ખેતીની જમીનોમાં વડિલોપાર્જિત, સ્વ-પાર્જિત મિલકતમાંથી હક્ક ઉઠાવવો, વહેંચણી કરવી, પુનઃવહેંચણી કરવી તથા હયાતીમાં હક્ક દાખલ કરવા અંગેની કાર્યપધ્ધતિ બાબત.
પરિપત્ર ક્રમાંક: હકપ/૧૦૨૦૧૬/૧૦૧૭/જ સચિવાલય, ગાંધીનગર,
વંચાણે લીધા:
૧. મહેસૂલ વિભાગના તા.૧૪/૦૩/૨૦૧૬ના પરિપત્ર ક્રમાંક: હકપ-૧૦૨૦૧૬-૧૦૧૭-૪ તા.૧૩/૦૯/૨૦૨૨
પ્રસ્તાવના :
મહેસૂલ વિભાગના વંચાણે લીધા પરિપત્રથી ખેતીની જમીનોમાં મિલકતોમાંથી હક્ક ઉઠાવવો, વહેંચણી કરવી અને પુનઃ વહેંચણી કરવાની કાર્યપધ્ધતિ અંગે સુચનાઓ બહાર પાડેલ છે. આ સુચનાઓના મુદ્દા નં.૨ કૌટુંબિક વહેંચણી અંગેની નોંધોમાં વારસાઇ વ્યવહારોના કોષ્ટકમાં અનુ. નં.૧ આગળ “ખેડૂત ખાતેદારના મૃત્યુ બાદ વારસાઇ દાખલ થતા કાયદેસરના વારસદારો (પુત્ર, પુત્રી, પત્ની) વચ્ચે થતી પ્રથમ કૌટુંબિક વહેંચણી માટે ખેતીની જમીન માટે રૂ.૧૦૦/- ની સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરેલ એકરારનામું કરવાનું રહેશે.” તેવી સુચના આપેલ છે. આ સુચના અનુસાર વારસદારો પુત્ર, પુત્રી કે પત્ની હોઇ તો જ વધારાની કોઇ સ્ટેમ્પ ડ્યુટી લેવામાં આવતી નથી.
પરંતુ જ્યારે પુત્ર કે પુત્રીનું આ મિલકતની વહેંચણી પહેલા મૃત્યુ થયું હોય તેવા કિસ્સામાં મરનાર પુત્ર કે પુત્રીના ભાગમાં આવતી મિલકત તેમના વારસદારોને આપવાની થાય છે, વળી કેટલાક કિસ્સામાં મૃત્યુ પામેલ વારસદારના વારસોમાંથી પણ કોઇનું મૃત્યુ થાય તો તેના વારસદારોને તેના ભાગે આવતી મિલકત આપવાની થાય છે. આવા કિસ્સાઓમાં મિલકતની બજાર કિંમત ગણી તેના ઉપર સ્ટેમ્પ ડ્યુટી વસુલવામાં આવે છે. આવા વારસદારો સીધી લીટીના વારસદાર (પુત્ર, પુત્રી કે પત્ની) ના સીધી લીટીના વારસદારો જ હોય છે. તેથી જો આ વારસદારનું મૃત્યુ ન થયું હોય તો સ્ટેમ્પ ડ્યુટી ભર્યા વગર વહેંચણી થઇ શકત. પરંતુ વારસદારનું ફક્ત મૃત્યુ થવાને કારણે તેના વારસદારોને મિલકતનો ભાગ આપવા માટે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે તે સરકારના ઉપર દર્શાવેલ લોકાભિમુખ વહીવટને પ્રતિકૂળ અસર કરે છે. તેથી પુખ્ત વિચારણાને અંતે નીચે મુજબની સૂચના આથી પરિપત્રિત કરવામાં આવે છે.
વંચાણે લીધા પરિપત્રના મુદ્દા નં.૨ ના અનુક્રમ નં. ૧ માં નીચે મુજબની જોગવાઇ કરવામાં આવેલ છે.
પરિપત્ર :
વંચાણે લીધા પરિપત્રના મુદ્દા નં.૨ ના અનુક્રમ નં. ૧ માં નીચે મુજબની જોગવાઇ કરવામાં આવેલ છે.
ખેડૂત ખાતેદારના મૃત્યુ બાદ વારસાઇથી દાખલ થતા કાયદેસરના વારસદારો (પુત્ર, પુત્રી, પત્ની) વચ્ચે થતી પ્રથમ કૌટુંબિક વહેંચણી.
મિલકત :- ખેતીની જમીન
કાર્યવાહી/સ્ટેમ્પ :- રૂ.૧૦૦/- ની સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરેલ એકરારનામું કરવાનું રહેશે.
ઉક્ત વિગતોને સ્થાને નીચે દર્શાવ્યા મુજબની વિગતો ધ્યાને લેવાની રહેશે.
વિગત :- ખેડૂત ખાતેદારના મૃત્યુ બાદ વારસાઇથી દાખલ થતા કાયદેસરના વારસદારો વચ્ચે થતી પ્રથમ કૌટુંબિક વહેંચણી.
મિલકત :- ખેતીની જમીન.
કરવાની કાર્યવાહી/સ્ટેમ્પ ડ્યુટીની વિગત :- રૂ.૩૦૦/- ની સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરેલ એકરારનામું કરવાનું રહેશે
No comments:
Post a Comment