બિન ખેતીનો હુકમ થયા બાદ, બિનખેતી જમીનની માપણી કરવા માટેની અરજી મહેસૂલ વિભાગના ORA પોર્ટલ પરથી ઓનલાઇન સ્વીકારવામાં બાબત.
રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં ટેકનોલોજીના ઉપયોગ થકી સીધા સંપર્ક વિના (Faceless Administration) સેવાઓ મેળવી શકે તે માટે વિવિધ મહેસૂલી સેવાઓને ઓનલાઇન કરવામાં આવેલ છે. જે પૈકી જમીન દફતર ખાતાની કચેરીઓમાં હદ, હિસ્સા અને પૈકી માપણી માટેની અરજી કરવાની પ્રક્રિયાને iORA પોર્ટલ પર સંદર્ભ-૧ ના પરિપત્રથી ઓનલાઇન કરવામાં આવેલ છે.
જમીન મહેસૂલ સંહિતાની કલમ – ૬૫ અંતર્ગત બિનખેતી પરવાનગી મેળવવાની કાર્યપધ્ધતિ સંદર્ભ – ૨ ના પરિપત્રથી ઓનલાઇન કરવામાં આવેલ છે. જે અંતર્ગત બિનખેતીની પરવાનગી માટે અરજી કરતા સમયે બિનખેતી જમીનની માપણી માટેની ફી પણ ઓનલાઇન સ્વિકારવામાં આવે છે.
હાલમાં બિનખેતીનો હુકમ થયા બાદ અરજદારે બિનખેતીની જમીન માપણીની અરજી કરવા માટે કચેરીએ રૂબરૂ મુલાકાત લેવી પડે છે. બિનખેતીની જમીનની માપણી પ્રક્રિયા ઝડપી અને અરજદાર દ્વારા કચેરીના સીધા સંપર્ક વગર હાથ ધરાય તે બાબત સરકારની વિચારણા હેઠળ હતી. પુખ્ત વિચારણાના અંતે સરકારશ્રી દ્વારા બિનખેતી જમીનની માપણી કરાવવા માટેની અરજી iORA પોર્ટલથી ઓનલાઇન કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે. જે અન્વયે iORA પોર્ટલ પર અરજી તેમજ જમીન દફ્તર ખાતાની કચેરીઓને માપણી કામગીરી imojni એપ્લીકેશન મારફત કરવા નીચે મુજબની સુચનાઓ પરિપત્રીત કરવામાં આવે છે.
: પરિપત્ર :
1. બિનખેતીનો હુકમ થયા બાદ જિલ્લા નિરીક્ષક, જમીન દફતરના રેકર્ડ પર કરવાની થતી દુરસ્તી માટે માપણી અરજીનો પ્રકાર "બિન ખેતીની દુરસ્તીની માપણી" રહેશે.
2. બિનખેતીનો હુકમ થતાં જ સ્વયંસંચાલિત રીતે બિનખેતીની માપણી અરજી તૈયાર થશે અને imojni એપ્લીકેશનમાં અરજદારની જરૂરી વિગતો સાથેની અરજી, બિનખેતીનો હુકમ તથા અરજદારે રજુ કરેલ વિગતો મળશે. આ માટે અરજદારે અલગથી કોઇ માપણી અરજી કરવાની રહેશે નહિ અને ફી ભરવાની રહેશે નહીં.
3. માપણી માટે અરજીની સરવેયરને ફાળવણી સિસ્ટમ દ્વારા કરવામાં આવશે અને માપણીની તારીખ જિલ્લા નિરીક્ષક, જમીન દફતર કચેરી દ્વારા આપવામાં આવશે. 4. સદર માપણી અરજીને તાકીદની માપણી અરજી ગણવાની રહેશે, અને તે મુજબની સમય મર્યાદામાં અરજીનો નિકાલ કરવાનો રહેશે.
5. જિલ્લા નિરીક્ષક, જમીન દફતરની કચેરીએ "બિન ખેતીની દુરસ્તીની માપણી" અરજી અન્વયે દુરસ્તીની પ્રક્રિયા પુર્ણ થતાં માપણી શીટ તથા અન્ય જરૂરી રેકર્ડની નકલ સંબંધીત સિટી સરવે કચેરીને ફરજીયાત પણે મોકલી આપવાની રહેશે.
No comments:
Post a Comment