ગુજરાત સરકાર , મહેસૂલ અને ખેતીવાડી ખાતુ
પરિપત્ર ક્રમાંક : એલ.એન.ડી.એ. ૧૦૯૪ - એમ -૧૩૯૮૨ અ
સચિવાલય અમદાવાદ -૧૫ . તા . ૧૦ જુલાઈ , ૧૯૬૪
સરકારી પરિપત્ર
ટુકડા બંધી ધારા અન્વયે ખેતીની જમીનના ટુકડાઓની બીનખેતીના હેતુઓ માટે ફેરબદલી કરવા અંગે તકલીફ પડે છે તેથી સરકારે ઠરાવ્યું છે કે જો ટુકડાનો કબજેદાર અને તે ટુકડો ખરીદવાની ઈચ્છા રાખનાર, બાનાખત કર્યા પછી , બન્નેની સહીથી બીનખેતીની પરવાનગી મળવા ભેગી અરજી કરે તો તે અરજી સ્વીકારવી અને બીનખેતીની પરવાનગી આપવા અંગે જરૂરી કાર્યવાહી જમીન મહેસુલ સંહિતાની કલમ ૬૫ મુજબ શરૂ ક૨વી. આ રીતે કબજેદાર, ટુકડો બીનખેતીમાં ફેરવાયેથી તે ખરીદવાની ઈચ્છા રાખનારને ટુકડા બંધી ધારાનો ભંગ કર્યા સિવાય વેચી શકશે . ગુજરાત રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે ,
સહી ઉં.વા.ભટ્ટ ઉપસચિવ
મહેસુલ અને ખેતીવાડી ખાતુ ગુજરાત સરકાર
No comments:
Post a Comment