નવી શરતની જમીનના શરતભંગ સામેની કાર્યવાહી - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Saturday, August 27, 2022

નવી શરતની જમીનના શરતભંગ સામેની કાર્યવાહી

 નવી શરતની જમીનના શરતભંગ સામેની કાર્યવાહી

નવી શરતની જમીન ધારણ કરનાર ખાતેદારોએ કોઇપણ શરતનો ભંગ કરેલ હોય તો તેની જમીન સરકારમાં ખાલસા કરી નિયમ પ્રમાણે નિકાલ કરવાનો રહે છે.

પછાતવર્ગની વ્યક્તિએ કરેલ શરતભંગ બદલ :

    જો ખાતેદાર પછાતવર્ગનો હોય અને તેની પ્રથમ ભૂલ હોય તો જમીન ખાલસા કર્યા બાદ રૂા .૧ / - ની નાની કબજા હક્કની કિંમત લઇ જમીન રીગ્રાન્ટ કરવી . જ્યારે કલેક્ટરને જમીન રીગ્રાન્ટ કરવાનું મુનાસીબ લાગે નહી ત્યારે જમીન એકસાલી પટ્ટાથી તેને વર્ષ બે વર્ષ માટે ખેડવા આપવી અને આકારના એક પટા જેટલું ભાડું વસુલ લેવું અને ખાતેદારની ભવિષ્યની વર્તણૂંકથી સંતોષ થાય તો તેને નવી શરતે જમીન ગ્રાન્ટ કરવી. 

બીન પછાતવર્ગની વ્યક્તિએ કરેલ શરતભંગ બદલ :

     બીનપછાતવર્ગની વ્યક્તિએ નવી શરતના પ્રતિબંધનો ભંગ કરી જમીનની તબદીલીનો વ્યવહાર કર્યો હોય ત્યાં જમીન ખાલસા કરાશે પણ પછી તે જમીન તે જ વ્યક્તિને નવી અને અવિભાજ્ય શરતે યોગ્ય કબજાહક્કની કિંમત લઇ અપાશે . કબજાહક્કની કિંમત કલેક્ટરને યોગ્ય લાગે તે મુજબ કેસના ગુણદોષ તપાસીને જેવી કે વ્યક્તિની સ્થિતિ અને જમીન વ્યક્તિના કુટુંબના ગુજરાન માટે જરૂરી હોય અને આ તેની પહેલી કસુર હોય , તે ધ્યાનમાં લઇ કલેક્ટરશ્રી નક્કી કરશે . જો કલેક્ટરને આવી રીતે જમીન સીધેસીધી કાયમી પાછી આપવાનું યોગ્ય ન લાગે ત્યાં જમીન એકસાલી પટે બે ત્રણ વર્ષ માટે આપવી અને તે માટે પટેદારના લક્ષમાં લઇ યોગ્ય ભાડું ઠરાવવું અને વ્યક્તિની વર્તણૂક સંતોષકારક જણાયે જમીન નવી શરતે ગ્રાન્ટ કરવી.

પછાતવર્ગની વ્યક્તિએ કરેલ શરતભંગ બદલ


નવી શરતની જમીનના કરારભંગ બદલની જોગવાઇઓ : 

(૧)        જો કોઇ જમીન ખાસ ધારાધોરણ અને શરતોને આધિન રહીને મંજૂર કરવામાં આવી હોય અને અગર તે અંગેની કબુલાત ઠરાવેલ નમુનામાં જમીન મેળવનાર પાસે ભરાવવામાં આવી હોય અને તે શરતોનો કબુલાતના નમુનામાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો તે જમીનનો કબજો ભોગવટો જમીન મહેસુલ અધિનિયમની કલમ -૬૮ મુજબ તે કલમ અને અન્ય શરતોને આધિન છે તેમ સ્પષ્ટપણે લેખી શકાય અને કબુલાતમાં જમીન જપ્ત કરવા અગર તો તેની મંજૂરી રદ કરવા અંગે સ્પષ્ટ ઉલ્લેખ ન હોવા છતાં પણ કોઇ પણ શરતના ભંગ માટે જમીન મહેસુલ અધિનિયમ કલમ ૭૯ - એ મુજબ કાર્યવાહી હાથ ધરી શકાય છે . 

( ૨ )     સીધા , આડકતરા અગર સાંયોગિક પુરાવાના આધારે કોઇ જમીનની મંજુરી નવી શરતની છે , તેમ પુરવાર ન થાય તો ફક્ત ગામ નમુના નં .૭ / ૧૨ માં “ નવી શરત ’ ’ એવો ઉલ્લેખ હોવા છતાં તે આધારે શરતભંગ બદલ જમીનની મંજુરી રદ થઇ શકતી નથી અને જમીન સરકાર હસ્તક દાખલ કરવાની કાર્યવાહી થઇ શકે નહી . આવાકિસ્સાઓમાં જ્યાં “ કબુલાત ” જરૂરી નમુનામાં ન હોય અથવા ખોવાઇ ગયેલ હોય ત્યાં નવી ‘ ‘ કબુલાત ’ ’ લેવી જરૂરી છે . 

