ) એક પોષણક્ષમ ખાતા જેટલી અથવા તેના કરતાં વધુ પોતાની માલીકીની જમીન જેમની પાસે હોય તેવી વ્યક્તિઓને કંઈપણ જમીન આપવામાં આવશે નહીં . જમીનની વહેંચણી એ પ્રમાણે કરવી કે વધુમાં વધુ સભ્યોને સરકારી જમીનની સાંથણી થાય અને છતાં આર્થિક રીતે જમીનનું ખેડાણ શક્ય બને તેટલું પોષણક્ષમ ક્ષેત્રનું ધોરણ પણ જળવાય . આ માટે બંને ત્યાં સુધી ૧૬ એકર જમીન આપવી નહીં અને તે જ્યાં અપાય તે અંગેના કારણો સાંથણીના હુકમમાં જમીનની સાંથણી કરનાર અધિકારીએ જણાવવા. 

( ૨ ) વ્યક્તિઓને વ્યક્તિગત આપવામાં આવતી કોઈપણ જમીન પોષણક્ષમ ખાતા કરતાં વધશે નહીં . પરંતુ આ રીતે આપવાની જમીન , જેમની પાસે પોતાની માલીકીની પોષણક્ષમ ખાતા કરતાં ઓછી જમીન હોય તેવી વ્યક્તિઓને આપવાની હોય ત્યાં આ રીતે આપવાની જમીન તેવી વ્યક્તિઓના ખાતા પોષણક્ષમ ખાતા જેટલું કરવા માટે જરૂરી હોય તેટલા પુરતી મર્યાદિત રહે . માન્ય ન રાખી શકાય તેવા એક જ કુટુંબના સભ્યોને કહેવાતા ભાગને માન્ય રાખી નિયત મર્યાદા કરતા વધુ જમીનની સાંથી ન થાય તે જોવા વિનંતી છે. 

( ૩ ) સહકારી મંડળીઓને જમીન આપવાની બાબતમાં આપી શકાય તેટલી જમીનનું પ્રમાણ આવી મંડળીના સભ્ય સંખ્યાના પોક્ષણક્ષમ ખાતાના એકમને આધાર નક્કી કરવી , પરંતુ આવી મર્યાદા એક સઘન ઘટક થઈ રહે તેમ કરવા માટે વધારવી જરૂરી લાગે તો આવી મર્યાદા વધારી શકાશે . કોઈપણ સંજોગોમાં આવી મર્યાદા સરકારી મંજૂરીથી હોય તે સિવાય સભ્ય દીઠ બે પોષણક્ષમ ખાતા કરતાં વધવી જોઈએ નહીં . 

( ૪ ) જે ગામમાં જમીન આવેલી હોય તે જ ગામના અગ્રક્રમ ધરાવતા માણસોને આપવી અને તે ક્રમ મુજબ કોઈની માંગણી ન હોય તો જ તે જમીન ગામની પાંચ માઈલની ત્રિજ્યામાં વસતા અગ્રતાક્રમવાળા લોકોને આપવી . મતલબ કે અગ્રતાક્રમ માટે એકમ - યુનિટ - ગામ છે અને ગામમાં જે એક પૈકી કોઈ ન હોય તો પાંચ માઈલના વિસ્તારોમાંથી સૌથી નજીક ગામ હોય તો તેના અગ્રતાક્રમવાળાને પસંદગી આપવી . આમાં અપવાદ માત્ર અગ્રક્રમ ( ૧ ) ભારતના સંરક્ષણ દળોમાં કામ કરતાં અને ( ૨ ) જાહેર હેતુ માટે સરકારે જમીન સંપાદન કરી હોય તેવા ખેડૂતોને છે . સહકારી મંડળીની બાબતમાં તેના બહુમતી સભ્યો પાંચ માઈલની ત્રિજ્યાની અંદર તેમનો વસવાટ ન હોય તો કંઈપણ જમીન આપવામાં આવશે નહીં. 

( પ ) આપવામાં આવતી બધી જમીન નવી અને અવિભાજ્ય સત્તા પ્રકારે આપવામાં આવશે અને જેને જમીન આપવામાં આવી હોય તે વ્યક્તિએ આવી જમીન આપવામાં આવે તેના બે વર્ષની અંદર તે ખેતી હેઠળ લાવવામાં આવશે અને આ રીતે આપવામાં આવેલી જમીન યોગ્ય કારણો વગર પડતર પડી રહેવા દેવામાં આવે અથવા તેના તરફ બેદરકારી સેવવામાં આવે તો આપેલ જમીન રદ થવાને પાત્ર રહેશે. 

( ૬ ) લેન્ડ કચેરી વખતે અગ્રતાક્રમવાળી વ્યક્તિઓ તરફથી જમીનની માંગણી કરવામાં ન આવે કારણ કે ગામની વસ્તી ઓછી હોવાને કારણે અગર તો બીજા વાજબી કારણોને લીધે , તેવી એકસાલી જમીન ખેડનાર જમીન વિહોણા ન બને તેમ ગામ લોકો ઇચ્છતા હોય તો તેવા કિસ્સામાં ખાસ કિસ્સા તરીકે નિયમોમાં છુટછાટ મૂકવા માટેની દરખાસ્ત કલેકટરશ્રીએ સરકારશ્રીમાં કરવી.

( ૭ ) પછાત વર્ગના લોકો સરકારી પડતર જમીનો તા. ૧-૩-૬૦ પહેલાંથી લાગલગાટ ત્રણ વરસથી અનધિકૃત રીતે ખેડતા હોય તેવા કિસ્સામાં જે તે પછાત વર્ગની વ્યક્તિ પાસે કુલ જમીન ૧ ૨ ( અર્ધા ) પોષણક્ષમ ક્ષેત્ર જેટલી થાય તેટલા પ્રમાણમાં અનઅધિકૃત રીતે ખેડાતી જમીન તા.૧-૩-૬૦ના ઠરાવમાં દર્શાવેલી શરતોએ ખેડવા આપવા અંગે કિસ્સાના ગુણદોષ મુજબ સરકાર નિર્ણય કરશે. 

ભોગવટા કિંમત વસુલ કરવા બાબત : 

આપવામાં આવેલી જમીનો માટે નીચે દર્શાવ્યા મુજબ ભોગવટા કિંમત વસુલ કરવામાં આવશે. 

( ૧ ) સહકારી મંડળીઓની બાબતમાં તેમને ખેડાઈ ન હોય તેવી જમીન આપવામાં આવે તો કોઈ નહીં અને અને ખેડાઈ હોય તેવી જમીન આપવામાં આવે તો આકારણીની કિંમતથી પાંચ ગણી કિંમત . 

( ૨ ) પછાત વર્ગોની વ્યક્તિઓને આપવામાં આવતી જમીનોની બાબતમાં તેમને ખેડાઈ ન હોય તેવી જમીન આપવામાં આવે તો કંઈ નહીં અને ખેડાઈ હોય તેવી જમીન આપવામાં આવે તો આકારણીની કિંમતથી છ ગણી કિંમત. 

( ૩ ) પછાત વર્ગોના સભ્યો સિવાયની વ્યક્તિઓને આપવામાં આવતી જમીનોની બાબતમાં ખેડાઈ ન હોય તેવી જમીન આપવામાં આવે તો આકારણીની કિંમતથી બાર ગણી અને ખેડાઈ હોય તેવી જમીન આપવામાં આવે તો આકારણી કિંમતથી ચોવીસ ગણી કિંમત. 

( ૪ ) શારીરિક રીતે અશક્ત વ્યક્તિઓને ખેતી માટે વણ ખેડાયેલી જમીન આપવામાં આવે ત્યારે તેમને પહેલાં પાંચ વર્ષ માટે આકારણી માફી આપવી. 

( ૫ ) નવી શરતની જમીનો શરતભંગ બદલ અથવા સનદની શરતના ભંગના કારણે ખાલસા થયેલ, સરકારી લેણાની વસુલાત પેટે જપ્ત થયેલ , ખાતેદાર મહેસૂલ ના ભરવાના કારણે અથવા જમીન પરત સોંપવાના કારણે સરકાર હસ્તક આવેલ જમીનો જો તેના મુળ કબજેદારને નિયમ મુજબ પાછી આપવાની થતી ના હોય તો તેવી જમીનોનો સરકારી જમીન તરીકે હરાજીથી નિકાલ કરવો. 

