નવી વર્ધિત પેન્શન યોજના હેઠળ તા.૦૧.૦૪.૨૦૦૫ કે ત્યારબાદ નિયમિત નિમણૂક પામેલ રાજ્ય સરકાર/પંચાયત/ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓના અધિકારી/ કર્મચારીઓ કે જેઓના કાયમી પેન્શન ખાતા નંબર (PPAN) નિયામક, પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરી, ગાંધીનગર (નોડલ ઓફિસ) દ્વારા ફાળવવામાં આવે છે તેઓને આ ઠરાવનો લાભ મળવાપાત્ર થશે. - title clear satlasana revenue property

Latest

​📄 ખેતર, પ્લોટ અને મકાનના દસ્તાવેજ 🌱 જમીન એન.એ. (N.A. - બિનખેતી) 👥 વારસાઈ 🤝 જમીન વહેંચણી ✍️ હક્ક દાખલ કરવા તથા હક્ક કમી કરવા ​🏛️ મહેસૂલી અને તમામ સરકારી કામકાજ ખેતર, પ્લોટ તથા મકાનના દસ્તાવેજ હવે ઓથોરાઇઝ્ડ સ્ટેમ્પ વેન્ડર લાયસન્સી દ્વારા સચોટ અને કાયદેસર કરી આપવામાં આવશે.🏡 જમીન-મકાન પ્લોટ નાં બાના ખત, ગીરો, અને વેચાણ દસ્તાવેજ જેવા સરકારી કામકાજ માટે 🏡

Wednesday, October 5, 2022

નવી વર્ધિત પેન્શન યોજના હેઠળ તા.૦૧.૦૪.૨૦૦૫ કે ત્યારબાદ નિયમિત નિમણૂક પામેલ રાજ્ય સરકાર/પંચાયત/ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓના અધિકારી/ કર્મચારીઓ કે જેઓના કાયમી પેન્શન ખાતા નંબર (PPAN) નિયામક, પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરી, ગાંધીનગર (નોડલ ઓફિસ) દ્વારા ફાળવવામાં આવે છે તેઓને આ ઠરાવનો લાભ મળવાપાત્ર થશે.

વર્ધિત પેન્શન યોજનાના નિયમો બનાવવામાં આવેલ છે.

રાજ્યના વિવિધ કર્મચારી સંગઠનોએ ભારત સરકારના ધોરણે રાજ્ય સરકારના નવી વર્ધિત પેન્શન યોજના હેઠળના કર્મચારીઓને પણ અશક્તતા પેન્શન અને ચાલુ નોકરીએ અવસાનના કિસ્સામાં કુટુંબ પેન્શન મુજબના લાભો આપવા રજૂઆતો કરેલ હતી. જે સરકારશ્રીની સક્રિય વિચારણા હેઠળ હતી.

ઠરાવ :

પુખ્ત વિચારણાને અંતે ભારત સરકાર દ્વારા તા.૦૫.૦૫.૨૦૦૯ના ઓફિસ મેમોરેન્ડમથી નવી વર્ધિત પેન્શન યોજના અંતર્ગત અશક્તતા પેન્શન અને ચાલુ નોકરીએ અવસાનના કિસ્સામાં કુટુંબ પેન્શન મુજબના લાભો આપવામાં આવે છે તે ધોરણે રાજ્ય સરકારના નવી વર્ધિત પેન્શન યોજના હેઠળ સમાવિષ્ટ અધિકારી/કર્મચારીઓને તા.૦૧.૦૪.૨૦૦૫ની અસરથી ગુજરાત મુલ્કી સેવા (પેન્શન) નિયમો, ૨૦૦૨ના નિયમ-૫૨ થી ૬૪ મુજબ અશક્તતા પેન્શન અને ચાલુ નોકરીએ અવસાનના કિસ્સામાં ગુજરાત મુલ્કી સેવા (પેન્શન) નિયમો, ૨૦૦૨ના નિયમ-૧૪૯ થી ૧૫૭ની જોગવાઇઓને સુસંગત રહીને ગુજરાત મુલ્કી સેવા (પેન્શન) નિયમો, ૨૦૦૨ હેઠળની કુટુંબ પેન્શન યોજના, ૧૯૭૨ના નિયમ-૮૭ થી ૯૪ અંતર્ગત કુટુંબ પેન્શન મુજબના લાભો આપવાનું ઠરાવવામાં આવે છે.

નવી વર્ધિત પેન્શન યોજના હેઠળ તા.૦૧.૦૪.૨૦૦૫ કે ત્યારબાદ નિયમિત નિમણૂક પામેલ રાજ્ય સરકાર/પંચાયત/ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓના અધિકારી/ કર્મચારીઓ કે જેઓના કાયમી પેન્શન ખાતા નંબર (PPAN) નિયામક, પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરી, ગાંધીનગર (નોડલ ઓફિસ) દ્વારા ફાળવવામાં આવે છે તેઓને આ ઠરાવનો લાભ મળવાપાત્ર થશે.

રાજય સરકારની નવી વર્ધિત પેન્શન યોજના હેઠળ સમાવિષ્ટ અધિકારી/ કર્મચારીઓએ તેઓ ગુજરાત મુલ્કી સેવા (પેન્શન) નિયમો, ૨૦૦૨ અંતર્ગત અશકતતા પેન્શન અને ચાલુ નોકરીએ અવસાનના કિસ્સામાં કુટુંબ પેન્શન મુજબના લાભો મેળવવા માંગે છે કે કેમ તે અંગે આ ઠરાવ સાથે સામેલ ફોર્મ-A મુજબ ઠરાવ પ્રસિધ્ધ થયાની તારીખથી ત્રણ માસ સુધીમાં તેઓની કચેરીના વડાને વિકલ્પ આપવાનો રહેશે જેની સેવાપોથીમાં નોંધ લેવાની રહેશે. સંબંધિત અધિકારી/કર્મચારીઓએ વિકલ્પની સાથે ગુજરાત મુલ્કી સેવા (પેન્શન) નિયમો, ૨૦૦૨ના નિયમ-૮૯ હેઠળ નિયત થયેલ ફોર્મ-૧૩માં કુટુંબ અંગેની વિગતો પુરી પાડવાની રહેશે.

આ ઠરાવ પ્રસિધ્ધ થયા બાદ રાજય સરકારની નવી વર્ધિત પેન્શન યોજનામાં જોડાનાર અધિકારી/કર્મચારીએ નવી વર્ધિત પેન્શન યોજનામાં જોડાણ સમયે સદર વિકલ્પ આપવાનો રહેશે. જેની સેવાપોથીમાં નોંધ લેવામાં આવશે.

No comments: