રાજ્ય સરકારની વિવિધ વિભાગો અન્વયેની આપવામાં આવતી સેવાઓ માટે એફિડેવિટની પ્રક્રિયા રદ કરીને સ્વઘોષણા (Self-Declaration) ની પ્રક્રિયા અમલમાં મુકવા બાબત. - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Saturday, August 2, 2025

રાજ્ય સરકારની વિવિધ વિભાગો અન્વયેની આપવામાં આવતી સેવાઓ માટે એફિડેવિટની પ્રક્રિયા રદ કરીને સ્વઘોષણા (Self-Declaration) ની પ્રક્રિયા અમલમાં મુકવા બાબત.

રાજ્ય સરકારની વિવિધ વિભાગો અન્વયેની આપવામાં આવતી સેવાઓ માટે એફિડેવિટની પ્રક્રિયા રદ કરીને સ્વઘોષણા (Self-Declaration) ની પ્રક્રિયા અમલમાં મુકવા બાબત.

ઠરાવ ક્રમાંક:વહસ/૧૦૨૦૨૧/૪૩૫/વસુતાપ્ર-૨ સચિવાલય, ગાંધીનગર. તારીખ:૨૫/૧૨/૨૦૨૧

પ્રસ્તાવના:

નાગરિકોને ઉપલબ્ધ બનતી સેવાઓ વધારે અનુકૂળતાથી અને ઝડપી ઉપલબ્ધ બને તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગો વહીવટી સુધારણાની સતત ચાલતી પ્રક્રિયાના ભાગરૂપે સેવાઓ મેળવવાની રીતમાં સમયાંતરે સુધારાઓ દાખલ કરતાં રહે છે. હવે જ્યારે મોટાભાગની સેવાઓ નાગરિકોને ઓનલાઈન, મોબાઈલ એપ, જનસેવા કેન્દ્ર, ડીજીટલ સેવાસેતુ મારફતે ઉપલબ્ધ બનેલ છે, ત્યારે સેવાઓ મેળવવાની પ્રક્રિયા હજુ સરળ બનાવવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે.


 રાજ્ય સરકારની વ્યક્તિલક્ષી અપાતી સેવાઓમાં, જે તે અરજદાર દ્વારા અપાતી માહિતીની સત્યતા સુનિશ્ચિત કરવા એફિડેવિટ લેવામાં આવે છે. વહીવટી સુધારણાની પ્રક્રિયાના ભાગરૂપે, લોકોપયોગી સેવાઓ ઝડપી ઉપલબ્ધ બને અને નાગરિકોને પ્રક્રિયાના સરળીકરણથી અનુકૂળતા થાય તે હેતુથી સરકારી સેવાઓ મેળવવાની પ્રક્રિયામાંથી જ્યાં કાયદા કે નિયમથી જરૂરી હોય તે સિવાયના તમામ કિસ્સામાં એફિડેવિટની જરૂરિયાત રદ કરી, સ્વઘોષણા (Self-Declaration)ને પ્રક્રિયાનો ભાગ બનાવવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.

(ATVT)/ જનસેવા કેન્દ્ર/ ડીજીટલ સેવા સેતુ અંતર્ગત આપવામાં આવે છે, ત્યાં નેશનલ ઈન્ફોર્મેટિક સેન્ટર (NIC) દ્વારા (જાતિને લગતી સેવા સિવાય અન્ય તમામમાં) એફિડેવિટની જગ્યાએ સ્વધોષણા (Self-Declaration) ફોર્મ પ્રતિસ્થાપિત (Substitute) કરવાની પ્રક્રિયા તા.૧૦/૦૧/૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરી લેવાની રહેશે.

ઠરાવ:

પુખ્ત વિચારણાને અંતે રાજ્ય સરકાર, રાજ્ય સરકારની વિવિધ વિભાગો અન્વયેની અપાતી સેવાઓ માટે અરજી સાથે વિગતો માટે એફિડેવિટની જગ્યાએ દસ્તાવેજોની સત્યતા અર્થે સ્વધોષણા(Self-Declaration)ની પ્રક્રિયા અમલમાં મૂકવાનું ઠરાવે છે. આ સ્વઘોષણાની પ્રક્રિયા નીચે મુજબની શરતોને આધીન રહેશે:-


1. જે કિસ્સામાં કેન્દ્ર અથવા રાજ્ય સરકારના અધિનિયમ અથવા નિયમો અથવા વિનિયમો અન્વયે એફિડેવિટ રજુ કરવાનું ઠરાવ્યું હશે, ત્યાં એફિડેવિટ લેવાનું ચાલુ રાખવાનું રહેશે, તે સિવાયની તમામ સેવાઓમાં એફિડેવિટની જગ્યાએ સ્વઘોષણા (Self-Declaration) મેળવવાનું રહેશે.


2. રાજ્ય સરકારના તમામ વિભાગોએ તેમની સેવાઓની સમીક્ષા કરી કાયદા, નિયમ કે વિનિયમોથી સ્થાપિત હોય, તે સિવાયની તમામ સેવાઓમાંથી સેવા આપવાની ચેનલમાંથી(ઓનલાઈન, એપ મારફતે, જનસેવા કેન્દ્ર, પ્રત્યક્ષ સ્વરૂપે /મારફતે વગેરે) એફિડેવિટની જગ્યાઓ સ્વઘોષણાનું ફોર્મ આમેજ કરાવી લેવાની પ્રક્રિયા તા.૧૦/૦૧/૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરી લેવાની રહેશે.


3. રાજ્ય સરકારના વિભાગો વતી જે સેવાઓ આપણો તાલુકો વાઈબ્રન્ટ તાલુકો (ATVT)/ જનસેવા કેન્દ્ર/ ડીજીટલ સેવા સેતુ અંતર્ગત આપવામાં આવે છે, ત્યાં નેશનલ ઈન્ફોર્મેટિક સેન્ટર (NIC) દ્વારા (જાતિને લગતી સેવા સિવાય અન્ય તમામમાં) એફિડેવિટની જગ્યાએ સ્વધોષણા (Self-Declaration) ફોર્મ પ્રતિસ્થાપિત (Substitute) કરવાની પ્રક્રિયા તા.૧૦/૦૧/૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરી લેવાની રહેશે.


4. રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા જાતિને લગતી અને ક્રીમીલેયર માટે અપાતી સેવાઓ માટે એફિડેવિટની ઉપયોગિતાની સમીક્ષા કરી, જ્યાં યોગ્ય જણાય ત્યાં સ્વઘોષણાની વ્યવસ્થા દાખલ કરવા રાજ્ય સરકારના અલાયદા આદેશ મેળવવાનાં રહેશે, ત્યાં સુધી પ્રવર્તમાન વ્યવસ્થા ચાલુ રાખવાની રહેશે.


5.જે કિસ્સામાં કેન્દ્ર સરકાર/રાજ્ય સરકારના અધિનિયમ, નિયમો કે વિનિયમોમાં ઉલ્લેખ કર્યા સિવાય એફીડેવિટની જરૂરિયાત જણાતી હોય તો, સંબંધિત વિભાગે રાજ્ય સરકારની ખાસ મંજુરી મેળવ્યા પછી જ એફિડેવિટ દાખલ અથવા તા. ૧૦/૦૧/૨૦૨૨ પછી ચાલુ રાખી શકાશે.


6.એફિડેવિટની પ્રક્રિયા રદ કર્યા પછી સ્વઘોષણામાં કોઈ ખોટી વિગતો આપવામાં આવી છે, તેવું ધ્યાને આવશે, તો સંબંધિત કચેરી દ્વારા જે તે ખોટી માહિતી આપનાર વ્યક્તિ સામે ઈન્ડિયન પીનલ કોડની કલમ જેવી કે, ૧૭૭, ૧૯૧, ૧૯૯ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવાની રહેશે.

7.સેવાઓ માટે એફિડેવિટ રદ કરતાં સ્વઘોષણા સામેલ નમુના (એનેક્ષર-અ)મુજબનું કરવાનું રહેશે.

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,



ઠરાવ ક્રમાંક:વહસ/૧૦૨૦૨૧/૪૩૫/વસુતાપ્ર-૨ નું બિડાણ

એનેક્ષર- એ

સ્વ સ્વઘોષણાનો નમુનો (Self-Declaration)


આથી હું નીચે સહી કરનાર (પુરું નામ) ..............................ઉ. વ. ....... જીલ્લો............ તાલુકો..........‌. ગામ ............ગામ/ શહેરના રહેવાસી આથી જાહેર કરું છું કે મારા દ્વારા આપવામાં આવેલ માહિતી અને અરજી અનુસંધાને જોડેલ દસ્તાવેજ મારી જાણ અને માન્યતા મુજબ સાચા છે અને તેમાં કોઈ બાબત છુપાયેલ નથી. હું એ જાણું છું કે, ખોટી માહિતી કે દસ્તાવેજ રજુ કરવા એ કાયદા હેઠળ શિક્ષાને પાત્ર છે અને આવા સંજોગોમાં ખોટી માહિતી કે ખોટા દસ્તાવેજના આધારે મને મળેલ લાભ રદ થવા પાત્ર છે.

સહી ..............

પુરું નામ........

આધાર કાર્ડ/ ઓળખના પુરાવાનો નંબર..........

No comments: