જમીનની વહેંચણી/પૈકી વેચાણ/પૈકી હેતુ ફેરના હુકમ પૈકી ગ્રાન્ટના કિસ્સામાં ગામ નમૂના નં.૭ ના પાનીયા અલગ કરવા બાબત માપણીની જરૂર નથી ? પૈકી પાનીયા કરી શકાશે.
ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ સચિવાલય, ગાંધીનગર.
પરિપત્ર ક્રમાંક : સીટીએસ/૧૩૨૦૨૨/૧૫૦૮/હ તા. ૨૩/૦૯/૨૦૨૨
સંદર્ભ:
(૧) મહેસૂલ વિભાગનો પરિપત્ર ક્રમાંક : સીટીએસ/૧૩૨૦૨૦/૧૯૧/હ તા. ૦૭/૦૮/૨૦૨૦
------------------------------------------------------------
પરિપત્ર:
1. નાયબ મામલતદાર, ઇ-ધરાએ વહેચણી પૈકી વેચાણ પૈકી હેતુ ફેરના હુકમ પૈકી ગ્રાન્ટના હુકમની હક્કનોંધ પ્રમાણિત થયા બાદ તેની અસર આપતા સમયે ફક્ત કબજેદારના કોલમમાં હક્ક પ્રાપ્ત કરનારનુ નામ અને ક્ષેત્રફળ દર્શાવવુ અને મુળ ગામ નમુના નં. ૭ જાળવી રાખવું જેમાં કુલ ક્ષેત્રફળમાં કોઇ ફેરફાર કરવાનો રહેશે નહીં તથા ગામ નમુના નં. ૭ ના પૈકી પાનીયા અલગ કરવાના રહેશે નહીં. જ્યારે હિસ્સા ઉપસ્થિત કરાવનાર કે હિસ્સાનો હક્ક પ્રાપ્ત કરનાર હિસ્સા માપણી કરાવે ત્યારે જિલ્લા નિરીક્ષક જમીન દફ્તરની કચેરી દ્વારા હિસ્સા માપણી થયા બાદ હિસ્સા પુરવણી પત્રક નં.૧૨ અથવા હુકમના કિસ્સામાં કે.જે.પી.ના આધારે તેની નોંધ ઇ-ધરામાં પડે ત્યારે તેની અસર આપતા સમયે ગામ નમુના નં. ૭ ના પાનીયા અલગ કરવાના રહેશે જેથી રેવન્યુ રેકર્ડ અને સર્વે રેકર્ડમાં ક્ષેત્રફળમાં વિસંગતતા નિવારી શકાય અને હક્ક પ્રાપ્ત કરનારનો અધ્યતન નક્શો બની શકે અને ગુજરાત જમીન મહેસુલ નિયમો - ૧૯૭૨ના નિયમ ૨૧(૧) અને ૨૧(૨)ની જોગવાઇ મુજબ અમલવારી થઇ શકશે.
2. જમીનની વહેંચણી/પૈકી વેચાણ પૈકી હેતુ ફેરના હુકમ પૈકી ગ્રાન્ટના હુકમની હક્કનોંધની અસર આપનાર નાયબ મામલતદાર, ઇ-ધરા દ્વારા આવી હક્કનોંધોની ચકાસણી કરવામાં આવે ત્યારે તેના સ્ટ્રકચરલ ફોર્મ (એસ.ફોર્મ)થી ખાત્રી કરવાની રહેશે.
૩. માપણીના હિસ્સા ફોર્મ નં.૪ના આધારે ઇ-ધરા શાખામાં કોઇ હક્ક નોંધ તથા ગામ નમુના નં. ૭ અલગ પાડવાના રહેશે નહીં, પરંતુ જિલ્લા નિરીક્ષક જમીન દફ્તર કચેરી દ્વારા પુરવણી પત્રક નં.૧૨ અથવા હુકમના કિસ્સામાં કે.જે.પી બનાવે ત્યારે જ તેની હક્કનોંધ પાડી તે મુજબ ગામ નમુના નં. ૭ અલગ પાડવાના રહેશે.
4. હવેથી હિસ્સા પુરવણી પત્રક નં. ૧૨ અથવા હુકમના કિસ્સામાં કે.જે.પી. ની હક્કનોંધ જિલ્લા નિરીક્ષક જમીન દફ્તર કચેરી દ્વારા તથા તેની અસર ઇ-ધરા શાખા દ્વારા ગામ નમુના નં.૭માં આપવાની રહેશે.
---------------------------------------------------------------------
પરિપત્ર ક્રમાંક : સીટીએસ/૧૩૨૦૨૦/૧૯૧/હ તા. ૦૭/૦૮/૨૦૨૦ ના પરિપત્રને ધ્યાનમાં રાખીને નવો પરિપત્ર કરેલ છે. જે નીચે મુજબ છે.
🧾🧾🧾🧾🧾🧾🧾🧾🧾🧾🧾🧾🧾🧾🧾🧾🧾
: પરિપત્ર :
જમીનની વહેંચણી/પૈકી વેચાણ/પૈકી હેતુ ફેરના હુકમ/ પૈકી ગ્રાન્ટના કિસ્સામાં ગામ નમૂના નં.૭ ના પાનીયા અલગ કરવા માટે નિયત કાર્યપધ્ધતિ અનુસરવા બાબતે સંદર્ભ (૧) માં વંચાણે લીધેલ પરિપત્રથી સૂચનાઓ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતી.
સંદર્ભદર્શિત પરિપત્ર ક્રમાંક (૧) બાબતે ઉપસ્થિત થયેલ પ્રશ્નોને ધ્યાને લઇને આ પરિપત્રની અમલવારી મોકૂફ રાખવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. કાળજીપૂર્વક વિચારણાના અંતે પરિપત્ર ક્રમાંક: સીટીએસ/૧૩૨૦૨૦/૧૯૧/હ તા.૦૭/૦૮/૨૦૨૦ની અમલવારી હાલ પૂરતી સમગ્ર રાજ્યમાં મોકૂફ રાખવામાં આવે છે.
ગુજરાતના રાજયપાલશ્રીના હુકમથી અને તેમના નામે,
મહેસૂલ વિભાગ, ગુજરાત સરકાર
No comments:
Post a Comment