( ૬ ) એક અનુસૂચિત જનજાતિનો સભ્ય બીજા આવી જાતિના સભ્યોને નવી શતની જમીન ગેરકાયદેસર વેચે તેવા પ્રસંગે જમીન શરતભંગ બદલ ખાલસા કર્યા બાદ મૂળ ધારણ કરનાર રીગ્રાન્ટ માટે લાયક ન હોય તો તેનો નિકાલ શુદ્ધબુદ્ધિથી નવી શરતની જમીનને વેચાણ રાખી હોય તેવા અનુસૂચિત જનજાતિના શખ્સને અગ્રતાક્રમ વગેર લક્ષમાં ન લેતાં આ ઠરાવની જોગવાઈઓ મુજબ જમીન આપી દેવી. 

( ૭ ) વધુ અનાજ ઉગાડવાની ઝુંબેશ હેઠળ અગર બીજી રીતે એકસાલી ધોરણે ખેડવા માટે આપેલ જમીનો અંગે આવા કિસ્સામાં જો તેવી જમીનો જમીનની સાંથણીના નિયમો મુજબના કોઈ અગ્રતાવાળી હક્કદાર વ્યક્તિને એકસાલી આપવામાં આવે તો તેવી વ્યક્તિ પાસેથી એકવડો આકાર લેવાનો થાય છે, કેમ કે આવી અગ્રતાવાળા શખ્સને કાયમી નિકાલને પાત્ર છે, તોયે સંજોગોને કારણે જમીન એકસાલી આપવી પડે છે . 

સાંથણી અંગે વધુ વિગતો : 

( ક ) પડતર જમીનની સાંથણીના નિયમો અનુસાર ૧૯૬૦ પહેલાં અને તે પછી સતત જમીન ધારણ કરનારા અગ્રતાવાળા વ્યક્તિઓને જમીન કાયમી આપવાની છે .આવેલી જમીન યોગ્ય કારણો વગર પડતર પડી રહેવા દેવામાં આવે અથવા તેના તરફ બેદરકારી સેવવામાં આવે તો આપેલ જમીન રદ થવાને પાત્ર રહેશે. 

( ખ ) સરકારી પડતર જમીનના સાંથણીના હુકમો થયા બાદ જમીન સાંથણી હુકમોની નકલ ડી.આઈ.એલ. આર. ને જમીનની માપણી કરવા મોકલી એક માસમાં જમીનની માપણી પુરી કરાવવી. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય નબળા વર્ગોના ઇસમોને સરકારી ખર્ચે માપણી કરાવી આપવી . જમીનની માપણી થયા બાદ ચોક્કસ ખૂંટ માપ સાથેનો સ્થળ ઉપર પ્રત્યક્ષ કબજો સંબંધકર્તા ઇસમોને સોંપ્યાનો પંચક્યાસ કરવો. કબજો સોંપાયા બાદ અને કબજા કિંમત ભરપાઈ થયા બાદ ફાળવેલ જમીનની ઠરાવેલ નમુનામાં સંબંધિત વ્યક્તિને સાત દિવસમાં સનદ આપી તે મળ્યા બદલની પહોંચ મેળવવી . આ તમામ કાર્યવાહી જમીન આપવાના આદેશો થયા બાદ કોઈપણ સંજોગોમાં ત્રણ મહિનાની મુદતની અંદર પુરી કરવી . તેમજ આ પ્રકારની કાર્યવાહીમાં વિલંબ થયા અંગેની ફરિયોદો ન રહે તેવો પ્રબંધ પણ તાત્કાલિક કરવો. નિયત સમયમાં કાર્યવાહી ન કરનાર સક્ષમ અધિકારી સામે પગલાં ભરવાં. 

( ગ ) વણ ખેડાયેલી જમીનની કબજા કિંમત અનુસૂચિત જાતિ પાસેથી કશી લેવાની હોતી નથી . એકસાલી જમીન કાયમી કરી આપવામાં આવે ત્યારે તે એકસાલી જમીન સાંથણી કરી ત્યારે જો વણખેડાયેલી હોય તો તે માટે વણખેડાયેલી ગણીને એકસાલી પટેદાર પાસેથી કબજા કિંમત વસુલ ન લેવી જોઈએ . જ્યાં કોઈ બીજાએ ખેડેલી જમીન અનુસૂચિત જાતિના લાભાર્થીને આપવામાં આવે ત્યારે તે ખેડાયેલી ( Non - Virgin ) ગણીને ખેડાયેલી જમીન તરીકે કબજા કિંમત વસુલ કરવી .

No comments: