રહેણાંકના હેતુ માટે રાહતદરે ફાળવવામાં આવેલ જમીન વેચાણ તથા જુની શરતમાં ફેરવવા બાબત - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Friday, November 19, 2021

રહેણાંકના હેતુ માટે રાહતદરે ફાળવવામાં આવેલ જમીન વેચાણ તથા જુની શરતમાં ફેરવવા બાબત

ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ પરિપત્ર ક્રમાંક : જમન / ૧૦૧૯ / ૫૩૨ / અ તા . ૧૬/૦૩/૨૦૧૯ 

મહેસૂલ વિભાગની પ્રવર્તમાન નીતિ મુજબ રાહતદરે ફાળવેલ પ્લોટ પૂર્વમંજૂરીથી મકાન સહિત પ્લોટ વેચાણના કિસ્સામાં બજાર કિંમતના ૫૦ % પ્રિમિયમ વસૂલ કરી મંજૂરી આપવાની જોગવાઇ છે જ્યારે અનધિકૃત વેચાણ ના કિસ્સામાં બજાર કિંમતના ૭૫ % પ્રિમિયમ વસૂલ કરી અનધિકૃત વેચાણ નિયમિત કરવાની જોગવાઇ થયેલ છે . જ્યારે બજાર કિંમતે રહેણાંક હેતુ માટે ફાળવેલ પ્લોટ વેચાણ કરવાના કિસ્સામાં તા .૨૯ / ૦૯ / ૧૭ તથા તા.૦૧. ૧૧ ૧૮ ના ઠરાવી જોગવાઈ કરવામાં આવેલ છે 




સરકારશ્રી દ્વારા જ્યારે રાહત દરે પ્લોટ ફાળવવામાં આવે છે . ત્યારે રાહત દરે ફાળવેલ પ્લોટ / મકાનનું એકવાર વેચાણ થઇ જાય ત્યારબાદ તેવા પ્લોટ , મકાનોમાં મહેસૂલ વિભાગના તા .૨૯ / ૦૯ / ૧૭ તથા તા .૦૧ / ૧૧ ૧૮ ના ઠરાવ મુજબ નહીં પરંતુ મહેસૂલ વિભાગના તા .૦૬ / ૦૬ / ૨૦૦૩ ના ઠરાવની જોગવાઇ મુજબ જ આગામી કાર્યવાહી કરવાની રહે છે .


આ સૂચનાનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે .

 ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે

G R

No comments: