મુંબઈ જમીન મહેસૂલ અધિનિયમ,૧૮૭૯ની કલમ-૭૩એએ હેઠળની જમીન કલમ ૭૪, ૧૧૬ અને ૧૧૭ એ જેઠળ રાજય/ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ હેઠળ જાહેર હેતુના વિકાસના કામો માટે જમીન રાજય સરકારને સુપ્રત (Relinquishment) કરવા બાબત.
પરિપત્ર ક્રમાંક : અદંજ/૧૦૨૦૧૪/૧૩૨૧/જ સચિવાલય, ગાંધીનગર, તારીખ : ૯/૫/૨૦૧૬.
વંચાણમાં લીધો :-
(૧) મહેસૂલ વિભાગનો તા.૩૧/૦૩/૨૦૧૬નો પરિપત્ર ક્રમાંક:- અદજ/૧૦૨૦૧૪/૧૩૨૧/જ.
સુધારા પરિપત્ર ::
મહેસૂલ વિભાગના વંચાણે લીધેલ (૧) ના પરિપત્રથી રાજય સરકાર / કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ હેઠળ આદીવાસી વિસ્તારોમાં જાહેર હેતુના વિકાસના કામો કરવા માટે મુદ્દા (૧) થી (૯) વિચારણામાં લઈ કલમ-૭૩ એએ હેઠળની જમીન સ્વેચ્છાએ રાજ્ય સરકારને સુપ્રત કરવા બાબતે સુચનાઓ આપવામાં આવેલ છે. જાહેર હેતુના વિકાસના કામો કરવા માટે જ્યારે આદીજાતિ વ્યક્તિ/વ્યક્તિઓ પોતાની જમીન વિના વળતરે સરકારશ્રીને સુપ્રત કરે તેવા કિસ્સાઓમાં, આવી જમીન સુપ્રત કરનાર ખાતેદારના નામની તકતી મુકવામાં આવેતો તેમણે દર્શાવેલ જાહેર હેતુ માટેની ભાવના ધ્યાને લઇને તા.૩૧/૦૩/૨૦૧૬ના પરિપત્રથી બહાર પાડવામાં આવેલ પરિપત્રમાં ક્રમ-(૧૦) ઉમેરીને નીચે મુજબની સુચના આપવામાં આવે છે.
(૧૦) જે કિસ્સાઓમાં જમીન વિના વળતરે સરકારને સુપ્રત કરવામાં આવેલ હોય તેવા કિસ્સાઓમાં જમીન સુપ્રત કરનાર મુખ્ય ખાતેદારના નામની તકતી યોજનાના બનેલ બાંધકામ (યુનિટ) ઉપર યોગ્ય જગાએ મુકવાની રહેશે.
No comments:
Post a Comment