સમય મર્યાદા: અરજદારે પરવાનગીની તારીખથી ત્રણ વર્ષની અંદર ઉપરોક્ત બિન-ખેતી ઉપયોગ માટે આ પ્લોટ મૂકવો પડશે." રદ કરેલ છે. - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Friday, October 7, 2022

સમય મર્યાદા: અરજદારે પરવાનગીની તારીખથી ત્રણ વર્ષની અંદર ઉપરોક્ત બિન-ખેતી ઉપયોગ માટે આ પ્લોટ મૂકવો પડશે." રદ કરેલ છે.

જમીન મહેસૂલ સંહિતાની કલમ-૬૫ અંતર્ગત બિનખેતી પરવાનગીના હુકમમાંથી બાંધકામની સમય મર્યાદા દૂર કરવા તથા સંલગ્ન શરતભંગ બાબત

ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ પરિપત્ર ક્રમાંક : બખપ/૧૦૦૬/૪૨૫/ક તારીખઃ ૧૬-૦૬-૨૦૨૨ સચિવાલય, ગાંધીનગર,

 સંદર્ભ :

(૧) મહેસૂલ વિભાગનો તા.૦૧/૦૭/૦૮ નો ઠરાવ ક્રમાંકઃ બખપ/૧૦૦૬/૪૨પ/ક 

(૨) મહેસૂલ વિભાગનો તા.૧૨/૧૨/૧૮ નો ઠરાવ ક્રમાંકઃ બખપ/૧૦૦૬/૪૨૫/ક 

(૩) મ.વિ .ના તા: ૨૪-૧૨-૨૦૨૧ જાહેરનામા ક્રમાંક : GHM/2021/165/M/BKP/1006/425/K 

(૪) મ.વિ.ના તા:૧૮-૦૫-૨૦૨૨ જાહેરનામા ક્રમાંક : GHM/2022/63 /M/BKP/1006/425/K

 

સમય મર્યાદા: અરજદારે પરવાનગીની તારીખથી ત્રણ વર્ષની અંદર ઉપરોક્ત બિન-ખેતી ઉપયોગ માટે આ પ્લોટ મૂકવો પડશે." રદ કરેલ છે.

// પરિપત્ર //

 બિનખેતીના પરવાનગીના હુકમોમાંથી બાંધકામની સમયમર્યાદા દર્શાવતી શરત દૂર કરવા અને ગુજરાત જમીન મહેસુલ નિયમો,૧૯૭૨ ના નિયમ-૮૭ હેઠળના સનદનો નમુનો 'ત' માં સુધારો કરવા બાબતે મળેલ સરકારશ્રીની અનુમતિ અન્વયે સંદર્ભ

(3) દર્શિત પ્રાથમિક જાહેરનામું તા: ૨૪-૧૨-૨૦૨૧ ના રોજ અસાધારણ રાજ્યપત્રમાં પસિધ્ધ કરવામાં આવેલ હતું. ત્યારબાદ આખરી જાહેરનામા ક્રમાંક : GHM/2022/63/ M/BKP/1006/425/K, તા: ૧૮-૦૫-૨૦૨૨ ના રોજ અસાધારણ રાજ્યપત્રમાં પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

 ૨. સંદર્ભ(૪)દર્શિત જાહેરનામા અન્વયે નિમ્નલિખિત સુચનાઓ પરિપત્રિત કરવામાં આવે છે: (૧) ગુજરાત જમીન મહેસુલ નિયમો,૧૯૭૨ ના નિયમ-૮૭ હેઠળના સનદનો નમુનો 'ત'માંથી બાંધકામની સમયમર્યાદા દર્શાવતી નિમ્નલિખિત શરત ક્રમાંક: ૦૪ દૂર કરવામાં આવેલ છે:

 "4. Time Limit: The Applicant shall within three years from the date of permission shall put the said plot, to the above mentioned non-agricultural use."

( 4. સમય મર્યાદા: અરજદારે પરવાનગીની તારીખથી ત્રણ વર્ષની અંદર ઉપરોક્ત બિન-ખેતી ઉપયોગ માટે આ પ્લોટ મૂકવો પડશે." ) રદ કરેલ છે. 

 તથા

(૨) ગુજરાત જમીન મહેસુલ સંહિતા, ૧૮૭૯ ની કલમ-૬૫ અંતર્ગતના બિનખેતી પરવાનગીના ઓનલાઇન હુકમોમાંથી બાંધકામ પુર્ણ કરવાની સમયમર્યાદા દર્શાવતી શરત દૂર કરવાની રહેશે.

તથા

(૩) ગુજરાત જમીન મહેસુલ સંહિતા, ૧૮૭૯ ની કલમ ૬૬-૬૭ હેઠળના શરતભંગના કેસો ચલાવતી સમયે બિનખેતી પરવાનગીના હુકમમાં સમાવિષ્ટ બાંધકામની સમયમર્યાદા બાબતના કેસોને શરતભંગ ન ગણવા સર્વે કલેકટરશ્રીઓને સુચિત કરવામાં આવે છે.

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

No comments: