મોજે.ધરોઈ તા.સતલાસણા, જિલ્લો-મહેસાણાની જમીન ધરોઈ બંધ ક્ષેત્રનું વૈશ્વિક કક્ષાના પ્રવાસી/તીર્થસ્થાન રૂપે વિકાસ ક૨વાની યોજના માટે જમીન સંપાદન અધિનિયમ-૨૦૧૩ની કલમ-૧૯(૧) જાહેરનામું પ્રસિદ્ધ કરવા બાબત. ગામ-ધરોઈ, તા.સતલાસણા, જિ.મહેસાણા.
યાદી :
વ્યવસ્થાપકશ્રી, સરકારી મધ્યસ્થ મુદ્રણાલય, ગાંધીનગરને આજ્ઞાનુસાર જણાવવાનું કે આ સાથે ઉપર્યુક્ત વિષય અંગેના કલમ - ૨૫ જાહેરનામાની ગુજરાતી અને અંગ્રેજી નકલો મોકલવામાં આવે છે. તે ગુજરાત સરકારના આજની તારીખના અસાધારણ રાજ્યપત્રના ભાગ-૧/બી માં Digital સ્વરૂપે egazette તરીકે egazette.gujarat.in પર સવેળા પ્રસિદ્ધ કરવા અને ઈ-મેઈલ:50- gh-rev@gujarat.gov.in ૫૨ મહેસૂલ વિભાગને મોકલી આપવા તેમજ કલેક્ટરશ્રી, મહેસાણાને તેમજ પ્રાંત અધિકારીશ્રી, ખેરાલુને ૫-૫ નકલ બારોબાર મોકલી વિનંતી છે.
આ સાથે સામેલ અનુસૂચિમાં દર્શાવેલ જમીનોની જાહેર હેતુ માટે એટલે કે, ધરોઇ બંધ ક્ષેત્રનું વૈશ્વિક કક્ષાના પ્રવાસી/તીર્થસ્થાન રૂપે વિકાસ કરવાની યોજના" (જેનો આમાં હવે પછી જાહેર હેતુની યોજના એમ ઉલ્લેખ કરવામાં આવેલ છે તે)ના આંતર માળખાકીય પ્રોજેક્ટના બાંધકામ માટે જરૂર પડવાનો સંભવ છે એવું ગુજરાત સરકારને જણાય છે.
૧. હવે જયારે,તા.૧૬/૦૯/૨૦૨૩ ગુજરાત સરકારના અસાધારણ રાજયપત્રમાં પ્રસિધ્ધ થયેલ મહેસુલ વિભાગના જાહેરનામાં ક્રમાંક: અમ-મ-૨૦૨૩-૩૬૨-જમહ-૨૦૨૩-૨૪૯-ધ થી. ગુજરાત સરકારે જમીન સંપાદન, પુનઃસ્થાપન અને પુનર્વસનમાં વ્યાજબી વળતર અને પારદર્શિતા અધિકાર અધિનિયમ, ૨૦૧૩ (૨૦૧૩ નો ૩૦મો) (જેનો આમાં હવે પછી “સદરહુ અધિનિયમ" તેમ ઉલ્લેખ કરવામાં આવેલ છે તે) ની કલમ-૧૦એ [(જમીન સંપાદન, પુનઃસ્થાપન અને પુનર્વસનમાં વ્યાજબી વળતર અને પારદર્શિતા અધિકાર (ગુજરાત સુધારો) અધિનિયમ, ૨૦૧૬) (૨૦૧૬ ના ગુજરાત અધિનિયમ નં-૧૨ ની કલમ-૩ થી દાખલ કરેલ)] થી મળેલ અધિકારો અન્વયે, રાજય સરકારે, જાહેર હિતમાં "ધરોઇ બંધ ક્ષેત્રનું વૈશ્વિક કક્ષાના પ્રવાસી/તીર્થસ્થાન રૂપે વિકાસ કરવાની યોજના" માટે સંપાદન કરવાની નીચે જણાવેલ અનુસૂચિત ક્ષેત્રફળની જમીનને, “સદરહુ અધિનિયમ" ના પ્રકરણ-૨ અને ૩ ની જોગવાઇઓની અમલવારીમાંથી મુક્તિ આપેલ છે,
૨. હવે જ્યારે, રાજ્ય સરકારે, “સદરહું અધિનિયમ"ની કલમ-૪૩ની પેટા કલમ-(૧)થી મળેલ અધિકારોની રૂએ જાહેરનામાં ક્રમાંક: અમ-મ-૨૦૨૩-૪૧૦-જમહ-૨૦૨૩-૨૪૯-ધ તા.૧૯/૧૦/૨૦૨૩ થી પ્રાંત અધિકારીશ્રી, ખેરાલુને ઉલ્લેખિત આંતરમાળખાકીય પ્રોજેક્ટના બાંધકામ માટેની અનુસૂચિત વિસ્તારના જમીનના સંપાદનના સંબંધમાં પુન:સ્થાપન અને પુન:વસનના વહીવટદાર તરીકે નિમણૂંક કરેલ છે, અને
૩. હવે જયારે જમીન સંપાદન, પુનઃસ્થાપન અને પુનઃવસનમાં વ્યાજબી વળતર અને પારદર્શિતા અધિકાર અધિનિયમ, ૨૦૧૩)(૨૦૧૩ નો ૩૦મો) (જેનો આમાં હવે પછી “સદરહુ અધિનિયમ" તેમ ઉલ્લેખ કરવામાં આવેલ છે તે) ની કલમ-૧૧ ની પેટા કલમ-(૧) થી મળેલ અધિકાર અન્વયે ગુજરાત સરકારે જાહેરનામાં ક્રમાંક: અમ-મ-૨૦૨૩- ૪૧૦-જમહ- ૨૦૨૩-૨૪૯-ધ તા. ૧૯/૧૦/૨૦૨૩થી ઉક્ત જમીનો, ઉપરોક્ત સાર્વજનિક હેતુ માટે જરૂરી છે, તેમ જાહેર કરેલ છે, અને
૪.હવે જ્યારે, “સદરહુ અધિનિયમ" ની કલમ- ૧૫ ની પેટા કલમ-૨ નીચેના પ્રાંત અધિકારીશ્રી, ખેરાલુના અહેવાલને વિચારણામાં લીધા બાદ, રાજ્ય સરકારને એવો સંતોષ થયેલ છે કે, સદરહું અનુસૂચિત જમીનો સદરહુ “જાહેર હેતુની યોજના" માટે જરૂરી છે. અને
૫.. તેથી હવે, “સદરહુ અધિનિયમ" ની કલમ- ૧૯(૧) થી મળેલ અધિકારો અન્વયે રાજ્ય સરકાર આથી જાહેર કરે છે કે, સદરહુ અનુસૂચિત જમીનો સદરહુ “જાહેર હેતુની યોજના" માટે જરૂરી છે.
૬. ગુજરાત સરકાર, “સદરહુ અધિનિયમ"ની કલમ- ૩(૪) થી મળેલ સત્તા અન્વયે, ઉક્ત જમીનોના સંબંધમાં, “સદરહુ અધિનિયમ" નીચે હવે પછી કલેકટર તરીકે કરવાના તમામ કાર્યો બજાવવા માટે પ્રાંત અધિકારીશ્રી, ખેરાલુની નિમણૂક કરેલ
૭. સદરહુ અનુસૂચિત જમીનોના નકશા પ્રાંત અધિકારીશ્રી, ખેરાલુની કચેરી ખાતે તપાસી શકશે.
No comments:
Post a Comment