( ૩ )     જમીન મહેસુલ અધિનિયમની કલમ -૭૦ હેઠળ જો કોઇ નિયંત્રીત સત્તા પ્રકારની જમીન ( નવી શરતની ) કે જેની કલેક્ટરની પરવાનગી વગર તબદીલી ન થઇ શકે તેવી જમીનની બાબતમાં કોર્ટ તરફથી હુકમનામાથી ટાંચમાં લેવાઇ હોય તો કલેક્ટર આ જમીન નવી શરતની હોઇ બીન તબદીલીને પાત્ર છે તેવો વાંધો ઉપસ્થિત કરી શકે નહી . પરંતુ જ્યારે જમીન ઉપરના હુકમનામાનો અમલ બજવણી વખતે જમીનનું વેચાણ થાય તે તબક્કે જમીન તબદીલ કરવા બાબતની પરવાનગી ન આપવા કલેક્ટરને સત્તા છે . 

( ૪ )     જમીન મહેસુલ અધિનિયમની કલમ -૭૩ એ થી જમીનની તબદીલી કલેક્ટરની પૂર્વ મંજુરી સિવાય કરી શકાય નહી તેવું નિયંત્રણ મુકેલ છે . કલમ -૩ ના મુદ્દા ( ૧૭ ) ના અર્થ મુજબ કબજાહક્ક એટલે કે જમીનનો કબજેદારે તારણ કરેલો ભાગ એવો થાય છે . આ વ્યાખ્યા કલમ -૭૩ એ ના અનુસંધાનમાં વિચારતાં કલેક્ટરની પૂર્વ મંજુરી સિવાય જમીનની તબદીલી થઇ શકે નહી એટલે માટે જમીન ભાડે અથવા પટે આપવી તેનો અર્થ એ થાય છે કે જમીન ભોગવવાના હક્કની તબદીલી કરવી . તેથી ખેતીની જમીનને પટે ધારણ કરવી તે જમીનની તબદીલી લેખાય . આવી તબદીલી કલમ -૭૩ એ ના અર્થમાં કલેક્ટરની પૂર્વ મંજુરી સિવાય થઇ શકે નહી . 

( ૫ )     નવી શરતની જમીનનું રૂપાંતર જુની શરતમાં કર્યા બાદ જે હેતુ માટે અરજી કરવામાં આવેલ હોય તે હેતુ જો નિયત સમયમર્યાદામાં ફળીભૂત ન થાય તો ત્રણ માસની નોટીસ આપીને કોઇપણ જાતનું વળતર ચૂકવ્યા સિવાય જમીન સરકાર હસ્તક લેવા માટે જપ્ત કરવામાં આવશે . 

નવી શરતની જમીનના શરતભંગ માટેના કિસ્સાઓ સામે સાવચેતી રાખવી : 

  • ગામ નમુના નં . ૭/૧૨ ના કોલમ “ બીજા હક્ક ' માં રાખેલ નોંધ ઉપરાંત પણ આ નમુનામાં ડાબા હાથ ઉપરના ખૂણામાં લાલશાહીથી “ નવી શરતની જમીન ’ ’ એવી નોંધ રાખવી જોઇએ. 
  • પહાણીપત્રક બનાવતી વખતે અથવા ફેરફાર નોંધો કરતી વખતે તલાટીએ શરતભંગના કિસ્સાઓ બદલ તુર્ત મામલતદારને જ નિવેદન કરવું , મામલતદાર તથા પ્રાંત અધિકારીશ્રીઓએ તેમના ફેરણી દરમ્યાન શરતભંગના કિસ્સાઓની ચકાસણી કરી યોગ્ય કાર્યવાહી કરવી. 
  • સર્કલ ઓફીસર તથા સર્કલ ઇન્સ્પેક્ટરોએ પાકની તપાસણી વખતે અથવા તો ફેરફાર નોંધોની ચકાસણી વખતે નવી શરતની જમીનના કિસ્સામાં શરતભંગ માલુમ પડે તો તુરત જ મામલતદારને જાણ કરવી .
  • ફેરણી અધિકારીઓએ પોતાના ધ્યાન ઉપર આવા શરતભંગના કિસ્સા આવે ત્યારે તેમની માસિક ડાયરીમાં આનો ઉલ્લેખ કરવો. 
  • કલેક્ટર અને પ્રાંત અધિકારી તથા જિલ્લા દફતર અધિકારીએ સર્કલ ઓફીસર અથવા સર્કલ ઇન્સ્પેક્ટરોની ડાયરીમાં ચકાસણી કરી નવી શરતની જમીનના કિસ્સાઓ શોધી કાઢવા અને તલાટીની કામગીરી પરત્વે ખાસ ધ્યાન આપવું.
  • જે કોઇ અધિકારીએ નવી શરતની જમીનના શરતભંગના કિસ્સાઓ વિશે ચુપકીદી સેવી હોય તો તેમની સામે કડક નશ્યતના કલેક્ટરે પગલાં લેવાં. 
  • ફક્ત “ નવી શરત ’ શબ્દ ગામ રેકર્ડમાં લખવાથી જમીન અવિભાજ્ય અને બીનતબદીલીપાત્ર છે તેવો સ્પષ્ટ અર્થ જણાઇ આવતો નથી જેથી સાવચેતી રૂપે ગામ નમુના નં . ૬,૭૧૨ માં તથા બીજા રજીસ્ટરોમાં આ જમીનની ગ્રાન્ટ “ અવિભાજ્ય અને બીનતબદીલીપાત્ર ’ ’ છે કે કેમ તે સ્પષ્ટપણે દર્શાવવું જોઇએ.
  • હક્કપત્રકની જે નોંધોમાં જમીનની ગ્રાન્ટ સંબંધી કોઇ કબુલાત અથવા કરારની અથવા બીજા કોઇ પુરાવાઓ ઉપલબ્ધ ન હોય તો આવી નોંધો જ્યાં સુધી એ પુરવાર ન થાય કે તે ખોટી છે ત્યાં સુધી બદલવી નહિ. 
  • જ્યારે કોઇપણ ઇસમ દસ્તાવેજી અથવા બીજા પુરાવાઓ પરથી એવો વાંધો ઉઠાવે કે સત્તાપ્રકાર વિષેની વિગતો રેકર્ડમાં ખોટી રીતે લખવામાં આવેલી છે અથવા જ્યારે ગામ દફતરની તપાસણી વખતે એવી ખોટી વિગતો માલુમ પડે ત્યારે રેકર્ડઓફ રાઇટસના ધોરણે કાયદેસરની કાર્યવાહી કરી ગામ નમુના નં . ૬ તથા ૭/૧૨ માં આ જમીન અવિભાજ્ય અથવા બીન તબદીલીપાત્ર અથવા બંને છે તેવો નિર્ણય કરી નોંધ કરવી .

“ રેવન્યુ એકાઉન્ટસ મેન્યુઅલ ’ ’ માં ઠરાવ્યા પ્રમાણે ગામ નમુના નં . ૧ ની તારીજના સદર હેઠળ જમીનોનો ૨ કબો તથા આકાર બતાવવામાં આવેલ છે . તેમ છતાંયે જમીનના વર્ગીકરણની પધ્ધતિ નીચે મુજબ ગામના નમુના નં . ૧ માં દાખલ કરવી. 

જમીનોના હક્કપ્રકાર પ્રમાણે વર્ગીકરણ ગામ નમુના નં . ૧ ના કોલમ ( ૨ ) માં જણાવવું. 

( અ ) "જુની શરત" આ સદર હેઠળ જમીન મહેસુલ અધિનિયમની કલમ ૬૩ હેઠળ રૈયતવારી પ્રકારની અને જે જમીનોના વેચાણના તથા ભાગલા પાડવાના કબજેદારને હક્ક હોય તે ગણવી. 

( બ ) "નવી શરત" જમીન મહેસુલ અધિનિયમની કલમ -૭૩ એ હેઠળની જે વિક્રિયાદી નિયંત્રિત હોય તેવી જમીન. 

( ૧ ) જમીન મહેસુલ અધિનિયમની કલમ -૭૩ એ હેઠળની વિક્રિયાદી નિયંત્રિત જમીનો. 

( ૨ ) ગણોતધારાની કલમ -૪૩ અથવા ગણોતધારાની બીજી કલમો હેઠળ જૈવિક્રિયાદી નિયંત્રિત હક્કવાળા પ્રકારની કબજા હક્કવાળી જમીન. 

( ક ) દેવસ્થાન ઇનામી જમીન. 

( ડ ) ઉપર ( ૧ ) થી ( ૩ ) માં ન આવતી હોય તેવી જમીનોમાં સદર હેઠળનો જમીન પ્રકાર સ્પષ્ટ વિગતથી લખવો.

        ઉપરોક્ત જણાવ્યા પ્રમાણે વર્ગીકરણ ગામ નમુના નં . ૧ દર્શાવી તેની તારીજ સદરહુ ગામ નમુનામાં જણાવ્યા પ્રમાણે કાઢવી અને જ્યારે મહેસુલી અધિકારી ગામે ફેરણામાં જાય ત્યારે તેમાંની નોંધો પહાણીપત્રક અને હક્કપત્રકમાં થયેલ ફેરફાર સાથે તપાસી જો કોઇ શરત અથવા હક્કપ્રકાર વિરુધ્ધ કૃત્ય થયું હોય તો તે અંગે કાર્યવાહી કરવી . આ બદલ કલેક્ટરશ્રીએ નાયબ મામલતદાર , સર્કલ અધિકારી તથા તલાટીઓને જરૂરી સમજ આપવી અને જો કોઇ કેસમાં તલાટીને ફેરણી અથવા પહાણીપત્રક કરતી વખતે કાયદા વિરુધ્ધ શરતભંગ થયો જણાય તો તેનો રીપોર્ટ ઉપલા અધિકારીઓને કરવો અને ઉપલા અધિકારીઓએ તે અંગે જરૂરી પગલાં લેવાં.

No comments: