ખાતેદાર - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Wednesday, June 2, 2021

ખાતેદાર

 “ ખાતેદાર ” :

 ખાતેદાર ” એટલે દુમાલા ન હોય એવી જમીન જેના ખરેખરા કબજામાં હોય એવો ગણોતિયા સિવાયનો ધારણ કરનાર પરંતુ ખરેખર કબજાવાળો ધારણ કરનાર ગણોતિયા હોય ત્યારે યથાપ્રસંગ , જમીન માલિક અથવા વરિષ્ઠ જમીનદાર ખાતેદાર ગણાશે ; 


સમજૂતી રાજય તે સરવે જમીનના માલિક પ્રોપ્રાયટર છે અને બધી જમીન ઉપર મહેસૂલ / કર લેવાનો રાજયનો હક્ક છે , તે બે સિદ્ધાંતો આ કાયદાનો આધાર છે . હવે આ મહેસૂલ લેવાનો હક્ક પૂરો કે અંશતઃ અન્ય વ્યક્તિને રાજ્ય આપ્યો હોય કે અન્ય વ્યક્તિ વગર મસૂલ ભર્યે કોઈ જમીનની માલિકી- ઉપજ લેવાનો હક્ક ધરાવતા હોય તેને દુમાલા - ઈનામી , બક્ષીસ , વતન કે અન્ય હક્કો અથવા શરતે ભોગવતો હોય તેવી જમીન “ દુમાલા " કહેવાય . આવી એલીએનેટેડ - દુમાલા જમીનો હવે ગુજરાતમાં નથી . હવે ગુજરાતમાં બધીજ રૈયતવારી - ખાલસા જમીનો છે કે જેમાં ખાતેદાર મહેસૂલ સીધુ રાજયને ભરવા જવાબદાર છે . ગુજરાતમાં ફક્ત નિયમ ૩૨ હેઠળ કબજા કિંમત માડી તથા મહેસૂલ માફી અથવા બંન્નેમાંથી એક માફી વાળી ગ્રાંટ કરવામાં આવે છે તે સિવાય સરવે જમીનો રાજપને મોસૂલ ભરવાને પાત્ર છે . ખાતેદાર Occupant માં કબજેદાર અથવા જમીન માલિકનો સમાવેશ થતો હોઈ સરકારી અથવા મહેસૂલી હક્કપત્રકનો કાયદો ખોલસો જમીનનો ખરે ખર કબજો ધરાવનાર ખાતેદાર ગણાય છે અને તે મુજબ જમીનનો કબજો હોવો અથવો કબજો ધરાવવાનો વરિષ્ઠ હક્ક હોવો ખાતેદાર માટે જરૂરી છે એટલે કે ખરેખર ગણોતિયો કબજેદાર હોય તો પણ તે ખાતેદાર ગણાય નહીં પણ વરિષ્ટ ધારણ કરનાર જ ખાતેદાર ગણાય . આ જોગવાઈ ગણોતધારાથી જુદા પ્રકારની છે . ઉપરની વ્યાખ્યા જોતાં સરકારી જમીનનો પટેદાર પટાની મુદત દરમિયાન જયાં સુધી પટાની શરતો ( કલમ ૨૮ શેઠળ જે શરતો રાખી હોય તે સહિત ) નું પાલન કરે ત્યાં સુધી , પટાની મુદત સુધી ખાતેદાર છે . જયારે પટા સિવાયનો કબજેદારની જમીન ધરાવવાનો હક્ક કાયમ માટેનો પણ કબજેદારની ખાતેદારની જવાબદારીઓ તથા પ્રતિબંધોને આધિન છે.મામ ખરેખર કબજાને મહત્વ અપાતાં , પોલીસ્ટ ખાતેદાર એટલે કે રેકર્ડમાં નામ હોય પન્ન ખરેખર કબજો ન હોય તેવા ખાતેદારો નાબૂદ થયા છે . સૌરાષ્ટ્ર વિસ્તારના ખાતામાં જમીન ધારણ કરનાર ખાતેદારોને તા . ૨૯-૧૯૪૮ની અસરથી આ જમીન મહેસૂલ અધિનિયમ મુજબના કબજેદાર - ખાતેદારના હક્કો , વિના કબજા કિંમતે ઠરાવ નં . આરડી , ૨/૪ . એ / ૪-૧ / ૨ ૧૫૧ , તા.૧-૩-૧૯૫૦ નાથી આપ્યા છે . ઉપરના ઠરાવની વિશેષ સ્પષ્ટતાઓ તા.૯-૭-૧૯૫૨ની કરાઈ છે જે નીચે મુજબ છે . ૧. તા . ૧-૩-૧૯૪૮ના રૌજ ખાલસા જમીનના ગણોતીયા તરીકે ખરેખર જે ઈસમો ખરેખર કાયદાનુસારના કબજામાં હોય અને તેઓ કે તેમના કાયદેસરના વારસો તા . ૧-૩-૧૯૫૨ સુધી તે જમીન ધરાવતાં હોય તેમને કબજેદાર ખાતેદારના આ કાયદાના બધા હક્કો મળે છે . પણ જો આવી જમીન બગીચાની હોય અને તેમાં ઝાડો તેમણે ઉગાડ્યા હોય કે ખરીદ કર્યા હોય તો જ ઝાડોની માલિકી તેમને મળે . ૨. ઉપરની જોગવાઈમાં સમાવિષ્ટ ન થતાં હોય અને તા.૧-૮-૧૯૪૮ પછી પટ્ટા અપાયા હોય તો તેઓને ઉપરના તા.૧-૩-૧૯૫૭ના ઠરાવનો લાભુ મળશે નહીં , ૩ , ખેતીની જે જમીનો નિવાસિતોને ફાળવી તેમાં તેમને કશો માલિકી હક્ક મળતો નથી , પણ તેમના પાકિસ્તાનામાંની મિલકતના દાવા સામે પુનઃવસવાટ ખાતા તરફથી મિલ્કત ફાળવણી રહેશે . તેવી જ રીતે કચ્છ વિસ્તારમાં પણ ૧૦ વર્ષ સુધી રાવળી જમીનનો ઉપભોગ કર્યો હોય તેમને તા . ૨૨ ૪-૧૯૪૮ના ઠરાવથી બુટા હક્ક ( કબજા હક્ક ) ખાપવામાં આવેલ છે . સરકારી ખાલસા જમીનના ખેડૂતો પક્ષ જો બુટાકડ ભરતા હોય તેઓ તા ૧૪-૮-૧૯૫૩ના હુકમથી કબજેદાર- ખાતેદાર જાહેર કરાયેલા છે . ખાતેદારના હકકો નીચે મુજબ ગણાવી શકાય . ( ૧ ) પોતાના હસ્તકની જમીન ઉપર ઠરાવેલ જમીન મહેસૂલ નિયમિત ભરીને અને તે જમીન પરત્વે અન્ય કોઈ ઠરેલ શરતોનું પાલન કરી તે જમીનનો કાયમી કબજો ભોગવટો કરવાનો ખાતેદારને હક્ક છે . ( કલમ ૩ ( ૧૪ ) અને ૬૮ ( ૨ ) ) , ( ૨ ) જમીનમાં વધુ ઉત્પાદન કરવાના માટે જમીનમાં જરૂરી સુધારા વધારા કરવાનો હક્ક છે . આ માટે તે ફાર્મ હાઉસ , કૂવા , તળાવ વગેરે કરે કે જેનાથી ખેતીનો વિકાસ થાય કે ખેતીમાં સગવડતા થાય તેવા કાર્યો કરી શકે ( કલમ ૬૫ ( ૧ ) ) , ( ૩ ) પોતાના ખેતરની પાસેના નદી , નાળાના કાંઠાની કિનારાની જમીન પાસે નવી થયેલ ભાઠાની જમીન એક એકરથી વધુ નહીં હોય ત્યાં સુધી તેનો વગર કિંમતે હંગામી ઉપયોગ કરવાનો તેને હકક છે , ( કલમ ૨૪ ) , ( ૪ ) જયારે આવો વિસ્તાર એક એકર કરતાં વધુ હોય ત્યારે આકારના ૩ પટથી વધુ નહીં તેવી રાહત રકમથી તે એ જમીન પરત્વે કબજા હક્ક અગ્રતાથી મેળવી શકે ( કલમ ૬૩ ) , ( ૫ ) નદી , નાળાના પ્રવાહથી તેના ખાતાની અડધા એકરથી ઓછી ન હોય તેવી જમીનનું ધોવાણ થઈ જાય તો તેટલી જમીન પૂરતો આકામ કમી કરાવવાનો તેને હક્ક છે , ( કલમ ૪૭ ) , ( ૬ ) સરકારે જે ઝાડની માલિકી ખાસ પોતાના હસ્તક રાખી હોય તે સિવાયના ઝાડો પરત્વે માલિકી હક્ક રહે . સાગ , સીસમ , સુખડ , ચંદન , મહુડો અને ખેરના ઝાડો પરત્વે રાજયે પોતાના હક્ક રાખ્યા છે , ( કલમ ૪૦ ) , ( ૭ ) ખાતેદારનો ખાતાની જમીન પરત્વેનો કબજા હક્ક તેની વંશ પરંપરાગત અને બદલાપાત્ર મિલ્કત ગણાય છે એટલે આવી ખાતાની જમીન ઉપર જો અન્ય કલમો દ્વારા નિયંત્રણ ન મૂકાયું હોય તો તે જમીન વેચી શકાય , ગીરો મૂકી શકાય વગેરે માલિકીના વ્યવહારો કરી શકાય . ( કલમ ૭૩ ) , ( ૮ ) પોતાના ખાતાની જમીનનું રાજીનામુ આપવાનો ખાતેદારને હક્ક છે . ( ક્લમ ૭૪ ) , ( ૯ ) . જયારે જમીન પરત્વેનો આકાર સેટલમેન્ટ મુજબ નક્કી થયો હોય ત્યારે સેટલમેન્ટની ગેરંટી સમય જે તીસ વર્ષનો છે ત્યાં સુધી આકારમાં કશો વધારો નહીં થવા દેવાની ખાતેદારને હક્ક છે , ( કલમ ૧૧૭ ડી ) , ( ૧૦ ) પોતાના ખર્ચે પોતાની જમીનમાં કરેલ સુધારાના કારણે વધેલ ઉત્પશની બાબત આકારના રીવિઝન વખતે ધ્યાનમાં નહીં લેવાની તેને બાંહેધરી છે . ( કલમ ૧૧૭ એચ ) , ( ૧૧ ) ગામના માટે નીમ થયેલ ગૌચરમાં પોતાના ઢોર મફત ચરાવવાનો તેનો હક્ક છે . ( કલમ ૩૯ ) . ખાતેદારના હકક નથી તેવી બાબત નીચે મુજબ ગણાવી શકાય . ( ૧ ) ખાતેદારની તેની જમીનમાં ખાણ કે ખનીજ ઉત્પન્ન ઉપરનો હક્ક મળતો નથી . ( કલમ ૬૯ ) , ( ૨ ) જમીનને ખેતી માટે નકામી બનાવી દેવાય તેવી રીતે ખેતીની જમીનનું ખોદકામ કરવાનો તેને હક્ક નથી . ( નિયમ ૭૭ ) , ( ૩ ) જયાં ખેતીની કે બિનખેતીની જમીન નિયંત્રિત સત્તા પ્રકારની કે નવી શરતની હોય ત્યાં તે કલેકટરની રજા વિના તેનું વેચાણ કરી શકે નહીં . ( કલમ ૬૮,૭૩ એ અને ૭૩ એએ ) , ( ૪ ) પોતાના ખાતાની જમીનમાં તે મીઠું પકવી શકતો નથી . ( નિયમ ૭૬ ) , ( ૫ ) પોતખરાબા જે બી વર્ગ હોય તે ખેડી શકાય નહી તે ખેડવાનો તેને હક્ક નથી . ( નિયમ ૭૫ , કલમ ૪૮ ) , ( ૬ ) જમીન તેને જે હેતુ માટે મળી હોય તે જ હેતુ માટે તેનો ઉપયોગ થઈ શકે અન્ય ઉપયોગ રજા વિના કરવાનો તેને અધિકાર નથી . ( કલમ ૪૮ , ૪૫ , ૬૫ એ ) . ખાતેદારની જવાબદારીઓ પણ નીચે મુજબ ગણાવી શકાય . ( ૧ ) ઠરાવેલ જમીન મહેસૂલ માંગણી મુજબ નિયમિત ભરી આપવાની ખાતેદારની જવાબદારી છે , ( કલમ ૬૮ ) , ( ૨ ) પોતાના ખાતાની જમીનમાં હદ નિશાનની જાળવણીની બધી જવાબદારી ખાતેદારની છે , ( કલમ ૧ ૨૩ ) , ( 3 ) જમીનની મોજણી વખતે જ્યારે સરવે ખાતાના અમલદાર બોલાવે ત્યારે હાજર થઈ જરૂરી વિગતો આપવાની તેની જવાબદારી છે , ( કલમ ૯૨ ) , ( ૪ ) મોજણી વખતે વાવટા પકડનાર પૂરા પાડવાની જવાબદારી પણ તેની છે . ( કલમ ૯૭ ) , ( ૫ ) હક્કપત્રક અંગે કે તે અંગેના કોઈ રજીસ્ટર કે નકશા તૈયાર કરવા વખતે હાજર રહેવા બોલાવાય તો હાજર રહેવા તેની જવાબદારી છે , ( કામ ૧૩૫ જી ) , ( ૬ ) જમીન પરત્વે વારસાઈની રૂએ કે અન્ય રીતે હક્ક પ્રાપ્ત કરાય ત્યારે તેની જાણ ત્રણ માસમાં તલાટીને મહેસૂલી હક્કપત્રકનો કાયદો કરવાની તેની જવાબદારી છે , ( કલમ ૧૩૫ સી ) , ( ૭ ) હક્કપત્રક અંગે જે કોઈ કાગળ કે દસ્તાવેજમાં માંગવામાં આવે ત્યારે તે પૂરા પાડવાની જવાબદારી પણ ખાતેદારની છે , ( કલમ ૧૩૫ એફ ) . 

નોંધ - નવા સુધારા માન્ય રહેશે

No comments: