સરકારી પડતર જમીન ઉપરના દબાણો બાબત
સરકારી પડતર જમીન ઉપર જે વ્યક્તિઓએ દબાણો જેવાં કે, રહેણાંકના મકાનો બાંધી, - રહેણાંકના મકાનો બાંધી અને ખેતી કરી વગેરે પ્રકારના દબાણો કરેલ હોય તે દબાણો દૂર કરવા બાબત અને જે કિસ્સામાં દબાણો નિયમબદ્ધ કરવા પાત્ર હોય ત્યાં સરકારશ્રીના મહેસુલ વિભાગના સંકલિત ઠરાવ નં . દબાણ ૧૦૭૨-૨૮/૨૮૭૬૫/લ તા.૮-૧-૮૦થી નીચે મુજબની નીતિ નક્કી કરવામાં આવેલ છે.
૧. દબાણ દૂર કરવું એ પાયાનો સિદ્ધાંત રહેશે.
૨. જે જમીનો ભવિષ્યમાં જાહેર હેતુઓ માટે સરકારને જરૂરી ગણાશે તે જમીનો પરનું દબાણ કોઈપણ સંજોગોમાં નિયમિત કરી આપવામાં આવશે નહીં અને દબાણ કરનાર વ્યક્તિને ગમે તેટલું આકરું લાગે તો પણ દબાણ દૂર કરવામાં આવશે.
૩. પછાત વર્ગ કે બીન પછાત વર્ગના લોકોએ કરેલ દબાણ એવાં કેસમાં નિયમિત કરી આપવાની વિચારણા કરવી કે જેમાં દબાણ કરનાર વ્યક્તિને દબાણ દૂર થવાથી ભારે નુકસાન થાય કે સહન કરવું પડે અને આવું દબાણ દૂર કરવાથી સરકારને બીજો કોઈ ખાસ લાભ થતો ન હોય અથવા જાહેર હિતને નુકસાનકર્તા ન હોય .
૪. આ સૂચનાઓ ખેતી કરવા માટે કરેલ દબાણ અથવા રહેઠાણ માટે કરવામાં આવેલ દબાણ બંનેને લાગું પડશે . રેખા નિયંત્રણ કે બાંધકામના બીજા નિયંત્રણોનો ભંગ થતો હોય એવા દબાણ કોઈપણ સંજોગોમાં નિયમિત કરી આપવા નહીં.
૫. વ્યાપારીક કે ઔદ્યોગિક હેતુઓ માટે કરેલ દબાણ સામાન્યપણે દૂર કરાવવું , સિવાય કે દબાણ કરનાર વ્યક્તિને દબાણ દૂર કરાવતાં બહુ ભારે આર્થિક નુકસાન થતું હોય અને તેને દૂર કરાવતાં સરકારને ખાસ લાભ થવાનો પ્રશ્ન ન હોય , અથવા જાહેર હિતને નુકસાનકર્તા ન હોય . આવા કેસો કલેકટરોએ નિયમિત કરવા નહીં , પરંતુ સરકારમાં દરખાસ્ત કરવી . આવા કેસો ગુણદોષ ચકાસીને દબાણ દૂર કરવું અગર તો તે નિયમિત કરવું અને તે કઈ શરતોએ નિયમિત કરવું એ દરેક કેસમાં ગુણદોષ તપાસીને નક્કી કરશે . આવું દબાણ નિયમિત કરવાની દરખાસ્ત કરવામાં આવે તે સાથે હાલ બજારભાવની અઢીંગણી શિક્ષાત્મક કબજા કિંમત અથવા તેથી વધુ અને સરકાર બીજી જે શરતો નક્કી કરે તે અંગે દબાણ કરનારની લેખિત સંમતિ પણ મેળવવી ને મોકલવી . ખેતીની જમીનો પરના દબાણો નિયમિત કરવા બાબત.
૬. પૂરતી તકેદારી રાખવા છતાં સરકારી જમીન ઉપર દબાણો અવારનવાર થતાં રહે છે . આ દબાણો કરનાર મહદઅંશે અભણ , ગરીબાઈથી લાચાર બનેલા પછાત વર્ગના અનુસૂચિત જાતિ , અનુસૂચિત જનજાતિ તથા અન્ય પછાત વર્ગના ઇસમો હોય છે . આવી જાતના દબાણો તા . ૩૧ મી માર્ચ ૧૯૭૨ ની તારીખે જેને ત્રણ વર્ષ અગર વધુ વખત થયા હોય તેવાં દબાણો નીચે દર્શાવેલી શરતોને આધીન રહી કલેકટરે નિયમિત કરી આપવા.
( ૧ ) જે જમીનો જાહેર હેતુ માટે , સાર્વજનિક ઉપયોગ માટે અને તેની ઉપર દબાણ થયું હોય તે સત્વરે દૂર કરવા તેમજ જે દબાણોના કિસ્સામાં દબાણ દૂર કરવાથી દબાણદારને હાડમારી પડતી હોય તેવા દબાણો એક નિયમ તરીકે દૂર કરવાં .
( ૨ ) આ સિવાય કલેકટરશ્રીને સ્થળ પરિસ્થિતિ જોતાં જણાય કે આ જમીનોનું દબાણ દૂર કરવાથી દબાણદારને હ છે , તે કફોડી સ્થિતિમાં મુકાઈ જાય તેમ છે , તો દબાણ નિયમિત કરવા માટે વિચારવું . કલેકટરોએ આવી ખેતીની જમીન ઉપરના દબાણ, દબાણ હેઠળની જમીન સહિત ખાતેદારનું ખાતું આઠ એકરથી વધે નહીં તે પ્રમાણે દબાણ નિયમિત કરી આપવું. જો આ ક્ષેત્રફળ આઠ એકર કરતાં વધી જાય તો તેટલી જમીન ઉપરનો કબજો છોડાવી લેવા તજવીજ કરવી.
( ૩ ) જો ખાલસા અને બીજા કોઈ કારણસર જેવી કે નવી શરતની જમીનના શરતભંગ વગેરે કારણોથી સરકાર દાખલ થયેલી વિકસીત થયેલી જમીન ઉપર દબાણો થયાં હોય તો દબાણ હેઠળની જમીન સહિત ખાતેદારનું કુલ ખાતું ચાર એકરથી વધુ નહીં તે મર્યાદામાં જ અને કબજા હક્કની રકમ ક્લેકટર નક્કી કરે તેનાથી અઢી ગણી રકમ દબાણદાર આપે એ શરતે જ દબાણ નિયમિત કરી આપવું તેવી જોગવાઈ છે.
( ૪ ) ઉપર ( ૩ ) સિવાયના ઉપરના દબાણોના કિસ્સામાં કબજાહક્કની રકમ નીચે મુજબ વસુલ લેવી.
૧. વણખેડાયેલી જમીન : આવી જમીન ઉપર પછાત વર્ગ તરફથી દબાણ થયેલું હોય તો તે ૬ પટ જેટલી કબજા હક્કની રકમ લઈને , બીન પછાતવર્ગ તરફથી દબાણ કર્યું હોય તો આકારના ૩૦ પટ જેટલી કબજા હક્કની ૨ કમ દબાણદાર ભરપાઈ કરી આપે તે તરફથી થયેલું હોય તો આકારના પંદ ૨ પટ જેટલી ૨ કમ અને બીન પછાતવર્ગ તરફથી થયું હોય તો આકારના ૩૦ પટ જેટલી રકમ દબાણદાર ભરપાઈ કરી આપે તે શરતે દબાણહેઠળની જમીનોનો કબજો નિયમિત કરી આપવો.
( ૫ ) ટેકનિકલ દબાણ : કેટલાક પ્રકારના દબાણો એવાં હોય છે કે જે દબાણદારોએ જાણી જોઈને કરેલાં હોતાં નથી , પરંતુ અજાણપણે અને અજ્ઞાનતાથી કરેલા હોય છે . જે દબાણો કાયદાના કડક અર્થમાં દબાણ કહી શકાય નહીં . દા.ત.
( અ ) જમીનોની માપણી ન થઈ હોય અને જમીનો ખાતેદારને આપવામાં આવી હોય ત્યારે આશરે કાઢેલા ક્ષેત્રફળ ઉપર આપવામાં આવેલી હોય પરંતુ જ્યારે માપણીથી ચોક્કસ ક્ષેત્રફળ નક્કી કરવામાં આળે ત્યારે તે વધુ થાય તો જેટલું ક્ષેત્રફળ વધે તેટલું ક્ષેત્રફળ દબાણની વ્યાખ્યામાં આવી જાય.
( બ ) જ્યારે જમીન એકસાલી ધોરણે ખેડવા આપી હોય અને તેની મુદત પૂરી થાય ત્યારે અરજદારે બીજા વર્ષ માટે પણ ખેડવા અરજી કરી હોય તે અરજી નામંજુર થઈ ન હોય , અરજદારને ખેડવા આપવી કે કેમ તેવો હુકમ થયો ન હોય , જેથી ખેડવા આપવામાં આવશે એ અપેક્ષાએ જમીન અરજદારે ખેડી હોય ત્યારે ટેકનીકલ દબાણો નીચે મુજબની શરતોને આધીન રહીને કલેકટર નિયમિત કરી આપી શકશે.
( ક ) ટેકનીકલ દબાણોના કિસ્સાઓમાં તા . ૧ લી માર્ચ ૧૯૬૦ ના સરકારી હુકમો લાગુ થાય છે . મતલબ કે દબાણ હેઠળની જમીન સહિત ખાતેદારનું કુલ ખાતું એક પોષણક્ષમ ક્ષેત્ર અથવા આઠ એકરની મર્યાદા કરતાં વધે નહીં તે શરતે આવાં દબાણો નિયમિત કરી આપવાં.
૧. પછાતવર્ગના દબાણદારોના કિસ્સાઓ : દબાણ થયું હોય ત્યારે જમીન વણખેડાયેલી હોય તો વિનામૂલ્યે આપવી અને જમીન ખેડાયેલી હોય તો આકાર છ પટ લઈને આપવી.
૨. બિનપછાત વર્ગના કિસ્સાઓ : દબાણ હેઠળની જમીન પટ લઈને ખેડાયેલી હોય તો વણખેડાયેલી હોય તો આકારના આકારના ૬૦ પટ લઈને આપવી.
ઉપર મુજબની શરતોને આધિન રહી મામલતદારો તેમના કાર્યક્ષેત્રમાં આવતા ગમે તે ગામ શહેરમાં એક એકર સુધી , નાયબ / મદદનીશ કલેકટર ૨ ( બે ) એકર સુધી અને ૨ ( બ ) એકર કરતાં ઉપરની મર્યાદામાં કલેકટર દબાણો નિયમિત કરી શકશે . આ અધિકારો છ શહેરી સંકુલો ( ૧ ) અમદાવાદ , ( ૨ ) વડોદરા ( ૩ સુરત ( ૪ ) રાજકોટ , ( ૫ ) ભાવનગર ( ૬ ) જામનગર શહેરી સંકુલ વિસ્તાર સિવાયના વિસ્તારો માટે આપવામાં આવેલા છે . આ છ શહેરી સંકુલ વિસ્તાર પૂરતા દબાણ નિયમિત કરવાની દરખાસ્તો સરકારશ્રીના હુકમો માટે રજૂ કરવી .
૭. ઉપરની ફકરા ૬ ની સૂચનાઓમાં ન આવતાં ખેતી વિષયક જમીનો પરનાં દબાણો નિયમબદ્ધ કરતી વખતે જો કોઈપણ જમીનમાં બિનપછાત વર્ગના ઇસમોએ દબાણ કર્યું હોય તો , નિયમબદ્ધ કરતા હોઈએ ત્યારની તે જમીનની અઢી ગણી શિક્ષાત્મક કબજા કિંમત વત્તા દબાણ કર્યા તારીખથી નિયમબદ્ધ થાય ત્યાં સુધીનો આકાર અને વેરા વસુલ કરવા . પરંતુ પછાત વર્ગના ઇસમો બક્ષીપંચે ભલામણ કરેલ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઇસમો પાસેથી તેમની આર્થિક સ્થિતિનો અભ્યાસ કરી મૂળ બજાર કિંમતથી ઓછી નહિ તેટલી કિંમત વત્તા દબાણ કર્યા તારીખથી નિયમબદ્ધ થાય ત્યાં સુધીનો આકાર અને વેરા લઈને દબાણ નિયમબદ્ધ કરી આપી શકાશે , જો તે કિંમત પણ ભરપાઈ કરી શકે તેમ ન હોય તો સરકારશ્રીમાં પૂરતાં સમર્થન આપી વિના મૂલ્યે કે રાહતના દરે જમીન આપવાની દરખાસ્ત કરવી .
૮. બીનખેતીની જમીનો પરના દબાણો નિયમિત કરવા બાબત : આવા દબાણો નીચે મુજબનાં બે પ્રકારનાં હોય છે.
૧. સરકારી જમીન પટે અપાયેલ હોય અને પટો રીન્યુ ન કરાવ્યો હોય અને કબજો સરકારને પરત ન સોંપ્યો હોય . ૨. સીધેસીધુ સરકારી જમીન પર દબાણ કરેલ હોય .
( ૧ ) ઉપર જણાવેલ કિસ્સા
( ૧ ) માં જે તારીખથી પટાની મુદત પુરી થઈ હોય તે તારીખથી શરૂ કરીને જે તારીખે દબાણ નિયમિત કરી આપવામાં આવે તે તારીખ સુધીના સમય માટે જે શરતોએ પટો આપ્યો હોય તે શરતો પ્રમાણે ભાડું વસુલ કરવું . તે ઉપરાંત આવા ચડેલા ભાડા પર
( અ ) ૨૫ ટકાના દરે દંડનીય ભાડુ વસુલ કરવું .
( બ ) બીનખેતીનો ધારો પટાની મુદત પુરી થઈ હોય ત્યારથી લઈને દબાણ નિયમિત કરવામાં આવે ત્યાં સુધીના સમય માટે નિયમ પ્રમાણે વસુલ કરવો .
( ક ) તે ઉપરાંત જમીન મહેસૂલ સંહિતાની કલમ ૬૧ અને જમીન મહેસૂલ નિયમોના નિયમ -૧૦૩ ની જોગવાઈ પ્રમાણે દંડ વસૂલ કરવો .
( ડ ) દબાણ નિયમિત કરવામાં આવે તે તારીખનો જમીનનો બજારભાવ ગણવો . આ બધી શરતોને આધીન દબાણ કરેલ જમીન નવી શરતે દબાણ નાર વ્યક્તિને રહેઠાણ માટે આપી શકશે .
( ૨ ) બીજી સરકારી ખુલ્લી જમીનો પર રહેઠાણ માટે કરવામાં આવેલ દબાણ જો નિયમિત કરી આપવાનું નક્કી કરવામાં આવે તો દબાણ નિયમિત કરવાનો નિર્ણય થાય તે તારીખે ચાલુ બજાર ભાવની અઢી ગણી કિંમત વત્તા દબાણ કર્યા તારીખથી નિયમબદ્ધ થાય ત્યાં સુધીનો આકાર અને વેરા લઈ નવી શરતે વેચાણ આપી શકાશે . પછાત વર્ગના કે બક્ષીપંચે ભલામણ કરેલ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઇસમોએ કરેલ આવા દબાણ અંગે કલેકટરશ્રીએ ગુણદોષ પર લાગે કે અઢી ગણી કિંમત વત્તા દબાણ કર્યા તારીખથી નિયમબદ્ધ થાય ત્યાં સુધીનો આકાર અને વેરા વસૂલ કરવા એ દબાણદાર માટે ખૂબ આકરું પડશે તો બજારભાવથી ઓછી નહીં અને વધુમાં વધુ અઢી ગણી કિંમત એ બે વચ્ચેનો કોઈ દરે વત્તા દબાણ કર્યા તારીખથી નિયમબદ્ધ થાય ત્યાં સુધીનો આકાર અને વેરા દરેક કિસ્સાનાગુણદોષ પ્રમાણે નક્કી કરી શકાશે.
૩. સરકારી બીનખેતીની જમીનો પરનાં દબાણો ( વ્યાપારીક અને ઔદ્યોગિક હેતુ સિવાયના ) નિયમિત કરવાની સત્તાઓ , નીચે પ્રમાણે આપવામાં આવેલ છે . આ સત્તાઓ મોટા શહેરો ( અમદાવાદ ( ૨ ) વડોદરા ( ૩ ) સુરત ( ૪ ) રાજકોટ ( ૫ ) જામનગર અને ( ૬ ) ભાવનગરમાં જીલ્લા કલેકટરશ્રી ભોગવી શકશે નહીં અને તેને માટેની દરખાસ્ત સરકારશ્રીની મંજુરી માટે રજૂ કરવાની રહેશે.
૪. સાર્વજનિક કામો માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા થતા જમીનના દબાણો નિયમિત કરી આપવા બાબત :
પંચાયતો કે શાળા મંડળો તરફથી સરકારી જમીનની સાર્વજનિક હેતુઓ માટે માંગણી કરવામાં આવે ત્યારે જરૂરી કાર્યવાહી ત્વરાથી કરી માંગેલી મંજુરી અંગે જેટલું બને તેટલું અંતિમ નિરાકરણ થાય તે મુજબની કાર્યવાહી કરવા કલેકટરોને સૂચના છે . જેથી દબાણના પ્રશ્નો ઊભા થાય નહીં . આમ છતાં સરકારી જમીનો ઉપર સાર્વજનિક હેતુઓ માટે પંચાયતો વગેરે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા નફાકારક પ્રવૃત્તિ સિવાયના થયેલ હેતુ માટે દબાણોના કિસ્સાઓ ઉપરની મર્યાદાને આધીન રહીને જીલ્લા કલેકટરોને નામનો રૂ . ૧ દંડ લઈ સવાલવાળી જમીન મહેસુલ માફીથી ગણી દબાણ નિયમિત કરવાની સત્તા આપવામાં આવે છે
૫. મુંબઈ પરચૂરણ ઇનામ નાબુદી ધારો , ૧૯૫૫ હેઠળની જમીન ઉપરના અનઅધિકૃત કબજા નિયમબદ્ધ કરવા બાબત.
મુંબઈ પરચૂરણ ઇનામ નાબુદી ધારો , ૧૯૫૫ હેઠળ જમીનની કબજા હક્કની રકમ ભરવાની મુદત સરકારશ્રીના મહેસુલ વિભાગ દ્વારા અવારનવાર વધારી આપવામાં આવેલ હતી અને તે મુજબ કબજાહક્કની રકમ ભરનાર ખેડૂતોને જમીનો રીગ્રાન્ટ કરવામાં આવી હતી . પરંતુ નાના ખેડૂતો પરચૂરણ ઇનામ નાબુદીધારા અન્વયેની તેમના કબજા હસ્તકની જમીનોના કબજાહક્ક મેળવવા માટે જરૂરી પટની રકમ સરકારે નિયત કરેલ સમયમર્યાદામાં ભરી શક્યા નથી . પરિણામે આવી જમીનો તેવા નાના ખેડૂતોના લાંબાગાળાના કબજા ભોગવટામાં હોવા છતાં તેઓ તે જમીનોના કબજા હક્ક મેળવી શક્યા નથી . આવી જમીનો મહેસૂલી તંત્ર દ્વારા અનઅધિકૃત કબજામાં એટલે કે દબાણમાં હોવાનું ગણવામાં આવતું હોવાથી આવા ખેડૂતનો કબજાહક્ક મેળવી શકે તે માટે મુંબઈ પરચૂરણ ઇનામ નાબુદીધારો , ૧૯૫૫ ની કલમ ૯ મુજબ આવી પરચૂરણ ( ચાકરીયાત પસાયતા ) જમીનનો કબજાહક્ક મેળવવા નિયત સમયમર્યાદામાં આકારના ૬ પટ ભર્યેથી આવી જમીનો નવી અને અવિભાજ્ય સત્તા પ્રકારે રીગ્રાન્ટ થતી હતી . ઉક્ત કાયદાની કલમ ૧૦ મુજબ નિયત સમયમર્યાદામાં રીગ્રાન્ટ ન થયેલ જમીનો ઉપર કબજેદારોનો અનઅધિકૃત કબજો ગણાય એટલે કે તેઓએ ધારણ કરેલી જમીન દબાણ તરીકે ગણાય , જે સરકાર દાખલ કરવાપાત્ર થાય . મુંબઈ પરચૂરણ ઇનામી નાબુદીદારો , ૧૯૫૫ તા . ૩૧-૩-૨૦૦૦ થી રીપીલ કરવામાં આવેલ છે , જેના કારણે તે કાયદા હેઠળ હવે તેવી જમીનો રીગ્રાન્ટ કરવા માટેની તે કાયદા નીચે મુદત વધારી શકાય તેમ નથી . ખેડૂતોની અજ્ઞાનતા , નિરક્ષરતા તેમજ જાગૃતિના અભાવે ઘણાં કિસ્સાઓમાં ચાકરીયાત પસાયતા જમીનો રીગ્રાન્ટ કરવાના કેસો રાજ્યમાં પડતર રહેવા પામેલ છે . આવી જમીનો રીગ્રાન્ટ કરવામાં ન આવે તો તેવા કબજેદારો પાસેથી જમીનનો કબજો છોડાવવો પણ મુશ્કેલ છે . આવી જમીન ઉપર ચાકરીયાત પસાયતાના વારસદારોનો વંશપરંપરાગત કબજો છે . તેથી સરકારશ્રીએ આ બાબતે ઉદાર અને સહાનુભૂતિપૂર્વક નીતિ અપનાવી આવી જમીનો ઉપરના કબજા સરકારશ્રીના મહેસુલ વિભાગના ઉપર જણાવેલ
તા . ૮-૧-૧૯૮૦ના ઠરાવની જોગવાઈઓ ધ્યાને લઈ નિયમબદ્ધ કરવાનું ઠરાવેલ છે . જે હાલમાં પણ અમલમાં છે . અને તે મુજબ આવી જમીનોના કબજા નિયમબદ્ધ કરી શકાય છે . તા . ૮-૧-૧૯૮૦ના ઠરાવની જોગવાઈ મુજબ જો આવા દબાણો એટલે કે અનઅધિકૃત કબજા તા . ૩૧-૩-૧૯૭૨ની તારીખે ત્રણ વર્ષ થયા હોય તો નીચેની શરતોને આધીન નિયમબદ્ધ કરી શકાય છે.
( ૧ ) વણખેડાયેલી જમીન ( Virgin land ) : આવી જમીન ઉપર પછાતવર્ગ તરફથી દબાણ થયેલ હોય તે ૬ પટ જેટલી કબજા હક્કની રકમ લઈને અને જો બીનપછાતવર્ગ તરફથી દબાણ થયું હોય તો આકારના ૩૦ પટ જેટલી કબજા હક્કની રકમ દબાણદાર ભરપાઈ કરી આપે તે શરતે દબાણ હેઠળની જમીનનો કબજો નિયમિત કરી આપવાનો રહેશે.
( ૨ ) ખેડાયેલી જમીન ( Non Virgin land ) : જો આવી જમીનોનું દબાણ પછાતવર્ગ તરફથી થયેલું હોય તો આકારના ૧૫ પટ જેટલી રકમ અને જો બીનપછાતવર્ગ તરફથી થયું હોય તો આકારના ૬૦ પટ જેટલી રકમ દબાણદાર ભરપાઈ કરી આપે તે શરતે દબાણ હેઠળની જમીનનો કબજો નિયમિત કરી આપવાનો રહેશે.
( ૩ ) જે તારીખથી અનઅધિકૃત કબજો હોય તે તારીખથી નિયમોનુસારનું જમીન મહેસુલ તથા અન્ય ઉપકરો વગેરેની બાકી રકમ જે તે કબજેદાર પાસેથી વસુલ કરવાની રહેશે.
આમ ઉપર મુજબ સરકારી જમીનો ઉપરના દબાણો બાબતે અને ચાકરીયાત પસાયતના બાબતની જમીનના અનઅધિકૃત કબજા બાબતે સરકારશ્રી તરફથી જે નીતિ અમલમાં મૂકવામાં આવેલ છે , તે નીતિ મુજબ જે તે પછાતવર્ગ અથવા બીનપછાતવર્ગના કબજેદારો / દબાણદારો તેનો લાભ લઈ શકે છે .
No comments:
Post a Comment