ખાસ સચિવ મહેસુલ વિભાગ(વિવાદ) માં જમીન ની તકરાર અંગે રિવિઝન અપીલ કઈ રીતે દાખલ કરવી ? Special Secretary Revenue Department - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Wednesday, September 22, 2021

ખાસ સચિવ મહેસુલ વિભાગ(વિવાદ) માં જમીન ની તકરાર અંગે રિવિઝન અપીલ કઈ રીતે દાખલ કરવી ? Special Secretary Revenue Department

 


પ્રસ્તાવના

ખાસ સચિવ મહેસુલ વિભાગ(વિવાદ) તરીકે ઓળખાતી આ કચેરી સને ૧૯૬૪ માં અસ્તિત્વમાં આવી છે. આ કચેરી મહેસુલ વિભાગનો એક પ્રભાગ છે. જીલ્લા કક્ષાએ મહેસુલી અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ હુકમો/નિર્ણયો સામે કાયદાકીય રીતે આ કચેરી અપીલ/રિવિઝનનું કામ કરે છે.
રાજ્ય સરકાર દ્વારા મહેસુલ વિભાગમાં મહેસુલી અધિકારીઓએ જમીન મહેસુલ કાયદાની જોગવાઇઓ અનુસાર કરેલા હુકમોને કાયદા મુજબ એપેલેટ/રિવિઝનની કામગીરી કરવા સારૂ સને ૧૯૬૪માં ખાસ સચિવની નિમણુંક કરી ખાસ સચિવને એપેલેટ/રિવિઝનની સત્તા રૂલ્સ ઓફ બીઝનેસ મુજબ આપી અને ત્યારથી આ કચેરી કલેક્ટરશ્રીઓ તથા જીલ્લા વિકાસ અધિકારીશ્રીઓ તથા અન્ય મહેસુલી અધિકારીઓએ કરેલ હુકમો સામે દાખલ થતી અપીલ/રીવિઝનની કામગીરી કરે છે.

ઉદ્દેશો અને હેતુઓ

પક્ષકારોને યોગ્ય ન્યાય મળે તેટલા માટે કેસોના ઝડપી નિકાલ અર્થે અવારનવાર ઝુંબેશ હાથ ધરવામાં આવે છે તથા આધુનિક ટેકનોલોજીની મદદથી પારદર્શક તથા ગતિશીલ વહીવટ માટે સતત પ્રયત્ન ચાલુમાં છે.

વિભાગના મુખ્ય કાર્યો

૧. - જમીન મહેસુલ અધિનિયમ ૧૮૭૯ ની કલમો તથા જમીન મહેસુલ નિયમો ૧૯૭૨ હેઠળ રાજયના કલેક્ટરશ્રીઓ, જીલ્લા વિકાસ અધિકારીશ્રીઓ તથા અન્ય મહેસુલી અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ હુકમોથી નારાજ થઈને તે અરજદાર દ્વારા અત્રે જમીન મહેસુલ અધિનિયમની કલમ-૨૧૧ હેઠળ રિવિઝન કરવામાં આવે છે.

૨. - રૂલ્સ ઓફ બીઝનેસ, ૧૯૯૦ અન્વયે ગુજરાત સરકારના મહેસુલ વિભાગએ હુકમ ક્રમાંક : ઓએફએમ-૧૦૨૦૧૩/૧૦૫૫/બી, તા.૧૯/૦૧/૨૦૧૫ થી શીડયુલ-૩ અને ૭ બહાર પાડેલ છે. જે અન્વયે અત્રેને અપીલ/રિવિઝનના કેસોમાં નિર્ણય લેવાની સત્તાઓ આપેલ છે. અત્રેને જે કાયદાકીય સત્તાઓ આપવામાં આવેલ છે તે નીચે મુજબ છે.

પ્રક્રિયા

જમીન મહેસુલ અધિનિયમ ૧૯૭૯ ની કલમો તથા જમીન મહેસુલ નિયમો ૧૯૭૨ તથા અન્ય કાયદા હેઠળ રાજયના કલેક્ટરશ્રીઓ, જીલ્લા વિકાસ અધિકારીશ્રીઓ તથા અન્ય મહેસુલી અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ હુકમોથી નારાજ થઈને તે અરજદાર દ્વારા અત્રે અપીલ/રિવિઝન કરવામાં આવે છે.
ચેક લીસ્ટ અને એકરારનો નમુનો જોવા અહી ક્લિક કરો :
ડાઉનલોડ [Gujarati] [178 KB]

 

ફોર્મસ


અરજદાર અત્રે જે વાદગ્રસ્ત હુકમથી નારાજ થયેલ હોય અને તેની સામે અપીલ/રિવિઝન કરવા માંગતા હોય તો તેઓ લેખિતમાં તેઓની રજૂઆત અરજી આપી શકે છે. આ માટે કોઈ નિયત ફોર્મ નથી.
અનુ. ક્ર.માહિતીડાઉનલોડ
ચેક લીસ્ટ
ડાઉનલોડ [Gujarati] [307 KB]
એકરારનો નમુનો
ડાઉનલોડ [Gujarati] [230 KB]

અહિયાં  નીચે મુજબ અરજઅપીલ અને રીવીઝન કરી શકાય છે :



શીડયુલ - VII
ક્રમ નં.વિગત
૧.જમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૯ અન્વયે કલમ-૨૦૩,૨૦૪,૨૧૧ હેઠળ અપીલ અને રીવીઝન
૨.ગુજરાત મહેસૂલ નિયમો-૧૯૭૨ અપીલ નિયમ ૧૦૮(૬ એ) અન્વયે રીવીઝન
૩.મુંબઈના ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા તથા તેનું એકત્રીકરણ કરવા બાબત કાયદો-૧૯૪૭ ની કલમ-૩૫ હેઠળ રીવીઝન
૪.ગુજરાતનો કોર્ટ ઓફ વોડ્ઝ કાયદો-૧૯૬૩ કલમ ૪૧-૪૨ હેઠળ અપીલ/રીવીઝન
૫.મુંબઈ ગણોત અને ખેતીની જમીનનો કાયદો-૧૯૪૮ કલમ ૩૨ P U/S(9) & (10) હેઠળ અપીલ
૬.મુંબઈ ગણોત અને ખેતીની જમીનનો કાયદો-૧૯૪૮ કલમ ૭૬AA હેઠળ રીવીઝન
૭.મુંબઈ ગણોત અને ખેતીની જમીનનો કાયદો-૧૯૪૮ કલમ ૭૩A(૩) હેઠળ રીવીઝન
૮.મુંબઈ ગણોત અને ખેતીની જમીનનો (વિદર્ભ અને કચ્છ વિસ્તારને લાગુ) કાયદો-૧૯૫૮ કલમ ૧૦૬A(3) હેઠળ રીવીઝન
૯.ગુજરાત ખેતજમીન ટોચમર્યાદા બાબતનો ૧૯૬૦ ના કાયદાની કલમ-૨(૩) અન્વયે અપીલ/ફેરતપાસ
૧૦.મુંબઈ કચ્છ વિસ્તાર માટેની ઈનામી નાબૂદી ધારો-૧૯૫૮ ની કલમ ૩(૨), ૩(૩) અપીલ/રીવીઝન
૧૧.મહેસૂલ ખાતાના ઠરાવ નં એલટીએ/૧૦૫૮/આઈએક્સવી/૪૪૬એલ. તા. ૨૫/૬/૫૯ તથા લીગલ ડીપાર્ટમેન્ટના નં. એલટીએ/૧૦૬૧/૯૬૩૩૧ જે તા: ૨૬/૧૧/૬૨, RULES-5 અન્વયે અપીલ
૧૨.મુંબઈનો તાલુકાદારી હિત સંબંધી નાબૂદી કાયદો ૧૯૪૯ ની કલમ ૪ અને ૫ (એ) અન્વયે અપીલ
૧૩.સાગબારા અને મેવાસી જાગીર માલિકી હકક નાબૂદ કરવા વિ. બાબતો ૧૯૬૨ ના રેગ્યુલેશનની કલમ-૩ અન્વયે અપીલ

શીડયુલ - III
ક્રમ નં.વિગત
૧.ગુજરાત મ્યુનિસિપાલીટી એકટ-૧૯૬૩ ની કલમ-૮૧ (૨) હેઠળ અપીલ
૨.ગુજરાત પંચાયત એક્ટ-૧૯૯૩ ની કલમ ૧૧૩(૨) હેઠળ અપીલ
૩.ધી ગુજરાત પ્રોહીબીશન ઓફ ટ્રાન્સફર ઓફ ઈમમૂવેબલ પ્રોપર્ટી એન્ડ પ્રોવીઝન ઓફ ટેનન્ટસ ફ્રોમ ઈવીકેશન ફ્રોમ પ્રીમાઈસીસ ઈનડીસ્ટ્રીબ્યુટેડ એરીયા કાયદા-૧૯૮૬ ની કલમ ૬, હેઠળ અપીલ
૪.ધી ગુજરાત પ્રોહીબીશન ઓફ ટ્રાન્સફર ઓફ ટ્રાન્સફર ઓફ ઈમમૂવેબલ પ્રોપર્ટી એન્ડ પ્રોવીઝન ફોર પ્રોટેક્શન ઓફ ટેનન્ટસ ફોમ ઈવીકેશન ફોર્મ પ્રીમાઈસ ઈન ડીસ્તબર્ડ એરીયા કાયદા-૧૯૯૧, ૭(D)(2) હેઠળ ની કલમ
૫.ધી મુંબઈ ગણોત અને ખેતીની જમીનના કાયદા-૧૯૪૮ અન્વયે કલમ ૬૩(A)(A), 3(ડી)૧ અન્વયે અપીલ
૬.ધી સૌરાષ્ટ્ર ધરખેડ ગણોત પતાવટ અને ખેતી ઓર્ડીનન્સ-૧૯૪૮ ની કલમ-૫૪ અને ૭૫ હેઠળ અપીલ અરજી

No comments: