વ્યક્તિનાં પિતૃત્વ અંગે નિર્ણય કરવાની સત્તા એકમાત્ર ફેમિલી કોર્ટને છે
આ કેસમાં વાદીએ પોતે પ્રથમ પ્રતિવાદીનો દીકરો છે એવી જાહેરાત માટે દીવાની કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. જે સામે પ્રતિવાદી દ્વારા દાવાની ચાલવાપાત્રતા અંગે વાંધા ઉઠાવ્યા હતા. તેમ છતાં દીવાની કોર્ટે તે વાંધા નામંજૂર કરી વચગાળાનો હુકમ કર્યો હતો. દરમિયાન પ્રતિવાદીએ અપીલ કરતાં નામદાર હાઈકોર્ટે ઠરાવ્યું હતું કે, સૌથી મહત્ત્વનો પ્રશ્ન જે દાવામાં ઉપસ્થિત થયો હતો તે વાદીના પિતૃત્વ અંગે હતો અને આવા પ્રશ્નનો ન્યાય નિર્ણય માત્ર ફેમિલી કોર્ટ દ્વારા જ થઈ શકે. દીવાની કોર્ટને તે અંગે બેશક કોઈ હકૂમત હોતી નથી. નીચલી કોર્ટનો હુકમ સેટ-એસાઈડ કરવામાં આવ્યો અને દાવા અરજીને યોગ્ય ફોરમ સમક્ષ રજૂ કરવા વાદીને સૂચના આપવામાં આવી.
No comments:
Post a Comment