iORA પોર્ટલ ઉપર વિવિધ પરવાનગી માટે દાખલ થતી અરજીઓ અન્વયે ગણોત ધારાની કલમ-૬૩ એબી હેઠળ કરવાપાત્ર કેસો અંગે કાર્યપધ્ધતિ નકકી કરવા બાબત. - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Saturday, August 2, 2025

iORA પોર્ટલ ઉપર વિવિધ પરવાનગી માટે દાખલ થતી અરજીઓ અન્વયે ગણોત ધારાની કલમ-૬૩ એબી હેઠળ કરવાપાત્ર કેસો અંગે કાર્યપધ્ધતિ નકકી કરવા બાબત.

iORA પોર્ટલ ઉપર વિવિધ પરવાનગી માટે દાખલ થતી અરજીઓ અન્વયે ગણોત ધારાની કલમ-૬૩ એબી હેઠળ કરવાપાત્ર કેસો અંગે કાર્યપધ્ધતિ નકકી કરવા બાબત.

// પરિપત્ર //

ગુજરાત એકટ નં.૩૦/૨૦૧૫ થી ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા (સુધારા) અધિનિયમ, ૨૦૧૫ અમલમાં આવેલ છે. સદર અધિનિયમથી ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમમાં, કલમ-૬૩ એએ પછી કલમ-૬૩એબી દાખલ કરવામાં આવેલ છે. અરજદાર દ્વારા બિનખેતીની અરજી કરવામાં આવે ત્યારે ઉત્તરોઉત્તર વેચાણ/તબદીલીથી દાખલ થયેલ તમામ ખેડુત ખાતેદારો મુળથી ખેડુત ખાતેદાર છે કે નહી તેની ચકાસણી કરવા સબબની કોઇ કોલમ કે મુદ્દો જણાવેલ નથી. પરંતુ સરકારશ્રીમાં હિતમાં જમીનમાં વેચાણ/તબદીલીથી દાખલ થયેલ તમામ વ્યક્તિઓ ખેડુત ખાતેદાર છે કે નહિ, તેની ચકાસણી કરવી અનિવાર્ય છે.

કલમ-૬૩ એએ પછી કલમ-૬૩એબી દાખલ કરવામાં આવેલ છે.

ગણોતધારાની કલમ-૬૩ એબીની જોગવાઇ

(৭) ગણોતધારાની કલમ-૬૩ ની પેટા કલમ(૧) ના ખંડ (ક) (ખ) અથવા (ગ) ની જોગવાઇઓનો ભંગ કરીને, ખેડુત ન હોય તેવી વ્યક્તિની તરફેણમાં જમીનની તબદીલી કરવામાં આવી હોય અને ત્યાર પછી અમુક લેવડદેવડ અથવા લેવડદેવડો કરવામાં આવી છે અને તા.૩૦/૦૬/૨૦૧૫ અથવા તે પહેલાં છેલ્લી લેવડદેવડ જે વ્યક્તિની તરફેણમાં કરવામાં આવી હોય તે વ્યક્તિ ખેડુત હોય, ત્યારે મામલતદારે આવી વ્યક્તિને નોટીસ આપી અને તેને સુનાવણીની તક આપવી જોઇશે અને પોતે ઉચિત ગણે તેવી તપાસ પણ કરવી જોઇશે.

(२) મામલતદાર એવા નિષ્કર્ષ પર પહોંચે કે આવી જમીનના સબંધમાં છેલ્લી લેવડદેવડને પરિણામે, આવી જમીન જેને તબદિલ કરવામાં આવી હોય તે વ્યક્તિ ખરેખર ખેડુત છે, તો મામલતદાર ખેતીવિષયક આવી જમીનનો ઉપયોગ કરવા માટે, પ્રવર્તમાન જંત્રીના દસ ટકાની રકમ રાજ્ય સરકારને ચૂકવે તો આવી કોઇ અથવા વધુ લેવડદેવડો ગેરકાયદેસર હતી એ હકીકતને લક્ષમાં લીધા સિવાય, આવી લેવડદેવડને કાયદેસર જાહેર કરતો હુકમ કર્યેથી કલમ-૮૪ (ગ) હેઠળ કોઇ પણ કાર્યવાહી શરૂ કરવી જોઈશે નહી અને અગાઉ શરૂ કરવામાં આવી હોય, તો તે તરત જ બંધ કરવી જોઇશે.

અરજદાર દ્વારા IORA પોર્ટલ ઉપર વિવિધ પરવાનગી માટે ઓનલાઇન અરજી કરવામાં આવતા, માંગણી હેઠળના સર્વે નંબરવાળી જમીનમાં બિનખેડુત વ્યક્તિ/વ્યક્તિઓએ ખેડુત ખાતેદારની હેસિયતથી જમીન ખરીદેલ હોવાનું ધ્યાને આવતા, ત્યાર બાદ ઉત્તરોઉત્તર વેચાણો થતા, હાલના અરજદાર મુળના ખેડુત હોવાનું માલુમ પડતા, ગ.ધા.ક.૬૩ એબી હેઠળ કાર્યવાહી કરવાપાત્ર હોવાથી મામલતદાર અને કૃષિપંચશ્રી દ્વારા નકારાત્મક અભિપ્રાય આપવામાં આવે છે. આવી જમીનોમાં સરકારશ્રીનું આર્થિક હિત સમાયેલ હોવાથી, ALT ના અભિપ્રાય આધારે અત્રેથી અરજદારની અરજી દફતરે કરવાનો નિર્ણય લેવામાં આવે છે. ત્યાર બાદ અત્રેથી ALT ને ગ.ધા.ક.૬૩ એબી હેઠળ કાર્યવાહી કરવા જણાવવામાં આવે છે, જેના કારણે દફતરે કરેલ અરજીઓનું પ્રમાણ વધી જાય છે અને અરજદારના સમયનો વ્યય થાય છે.

મામલતદાર અને કૃષિપંચશ્રી દ્વારા ગ.ધા.ક.૬૩ એબી હેઠળ હુકમ કર્યા બાદ, હુકમને પ્રાંત અધિકારીશ્રી/નાયબ કલેકટરશ્રીને રીવ્યુ માટે મોકલવામાં આવે છે અને હુકમ ગ્રાહય રહ્યા બાદ અરજદાર દ્વારા પુન: અરજી કરવામાં આવે છે. જેના કારણે કામગીરી બેવડાય છે અને હાલના ખેડુત ખાતેદારને હાલાકી વેઠવી પડે છે. જેથી અરજદારને આ કારણસર પડતી મુશ્કેલી દુર કરવા કાર્યપધ્ધતિ નિર્ધારીત કરવાનું જરૂરી જણાય છે.

અરજદાર iORA પોર્ટલ ઉપર વિવિધ પરવાનગી માટે ઓનલાઇન અરજી કરે ત્યારે મામલતદારશ્રીના લોગીનમાં અરજી આવે ત્યારે, મામલતદારશ્રીએ પ્રથમ દિવસે જ અરજીની ચકાસણી કરી ગ.ધા.ક.૬૩ એબી હેઠળ કાર્યવાહી કરવાપાત્ર હોવાનું જણાતું હોય તો, સુઓમોટો કાર્યવાહી હાથ ધરી નીચે મુજબની કાર્યપધ્ધતિ અપનાવવાની રહેશે.

(૧) ગણોતધારાની કલમ-૬૩એબી માં દસ ટકા જંત્રી કિંમત રાજય સરકાર વતી વસુલવાની હોવાથી, સરકારશ્રીનું આર્થિક હિત સમાયેલ હોય છે. હાલના અરજદાર પાસે અગાઉ દાખલ થયેલ વ્યક્તિ/વ્યક્તિઓના ખેડુતના પુરાવા ના હોય, અને અરજદાર પ્રવર્તમાન જંત્રીની દસ ટકા કિંમત સરકારશ્રીમાં ભરવા સંમત હોય તો, અરજદાર પાસેથી સરકારશ્રી તરફે પ્રવર્તમાન જંત્રીની દસ ટકા કિંમત વસુલ લઇ, ગ.ધા.ક.૬૩ એબી હેઠળ હુકમ કરવાનો રહેશે.

(૨) મહેસુલ વિભાગના પરિપત્ર ક્રમાંક : બખપ/૧૦૨૦૧૮/૪૨૫/૭, તા.૧૨/૧૨/૨૦૧૮ માં GORA પોર્ટલ ઉપર દાખલ થયેલ અરજીનો અભિપ્રાય આપવા માટે મહત્તમ ૭ (સાત) દિવસનો સમય નકકી કરવામાં આવેલ છે. મામલતદારે સબંધિતોને નોટીસ આપી, વાજબી સુનાવણીની તક આપી, મહત્તમ ૧૫ દિવસમાં ગ.ધા.ક.૬૩ એબીની જોગવાઇઓ મુજબ હુકમ. કરવાનો રહેશે. હુકમ કર્યા બાદ, હુકમને રીવ્યુ/સમીક્ષા માટે તે જ દિવસે સબંધિત પ્રાંત અધિકારીશ્રી/નાયબ કલેકટરશ્રીને મોકલી આપવાનો રહેશે.

(૩) જે કિસ્સામાં ગ.ધા.ક.૬૩ ની પેટા કલમ (૧) ના ખંડ (ક)(ખ) અથવા (ગ) ની જોગવાઇઓનો ભંગ કરીને, ખેડુત ન હોય તેવી વ્યક્તિ/વ્યક્તિઓને ઉત્તરોઉત્તર તા.૩૦/૦૬/૨૦૧૫ પહેલાં જમીનની તબદીલી થયેલ હોય, અને આવા વ્યક્તિ/વ્યક્તિઓને મુળના ખેડુતના પુરાવાઓ રજુ કરવા અલગથી જણાવવાની આવશ્યકતા હોય, પરંતુ વેચાણ/તબદીલીની નોંધો ઉપરથી ઓનલાઇન રેકર્ડથી ખેડુત ખાતેદાર અંગે ચકાસણી થઇ શકતી હોય, તો તે કિસ્સામાં અરજદારશ્રીને રૂબરૂ બોલાવવાની કે સુનાવણી રાખવાની આવશ્યકતા રહેશે નહી. અત્રેના જિલ્લાના ખેડુત ખાતેદાર હોય તો ઓનલાઇન રેકર્ડથી ખેડુત ખાતેદારની ચકાસણી કરી લેવાની રહેશે. આવા કિસ્સામાં ખેડુત ખાતેદાર પ્રમાણપત્રનો આગ્રહ રાખવાનો રહેશે નહિ.

(૪) મહેસુલ વિભાગના પરિપત્ર ક્રમાંક TNC/1073/105434/J, Date-01/10/1973 ની જોગવાઇ મુજબ કૃષિપંચ દ્વારા ગણોતધારાની જુદી જુદી જોગવાઇઓ હેઠળ લેવાયેલા નિર્ણયોની સમીક્ષા નાયબ કલેકટરશ્રી/પ્રાંત અધિકારીશ્રી દ્વારા કરવાની થાય છે. અત્રેના જિલ્લામાં નાયબ કલેકટરશ્રી (જ.સુ.) ની જગ્યા મંજુર થયેલ ન હોવાથી, અત્રેના તા.૨૯/૦૫/૨૦૨૩ ન હુકમ નં.જ.સુ./ટેનન્સી/વશી/૧૪૩/૨૦૨૩ થી પ્રાંત અધિકારીશ્રીઓને ગ.ધા.ક.૭૪ અને ૭૬ હેઠળના કેસો ચલાવવાના અધિકાર આપેલ છે. પ્રાંત અધિકારીશ્રીએ મામલતદાર અને કૃષિપંચશ્રીએ ગ.ધા.ક.૬૩ એબી હેઠળ કરેલ હુકમની સમીક્ષા કરી. કૃષિપંચનો હુકમ ગ્રાહ્ય કે અગ્રાહ્ય રાખ્યા અંગેનો નિર્ણય દિન-૫ માં લઇ, કૃષિપંચશ્રીને કામના કાગળો મોકલી આપવાના રહેશે.

(૫) પ્રાંત અધિકારીશ્રી/નાયબ કલેકટરશ્રી તરફથી હુકમની સમીક્ષા થઇને આવ્યા બાદ ઓનલાઇન અરજી પરત્વે તુરંત જ સ્પષ્ટ હકારાત્મક/નકારાત્મક ઓનલાઇન અભિપ્રાય આપવાનો રહેશે.

(૬) ગણોતધારાની કલમ-૬૩ એબી હેઠળ કરવામાં આવેલ હુકમ તથા રીવ્યુ અંગેની સબંધિત અધિકારીશ્રીએ પોતાના લોગીનમા ગામ નમૂના નંબર-૬ (હકકપત્રક) માં એન્ટ્રી પાડવાની રહેશે.

આ પરિપત્રમાં જણાવ્યા મુજબ GORA વેબસાઇટ ઉપર વિવિધ પરવાનગી માટે આવતી અરજીઓ અન્વયે ગણોતધારાની કલમ-૬૩એબી હેઠળના કેસો અંગેની સમગ્ર કાર્યવાહી દિન-૨૧ માં પૂર્ણ કરવાની રહેશે.

સદર કાર્યવાહી દરમ્યાન સરકારશ્રીની વખતો-વખતની સુચનાઓ/જોગવાઇઓ ધ્યાને લેવાની રહેશે.


ગણોતધારાની કલમ-૬૩એડી (કઘ) માં કરવાની થતી કાર્યવાહી >

(૧) કલમ ૮૪ ગ માં ગમે તે મજકુર હોય તેમ છતાં, મામલતદારને આપમેળે અથવા કોઇ વ્યકતિની અરજી પરથી એમ માનવાને કારણ હોય કે, ગણોતધારાની કલમ-૬૩ ની પેટા કલમ (૧) ના ખંડ (ક) (ખ) અથવા (ગ) ની જોગવાઇઓનો ભંગ કરીને, ખેડુત ન હોય તેવી વ્યક્તિની તરફેણમાં અથવા કોઈ સંસ્થાની તરફેરણમાં જમીનની તબદીલી કરવામાં આવી હોય ત્યારે મામલતદારે આવી વ્યક્તિ અથવા સંસ્થાને નોટિસ આપવી જોઇશે અને તેને સુનાવણીની તક આપ્યા પછી, જમીનની તબદીલી કાયદેસર છે કે નહી તેનો નિર્ણય કરવો જોઇશે.

(२) મામલતદાર એવા નિર્ણય પર આવે કે આવી જમીનની તબદીલી કાયદેસર નથી, તો પછી,

(৭) જેની તરફેણમાં આવી જમીનની કાયદેસર રીતે તબદીલી ન થઇ હોય, તેવી વ્યક્તિ અથવા સંસ્થા પર આવી જમીનની પ્રવર્તમાન જંત્રીની કિંમતની રકમ કરતા ત્રણ ગણી રકમનો દંડ નાખીને : અને

(૨) જેની તરફેરણમાં આવી જમીનની કાયદેસર રીતે તબદીલી ન થઇ હોય તેવી વ્યક્તિ અથવા સંસ્થાને, આવા હુકમથી એક મહિનાની મુદતની અંદર, તે જમીનમાંના હક અને હિતસંબંધ સહિત તે જમીન, આવી તબદિલીની તરત પહેલાં જે સ્થિતિમાં હોય તે સ્થિતિમાં પુન:સ્થાપિત કરવા આદેશ કરશે.


No comments: