બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત જેવા કે સોલર / વિન્ડ / વિન્ડ-સોલર હાઈબ્રિડ એનર્જીના ઉપયોગથી ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન માટે સરકારી પડતર જમીન ભાડાપટ્ટે ફાળવવાની નીતિ – ૨૦૨૩ - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Wednesday, May 10, 2023

બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત જેવા કે સોલર / વિન્ડ / વિન્ડ-સોલર હાઈબ્રિડ એનર્જીના ઉપયોગથી ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન માટે સરકારી પડતર જમીન ભાડાપટ્ટે ફાળવવાની નીતિ – ૨૦૨૩

બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત જેવા કે સોલર / વિન્ડ / વિન્ડ-સોલર હાઈબ્રિડ એનર્જીના ઉપયોગથી ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન માટે સરકારી પડતર જમીન ભાડાપટ્ટે ફાળવવાની નીતિ – ૨૦૨૩

ઠરાવ ક્રમાંકઃ જમન/૩૯૨૩/૧૯૭/અ.૧ સચિવાલય ગાંધીનગર તારીખ:૦૮/૦૫/૨૦૨૩.


પ્રસ્તાવના

વૈશ્વિક સ્તરે આબોહવા પરિવર્તન ઘટાડવા માટે સહિયારા પ્રયાસો જરૂરી છે. વિશ્વને જરૂરી એવી સ્થિતિસ્થાપક, ટકાઉ અને ઓછી કાર્બન અર્થવ્યવસ્થા બનાવવા માટે સરકારો, વ્યવસાયો, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, નાગરિક સમાજ અને અન્ય હિસ્સેદારોએ ચોક્કસ પગલાં લેવા જરૂરી છે.

બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત જેવા કે સોલર / વિન્ડ / વિન્ડ-સોલર હાઈબ્રિડ એનર્જીના ઉપયોગથી ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન માટે સરકારી પડતર જમીન ભાડાપટ્ટે ફાળવવાની નીતિ – ૨૦૨૩


ક્લાઈમેટ ચેઈન્જની અસરને હળવી કરવાની પોતાની વચનબદ્ધતાના ભાગરૂપે, ભારત સરકારે INDC (Intended Nationally Determined Contributions) મુજબ 2070 સુધીમાં Net-Zero Emission સુધી પહોંચવાના ભારતના લાંબા ગાળાના લક્ષ્યાંક નક્કી કરેલ છે, ભારત સરકાર વર્ષ ૨૦૦૫ ની સાપેક્ષમાં, વર્ષ 2030 સુધીમાં તેના જીડીપીમાં કાર્બન ઉત્સર્જનની તીવ્રતા 45 ટકા ઘટાડવા માટે પ્રતિબદ્ધ છે. જે અન્વયે 2030 સુધીમાં દેશની ૫૦% ઉર્જાની જરૂરિયાત પુનઃપ્રાપ્ય ઉર્જા (RE) મારફત પૂર્ણ કરવા માટે RE ઉર્જા ક્ષમતાને 500 ગીગાવોટ કરવાનો લક્ષ્યાંક છે.


હાલમાં ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશન (National Green Hydrogen Mission) બહાર પાડવામાં આવ્યું છે અને રાષ્ટ્રીય સ્તરે વર્ષ ૨૦૩૦ સુધીમાં અંદાજે ૫૦ લાખ મેટ્રીક ટન પ્રતિ વર્ષ ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન ક્ષમતા વધુ ઝડપથી વિકસિત થઇ રહી છે. આ માટે ગુજરાત રાજય પણ ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદનમાં મોખરે રહે તે માટે ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદનના યુનિટો સ્થાપવા જરૂરી છે. રાજ્યમાં ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન માટે વિશાળ ક્ષમતા સ્થાપિત થાય તે જરૂરી છે, જેથી કરીને ગુજરાત રાજય આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું સ્ટ્રેટેક મહત્વ જાળવી શકે અને ઔદ્યોગિક સ્પર્ધાત્મકતામાં મહત્વનો ભાગ ભજવી શકે.


વૈશ્વિક સ્તરે ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રે ખુબ કામ થઇ રહયું છે ત્યારે ગુજરાત રાજય આ ક્ષેત્રમાં જો પહેલ કરે તો રાજયમાં નવી રોજગારીની તકો ઉભી થશે તેમજ ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદનને આનુષાંગીક નાના- નાના ઉદ્યોગો અને ઉત્પાદન એકમોને પણ ઉત્તેજન મળશે.

emission ના લક્ષ્યાંક તેમજ ગુજરાત સરકારના તે માટેના લક્ષ્યાંકને ધ્યાને લેતાં રાજ્યમાં ગ્રીન હાઈડ્રોજનની ઉત્પાદન ક્ષમતા વિકસિત કરવાની જરૂર છે. ગુજરાતી પરિણામલક્ષી નીતિ અને મૂડીરોકાણની અનુકૂળતાઓને કારણે ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદનનું હબ બનવા માટેનું અનુકુળ રાજ્ય હોઈ ગુજરાતને દેશનું ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદનનું હબ બનાવવાનો નિર્ધાર કર્યો છે.


ગુજરાત સરકાર, આ સ્વચ્છ ઊર્જાસ્રોતની સંયુક્ત ક્ષમતાનો ક્ષેષ્ઠ રીતે ઉપયોગ કરવા માટે તમામ રિન્યુએબલ એનર્જી જનરેશન પ્રોજેક્ટને શક્ય હોય તેવી તમામ રીતે અને સંજોગો અનુસાર પ્રોત્સાહન આપવા ઉત્સુક છે. આ માટે રાજ્ય સરકારે વંચાણે લીધા (૧) (૨) તથા (૩) થી વિન્ડ/ સોલાર/વિન્ડ- સોલાર હાઇબ્રીડ પાર્ક માટે સરકારી પડતર જમીન ફાળવવા અંગેની નીતિ અમલમાં મૂકેલ છે.


તમામ સ્ટેકહોલ્ડરના હિતસંબંધમાં સમતુલા જાળવીને, વધુ હરીફાઈને પ્રોત્સાહીત કરવા તથા રિન્યુએબલ એનર્જી થકી ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન માટે ખાનગી ક્ષેત્રોની સહભાગીતાને ઉત્તેજન આપવા માટે, વધુ પરિણામલક્ષી નીતિ અને મૂડીરોકાણની રૂપરેખા તૈયાર કરવાના હેતુથી, રાજ્ય સરકાર, કાળજીપૂર્વકની વિચારણા કર્યા પછી, આથી આવા રિન્યુએબલ એનર્જીના ઉપયોગથી ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન કરતા પ્રોજેક્ટ / પ્લાન્ટના વિકાસકારોને, સરકારી ખરાબાની પડતર જમીન / બિન-ઉપજાઉ જમીન ભાડા પટ્ટે આપવા માટે નીચે મુજબના ઉદેશો ધ્યાને લઇ કરાવવામાં આવે છેઃ


ઉદ્દેશો

* આ નીતિનો મુખ્ય આશય ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન કરવા માટેનો છે. જેના માટે રીન્યુએબલ એનર્જી એક માધ્યમ છે.


• હાલમાં, બ્લ્યુ (Blue) / બ્રાઉન(Brown) /ગ્રે (Grey) હાઇડ્રોજન ઉપયોગમાં છે કે જે પરંપરાગત અશ્મિભૂત ઈંધણો (fossil fuels) જેવા કે, કોલમા/ગેસ થકી ઉત્પન્ન કરાય છે, તેની જગ્યાએ હાઈડ્રોજન ઉત્પાદન તકનીકમાં બદલાવ લાવી સોલાર/ વિન્ડ / સોલાર - વિન્ડ હાઈબ્રીડ ઉર્જા જેવી રીન્યુએબલ ઉર્જાનો વપરાશ કરી ઇલેક્ટ્રોલાઇઝર થકી પાણીમાંથી ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન કરવાનો ઉદ્દેશ છે.


• શિપિંગ અને ટ્રાન્સપોર્ટેશન જેવા ક્ષેત્રોને ડીકાર્બોનાઇઝ કરવાના હેતુથી ગ્રીન હાઇડ્રોજનનો ઉપયોગ ઇંધણ તરીકે થઈ શકે છે તેમજ સ્ટીલ અને રસાયણો જેવા ઉત્પાદન ઉદ્યોગોમાં પણ તે એક મહત્વપૂર્ણ કાચા માલ તરીકે તેમજ ઈંધણ તરીકે થઈ શકે છે.

 • જમીનનો શ્રેષ્ઠ અને અસરકારક ઉપયોગ કરવા માટે, રિન્યુએબલ એનર્જીના ઉપયોગથી ગ્રીન . હાઈડ્રોજન ઉત્પાદનને ઉત્તેજન આપવા માટેની રૂપરેખા પૂરી પાડવી અને આ રીતે સ્વચ્છ પર્યાવરણનો ઉદ્દેશ હાંસલ કરવો.

• બીજા કોઈ રિન્યુએબલ એનર્જી સ્રોત સાથે જેનો સમન્વય સાધી શકાય તે રીતે ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન માટે નવી ટેક્નોલોજી, પદ્ધતિઓ અને રીતોને પ્રોત્સાહન આપવું.

જમીન ફાળવણી બાબતે કરવાની થતી કાર્યવાહી

નોડલ એજન્સી ગ્રીન હાઈડ્રોજનના ઉત્પાદન માટે સોલર / વિન્ડ / વિન્ડ-સોલર હાઈબ્રિડ એનર્જી પ્લાન્ટ સ્થાપવા માટે સરકારી ખરાબા/ પડતર / બિન ઉપજાઉ જમીનોને આઇડેન્ટીફાય કરી Land Bank તૈયાર કરશે અને ગ્રીન હાઈડ્રોજનના ઉત્પાદનમાં રસ ધરાવનાર વ્યક્તિ/કંપનીને ઉપલબ્ધ કરાવશે.


નોડલ એજન્સી ઉપરાંત ગ્રીન હાઈડ્રોજનના ઉત્પાદનમાં રસ ધરાવતી કોઇપણ વ્યક્તિ/કંપનીઆવી સરકારી ખરાબા/ પડતર / બિન ઉપજાઉ જમીનોને સ્વમેળે આઇડેન્ટીફાય કરી Pre Feasibility Report ની સાથે તેની માંગણી નોડલ એજન્સીને રજુ કરી શકશે.


નોડલ એજન્સી અરજદારની અરજીની પ્રાથમિક ચકાસણી કરશે અને ત્યારબાદ Pre Feasibility Report સંદર્ભે ટેકનિકલ અને નાણાકીય લાયકાતની ચકાસણી નિષ્ણાતોની સમિતિ દ્વારા કરવામાં આવશે.


આ નીતિ અંતર્ગતની લાયકાતો સંતોષતા અરજદારની જમીન માંગણી સંદર્ભે વિગતવાર દરખાસ્ત નોડલ એજન્સી દ્વારા મહેસૂલ વિભાગ, ગુજરાત સરકારની જાણ હેઠળ સંબંધિત કલેકટરશ્રીને મોકલવાની રહેશે.


નોડલ એજન્સી દ્વારા જમીન માંગણી સંદર્ભે કરવામાં આવેલ દરખાસ્ત પરત્વે સંબંધિત જિલ્લા કલેકટર વિવિધ પાસાઓની ચકાસણી કરતી વખતે તે જમીનના બીજા સંભવિત ઉપયોગો જેવા કે મીઠા ઉદ્યોગ, ઝીંગા ઉછેર, માઇનીંગ, વગેરેને ધ્યાને લઇ વિગતવાર ચકાસણી કરી તથા માપણી કરાવી તમામ વિગત તેમજ સ્વયંસ્પષ્ટ અભિપ્રાય સહ મહેસૂલ વિભાગને કાર્યવાહી માટે દરખાસ્ત મોકલશે.


મહેસૂલ વિભાગ કલેકટરશ્રીઓ તરફથી મળેલ દરખાસ્તો ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ મારફત હાઇપાવર કમિટિ (HPC) સમક્ષ નિર્ણય માટે રજૂ કરશે. ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગે જરૂર જણાય ત્યારે ઉદ્યોગ અને ખાણ વિભાગનો પણ પરામર્શ કરવાનો રહેશે.


HPC દ્વારા અરજદારની પસંદગી બાબતે ભલામણ કર્યા બાદ આ ઠરાવની જોગવાઇ મુજબ અરજદારને લીઝ ઉપર જમીન આપવા સરકારશ્રીની આખરી મંજૂરી મેળવવાની કાર્યવાહી મહેસૂલ વિભાગ કરશે.


સરકારશ્રીના આખરી નિર્ણય મુજબ મહેસૂલ વિભાગે કરેલ હુકમ અન્વયે કલેકટરશ્રીએ જમીન ફાળવણીના વિગતવાર હુકમો કરવાના રહેશે. તથા આ તબક્કે કલેકટરશ્રીએ ત્રિપક્ષીય કરારના નમુના મુજબ કલેકટરશ્રી, જી.પી.સી.એલ તથા ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન માટેના સોલાર/વિન્ડ/વિન્ડ-સોલાર એનર્જી પ્લાન્ટ સ્થાપનાર વચ્ચે કરાર કરવાનો રહેશે.



No comments: