ખાનગી માલિકીની 4 હેક્ટર સુધી જમીનમાં હરાજી વિના ગૌણ ખનિજો માટે લિઝ ફાળવણી
પડતર-સેવ્ડ કેસોની મંજૂરીની સમય મર્યાદામાં ત્રણ વર્ષનો વધારો અને બાકી લેણાની વ્યાજના દરોમાં 6 ટકાનો ઘટાડો કરાયો
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં ખાણ ખનિજ ક્ષેત્રે ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસને પ્રોત્સાહિત કરતો મહત્વપૂર્ણ અભિગમ અપનાવ્યો છે. આ સંદર્ભમાં તેમણે ગુજરાત ગૌણ ખનિજ છૂટછાટ નિયમો-ર0રરમાં જાહેરહિત અને વહીવટી સરળીકરણના ધ્યેય સાથે ખાણકામ નિયમોમાં સુધારા જાહેર કર્યા છે.મુખ્યમંત્રીએ જે મહત્વપૂર્ણ સુધારા કર્યા છે તે મુજબ રાજ્યમાં હવેથી ખાનગી જમીન માલિકોને 4 હેક્ટર સુધીના વિસ્તાર તમામ ગૌણ ખનિજો માટે જાહેર હરાજી વગર અરજી આધારિત નિયમાનુસારના પ્રીમીયમથી લીઝની ફાળવણી કરવામાં આવશે.
એટલું જ નહિ, જે-તે વિસ્તારમાં મળેલી મંજૂરી, એન.ઓ.સી, એન્વાયરમેન્ટ કલીયરન્સ, ફોરેસ્ટ કલીયરન્સ તેમજ મહેસૂલી અભિપ્રાય વગેરેને નવી મંજૂરી સમયે માન્ય ગણવામાં આવશે. એટલે કે આવી મંજૂરીઓ બીજીવાર લેવાની જરૂરિયાત રહેશે નહિ.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એવો નિર્ણય પણ આ નિયમોમાં સુધારા અન્વયે કર્યો છે કે, પડતર સેવ્ડ કેસોની મંજૂરી માટેની સમયમર્યાદા જે ર0રર માં પૂર્ણ થતી હતી તે વધુ ત્રણ વર્ષ એટલે કે ર0રપ સુધી વધારી આપવામાં આવી છે.
તેમણે અન્ય એક મહત્વનો અને લીઝ ધારકોને આર્થિક રાહત આપતો સુધારો એ પણ કર્યો છે કે, બાકી લેણાના વ્યાજના દરોમાં 6 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હાલ 18 ટકા છે તે ઘટાડીને હવે 1ર ટકાનો વ્યાજ દર કરવામાં આવ્યો છે. ખાણકામના નિયમોમાં જે અન્ય સુધારાઓ કરવામાં આવ્યા છે તે મુજબ જાહેર હરાજીથી પ્રથમ તબક્કામાં ભાગ લીધો હોય તેવા બિડર્સમાંથી ટેક્નીકલી ક્વોલીફાઇડ તમામ બિડર્સ બીજા તબક્કામાં ભાગ લઇ શકશે.
આ ઉપરાંત આર્થિક બોજો વધે નહિં તે હેતુસર બિડરને ત્રણ તબક્કામાં અપફ્રન્ટ પેમેન્ટની સુવિધા આપવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એવો સુધારો પણ આ નિયમોમાં કર્યો છે કે, ખનિજ જથ્થો પૂર્ણ થઇ જાય અથવા વૈજ્ઞાનિક ઢબે ખાણકામ થઇ શકે તેમ ન હોય તેવા કિસ્સામાં લીઝ ધારક આવો લીઝ વિસ્તાર પરત કરી શકશે. મુખ્યમંત્રીએ ખાણ ખનિજ ક્ષેત્રમાં જાહેર કરેલા આ સુધારાઓને પરિણામે માઇનિંગ ઇન્ડસ્ટ્રીઝની જે ઇકો સિસ્ટમ રાજ્યમાં ઊભી થયેલી છે તેમાં વધુ સરળીકરણ થશે. ખાણ ખનિજ ક્ષેત્રે પારદર્શિતા વધશે તેમજ પ્રક્રિયાઓ ઝડપી બનશે.
ખાનગી જમીનમાં 4 હેક્ટર સુધી હરાજી વિના લીઝની મંજૂરીથી ક્વોરી ઉદ્યોગને મોટી રાહત
ગૌણ ખનિજ છૂટછાટ માં નવા સુધારા:ચાર હેકટર જમીન ધરાવતી વ્યક્તિને લિઝ મંજુર કરવા હરાજીની પ્રક્રિયામાંથી છુટકારો મળતા કચ્છમાં રોજગારીના નવા દ્વાર ખુલશે
સરકારે ગૌણ ખનિજ છૂટછાટ (સુધારા)માં નવા સુધારા જાહેર કર્યા છે જે મુજબ કચ્છ સહિત રાજ્યમાં હવેથી ખાનગી જમીન માલિકોને 4 હેક્ટર સુધીના વિસ્તારમાં તમામ ગૌણ ખનિજો માટે જાહેર હરાજી વગર અરજી આધારિત લીઝની ફાળવણી કરવામાં આવશે.
અગાઉ કોઈપણ લિઝ મંજુર કરાવવી હોય તો જાહેર હરરાજી કરવામાં આવતી,તેમાં 6 મહિનાનો સમયગાળો વીતી જતો પણ હવે આ નિયમ થકી ગૌણ ખનીજ જેવા કે,રેતી,ચાઈનાકલે,બિલ્ડીંગ સ્ટોન સહિતના માટે લિઝ મંજુર કરાવવી હોય તો પ્રીમિયમ અને રોયલ્ટી ભરીને લિઝ મેળવી શકાશે.એટલું જ નહિ, જે-તે વિસ્તારમાં મળેલી મંજૂરી, એન.ઓ.સી, એન્વાયરમેન્ટ કલીયરન્સ, ફોરેસ્ટ કલીયરન્સ તેમજ મહેસૂલી અભિપ્રાય વગેરેને નવી મંજૂરી સમયે માન્ય ગણવામાં આવશે. એટલે કે આવી મંજૂરીઓ બીજીવાર લેવાની રહેશે નહિ.
કચ્છમાંથી મળતા બેન્ટોનાઇટ અને ચાઈનાકલે વિદેશમાં નિકાસ થાય છે.જેથી વિદેશી હૂંડિયામણ પણ વધશે અને સરળતાથી બજારમાં ખનીજ મળી શકશે અત્યારસુધી સરકારની બ્લોક સિસ્ટમના કારણે લિઝ સરળતાથી મંજુર ન થવાથી નાના ઉદ્યોગકારોને તેમના કારખાના મોટા ઉદ્યોગકારોને ભાડે આપી દેવા પડતા હતા.નાના ઉદ્યોગકારો પણ માઇનિંગ કરી શકશે તેવું સેક્રેટરી જગદીશભાઈ ઝવેરી અને મીડિયા-કો ઓર્ડિનેટર ભદ્રેશ દોષીએ જણાવ્યું હતું.
No comments:
Post a Comment