કેન્દ્ર સરકારના કર્મચારીઓ/અધિકારીઓને તથા લશ્કરના નિવૃત્ત થયેલ/થનાર સૈનિકોને બજાર કિંમત તથા બેઠાથાળે (વિના હરાજીએ) ફાળવેલ જમીન / પ્લોટ બાંધકામ સહિત વેચાણ કરવાના પ્રસંગે રાજ્ય સરકારના કર્મચારીઓ / અધિકારીઓના કિસ્સામાં નિયત કરેલ પ્રીમીયમની જોગવાઈઓ લાગુ પાડવા બાબત.
ઠરાવ ક્રમાંક : જમન/૩૯/૨૦૧૭/૨૨૧૩૭૪/અ સચિવાલય, ગાંધીનગર. ता.06/05/2017
આમુખ:-
રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારના કર્મચારીઓ / અધિકારીઓને તથા લશ્કરના નિવૃત્ત થયેલ/થનાર સૈનિકોને બજાર કિંમત તથા બેઠાથાળે (વિના હરાજીએ) રહેણાંકના હેતુ માટે જમીન/પ્લોટ ફાળવવામાં આવેલ છે. આ જમીન/પ્લોટ નવી અવિભાજ્ય અને વિક્રિયાદીત નિયંત્રીત શરતે ફાળવવામાં આવેલ છે. આ જમીન/પ્લોટ કેટલાક કિસ્સામાં ૩૦ વર્ષથી વધારે વર્ષ પહેલાં ફાળવવામાં આવેલ છે અને આમ આ ભોગવટાને ઘણા વર્ષોનો સમય થયેલ છે. આ જમીન/ પ્લોટ વેચાણ કરવાના સમયે પ્રીમીયમ ભરવાનું રહે છે. આ પ્રીમીયમની રકમ વધુ હોવાને કારણે જમીન/પ્લોટ ધારકો મોટી બીમારી / સામાજિક પ્રસંગ / સંતાનના અભ્યાસ વગેરે કારણોસર પોતાનું મકાન વેચવાના પ્રસંગે ભરવાના થતાં પ્રીમીયમને કારણે મુશ્કેલી અનુભવે છે. આથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ / અધિકારીઓ તથા લશ્કરના નિવૃત્ત થયેલ/થનાર સૈનિકો દ્વારા આ બાબતે વિભાગના તા.૦૩/૦૩/ ૨૦૧૫ના ઠરાવ ક્રમાંક : જમન/૩૯૦૧/યુ.ઓ.આર.-૪/અની જોગવાઈઓ લાગુ પાડવા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત થયેલ હતી.
ઠરાવ :-
પુખ્ત વિચારણાને અંતે કેન્દ્ર સરકારના કર્મચારીઓ / અધિકારીઓને તથા લશ્કરના નિવૃત્ત થેયેલ/થનાર સૈનિકોને બજાર કિંમત તથા બેઠાથાળે (વિના હરાજીએ) રહેણાંકના હેતુ માટે ફાળવેલ જમીન/પ્લોટ બાંધકામ સહિત વેચાણ કરવાના સમયે વિભાગના તા.૦૩/૦૩/૨૦૧૫ના ઠરાવ ક્રમાંક : જમન/૩૯૦૧/યુ.ઓ.આર.-૪/અની નીચે મુજબની જોગવાઈઓ લાગુ પાડવાનું આથી ઠરાવવામાં આવે છે.
૧. પ્લોટ તેના ઉપરના બાંધકામ સહિત ખાસ કારણોસર વેચવામાં આવે ત્યારે જે તે સમયે જે તે જમીનની પ્રવર્તમાન બજારકિંમત પ્રમાણે થતી પ્લોટની કિંમતની રકમમાંથી કર્મચારીએ ભરેલી મૂળ કબજા હકની રકમ બાદ કરતાં રહેતી તફાવતની રકમ નીચે દર્શાવેલ પ્રમાણમાં પ્રિમિયમ તરીકે સરકારમાં જમા કરાવવાની રહેશે. આવું વેચાણ કરવાના ખાસ કારણો અંગે જરૂરી આધાર પૂરાવા સાથે સ્પષ્ટ વિગતો દર્શાવવાની રહેશે તથા ફાળવેલ પ્લોટ ઉપર બાંધેલા મકાન દસ વર્ષ સુધીમાં વેચવામાં આવે ત્યારે જમીનની બજાર કિંમતમાંથી ભરેલી મૂળ રકમ ઉપર વાર્ષિક દસ ટકા સાદુ વ્યાજ બાદ કરતા બાકી રહેતી તફાવતની રકમતા ૧૦૦% પ્રિમિયમ ભરવાનું રહેશે
અ.નં. ભોગવટા પ્રમાણપત્રની. ભરવાનું પ્રિમિયમ
તારીખથી સમયગાળો. તફાવતની રકમના
૧. ૧૦ વર્ષ સુધીમાં. ૧૦%
૨. ૧૦ વર્ષ પછી અને ૧૫ વર્ષ સુધીમાં. ૭૫%
3. ૧૫ વર્ષ પછી અને ૨૦ વર્ષ સુધીમાં. ૫૦%
૪. ર૦ વર્ષ પછી અને રપ વર્ષ સુધીમાં. ૨૫%
૫. ૨પ વર્ષ પછી. ૦%
૨. આ જોગવાઇઓ આ ઠરાવની તારીખ પહેલાં માત્ર રહેણાંકના હેતુ માટે પ્લોટ / જમીન ફાળવેલ હોય તેવા કિસ્સાઓમાં જ લાગુ પડશે.
3. આ ઠરાવ વિભાગની સરખા ક્રમાંકની ફાઈલ ઉપર નાણા વિભાગની તા.૨૪/૦૪/૨૦૧૭ની
નોંધથી મળેલ સંમતિ અન્વયે બહાર પાડવામાં આવે છે.
No comments:
Post a Comment