જમીનના પાંચ માલિક હોય તો પણ પોતાનો ભાગ વેચી શકાશે ? - title clear satlasana revenue property

Latest

​📄 ખેતર, પ્લોટ અને મકાનના દસ્તાવેજ 🌱 જમીન એન.એ. (N.A. - બિનખેતી) 👥 વારસાઈ 🤝 જમીન વહેંચણી ✍️ હક્ક દાખલ કરવા તથા હક્ક કમી કરવા ​🏛️ મહેસૂલી અને તમામ સરકારી કામકાજ ખેતર, પ્લોટ તથા મકાનના દસ્તાવેજ હવે ઓથોરાઇઝ્ડ સ્ટેમ્પ વેન્ડર લાયસન્સી દ્વારા સચોટ અને કાયદેસર કરી આપવામાં આવશે.🏡 જમીન-મકાન પ્લોટ નાં બાના ખત, ગીરો, અને વેચાણ દસ્તાવેજ જેવા સરકારી કામકાજ માટે 🏡

Saturday, November 20, 2021

જમીનના પાંચ માલિક હોય તો પણ પોતાનો ભાગ વેચી શકાશે ?

માહિતી અધિકારના કાયદા હેઠળ માહિતી મગાઈ

જમીનના પાંચ માલિક હોય તો પણ પોતાનો ભાગ વેચી શકાશે 

અગાઉની જેમ હવે તમામ માલિકોની સહમતીની જરૂર રહેશે નહી 

। ભુજ । ( સંદેશ પ્રતિનિધિ ) 

    કચ્છમાં ખેતીની જમીનના ૭/૧૨ અંતર્ગત ગમે તેટલા નામ હોય તો પણ દરેક વ્યક્તિ પોતાના ભાગની જમીન વેચવા માટે સ્વતંત્ર છે અને તેણે અન્ય કોઇ વ્યક્તિની સંમતિ લેવાની જરૂર રહેતી ન હોવાનું જાણવા મળ્યું છે.



     આ અંગે ભારતીય માહિતી અધિકાર પ્રચાર પ્રસાર સંઘનાં અધ્યક્ષ એમ.એ.બાવાએ જણાવ્યું હતું કે , કચ્છમાં હાલ ૭ / ૧૨ માં ૧૦ થી ૧૫ જણા અથવા તો ૨ થી ૫ જણા હોય તેવી જમીન જ્યારે વેચવી હોય ત્યારે તમામ જમીન માલિકોને હાજર રાખવા પડે છે અથવા તો તેમની સંમતિ લેવી પડે છે . જોકે , હાલમાં માહિતી અધિકારના કાયદા હેઠળ માહિતી મેળવતાં જાણવા મળ્યું હતું કે , ગુજરાત નોંધણી અધિનિયમ કલમ ૧૮૮૨ ની કલમ ૪૪ પ્રમાણે જમીનના ૭ / ૧૨ માં ૨ થી ૫ કે ૧૦ નામ હોય તો પણ ૧ કે ૨ વ્યક્તિ પોતાના વ . હિસ્સાની જમીનનું વેચાણ કરી શકશે . જે માટે અન્ય ખાતેદારોની સહમતીની જરૂર નથી , કે કોઇપણ પરવાનગીની જરૂર રહેતી નથી . જેના દસ્તાવેજની નોંધણી પણ થઇ શકે છે અને ઇ - ધરા મામલતદાર તે વેચાણની નોંધ દાખલ કરવાની કાયદસેરની ફરજ છે તેથી ગુજરાત નોંધણી અધિનિયમ ૧૮૮૨ ની વ.વ.હિસ્સાની જમીન વેચાણ કરી શકશે અને તે માટે અન્ય ખાતેદારોની સહમતીની જરૂર રહેતી નહીં હોવાનું જણાવ્યું હતું.

G R

No comments: