વિભાજનની દાદ મંજૂર કરવામાં આવે તે માટે દાવાવાળી મિલકત ઉપલબ્ધ હોવી જોઈએ - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Monday, July 1, 2024

વિભાજનની દાદ મંજૂર કરવામાં આવે તે માટે દાવાવાળી મિલકત ઉપલબ્ધ હોવી જોઈએ

વિભાજનની દાદ મંજૂર કરવામાં આવે તે માટે દાવાવાળી મિલકત ઉપલબ્ધ હોવી જોઈએ.

વિભાજનની દાદ મંજૂર કરવામાં આવે તે માટે દાવાવાળી મિલકત ઉપલબ્ધ હોવી જોઈએ


પવર્તમાન સમયમાં જમીન મિલકતના હક્ક, અધિકાર બાબતે કુટુંબના સભ્યો-સગાં-સંબંધીઓ વચ્ચે તર-તકરારો, દાવા-દુવીના પ્રકરણો ઉપસ્થિત થતાં હોય છે અને મુખ્યત્વે વારસાઈ અન્વયે મળેલ વડીલોપાર્જિત મિલકત- હિન્દુ અવિભક્ત કુટુંબના સભ્યોની સમાંશિત મિલકત વિગેરે જેવા હક્ક-અધિકાર બાબત તકરારો થાય છે. તેમજ વડીલોપાર્જિત મિલકત-હિન્દુ અવિભક્ત કુટુંબની સમાંશિત મિલકતમાં હિન્દુ વારસા અધિનિયમમાં થયેલ સુધારા મુજબ અવિભક્ત હિન્દુ કુટુંબના ભાગીદાર તરીકે કુટુંબની સહિયારી મિલકતમાં કુટુંબની પુત્રીને પણ પુત્ર જેમ સમાન અધિકાર મળે છે અને દરેકને સરખો હક્ક, અધિકાર પ્રાપ્ત થાય તે અંગે યોગ્ય કાનૂની જોગવાઈ છે.


પરંતુ તેવી મિલકત સમાંશિત મિલકત તરીકેનો દરજ્જો કે સ્થિતિ ધરાવે છે કેમ અને વિભાજન માટે ઉપલબ્ધ છે કેમ તેની પૂરતી ચકાસણી કરી, સુનાવણી કરી અને પુરાવાઓ ધ્યાને લઈ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા એવો સિદ્ધાંત પ્રસ્થાપિત કરવામાં આવેલ કે ‘વિભાજનની દાદ મંજૂર કરવામાં આવે તે માટે દાવાવાળી મિલકત ઉપલબ્ધ હોવી જોઈશે' તેવો સિદ્ધાંત નામદાર સુપ્રીમ કોર્ટ (ખંડપીઠ) દ્વારા એય. વસંથી વિરુદ્ધ એ. સાંથા (મૃતક), સિવિલ અપીલ નં.૭૩૭૪/૨૦૦૮ના કામે તા.૧૬/૦૮/૨૦૨૩ના રોજ આખરી હુકમ કરી પ્રસ્થાપિત કરવામાં આવેલ છે (લેન્ડ લોઝ જજમેન્ટસ, વોલ્યુમ-૧, ઈશ્યૂ-૬, જૂન-૨૦૨૪, પાના નં.૫૪૦) આ કેસની ટૂંકમાં હકીકત નીચે મુજબ છે.


પ્રશ્નવાળી મિલકત વાદીના દાદાએ રાજ.વેચાણ દસ્તાવેજ થકી ખરીદ કરેલ અને તેઓના એકમાત્ર વારસદાર તરીકે પ્રતિવાદી નં. ૧ હોઈ, તેઓએ સંયુક્ત હિન્દુ કુટુંબની મિલકત તરીકે પ્રશ્નવાળી મિલકત વારસાઈથી મેળવી હતી અને પ્રતિવાદી નં.ર તેમના દીકરા છે યાને પ્રતિવાદી નં.૧ અને ૨ વાદીના પિતા તથા ભાઈ થાય છે. પ્રતિવાદી નં.૧ અને ૨ નાએ પ્રશ્નવાળી મિલકત પ્રતિવાદી નં.૩ ને વેચાણ આપવા અંગે વેચાણ કરાર કરેલ. મજકૂર કરારના વિશિષ્ટ પાલનનો દાવો પ્રતિવાદી નં.૩ નાએ સિવિલ કોર્ટ સમક્ષ દાખલ કરેલ જે દાવો રદ થતાં પ્રતિવાદી નં.૩ નાએ હાઇકોર્ટ સમક્ષ અપીલ દાખલ કરેલ. જે કામે હાઈકોર્ટ દ્વારા વેચાણ કરારના વિશિષ્ટ પાલન મંજૂર કરવામાં આવેલ. દરમિયાનના અને ત્યારબાદના સમયગાળામાં વાદી, પ્રતિવાદીઓ નં.૧ અને ૨ તેમજ અન્ય બહેનોએ આંશિક વિભાજન 1 કયુ હતુ નું ? જે મહત્ત્વનું છે કે, કથિત દરવાજા નંબર વડે આવરી લેવાયેલ મિલકતનું વર્ણન કરે છે, આંશિક ભાગલા અથવા વિભાજન આવવા અને જવા માટે ખુલ્લી જગ્યા છોડીને દક્ષિણ બાજુએ આવેલ મિલકત માટે કરવામાં આવ્યું હતું. હિન્દુ વારસા અધિનિયમ, (તમિલનાડુ સુધારા અધિનિયમ) ૧૯૮૯ ની કલમ ૨૯(એ) અપરિણીત દીકરીઓ ઉપર સમાંશિત તરીકેનો દરજ્જો અને વિભાજન વગેરે જેવા સમાંશિત મિલકતને સંબંધિત અધિકાર નિહિત કરે છે. વાદીએ પ્રતિવાદી નં. ૧ અને ૨ ની સાથે સમાંશિત છે એવી જાહેરાતની દાદમાં દાવો દાખલ કરેલ, જે દાવો રદ્દીકરણ કરવામાં આવેલ અને તેનાથી નારાજ થઈ વાદીએ હાઈ કોર્ટ સમક્ષ અપીલ દાખલ કરેલ અને અપીલ પણ રદ થવા પામી હતી તેથી વિશેષ પરવાનગીની રાહે હાલની દીવાની અપીલ નામદાર સુપ્રીમ કોર્ટ સમક્ષ ઉપસ્થિત થયેલ છે.


નામદાર સુપ્રીમ કોર્ટ એવા તારણ ઉપર આવેલ કે, અગાઉના કેસોમાં ઊભી કરવામાં આવેલ વાર્તા અમને વિચારણા માટેના એવા ટૂંકા પ્રશ્ન ઉપર લઈ જાય છે કે, શું દાવા અરજીના પરિશિષ્ટવાળી મિલકત તા.૨૫/૦૩/૧૯૮૯ ના રોજ સમાંશિત સ્વરૂપની છે અને વિભાજન માટે ઉપલબ્ધ છે કે કેમ. પુન:સમીક્ષા રાજ્યના સુધારાની કલમ ૨૯(એ)ના અર્થઘટન કે તે હાથ ઉપરના કેસને લાગુ પડે છે કે કેમ એ બાબત કરતાં પક્ષકારો દ્વારા સાબિત કરવામાં આવેલ સંજોગોની પશ્ચાદ્ભૂમાં વધુ પડે છે.


વધુમાં હિન્દુ વારસા અધિનિયમની કલમ ૨૯(એ) થકી અપરિણીત દીકરીને આપવામાં આવેલ સમાંશિત તરીકેના દરજ્જાની વૈધાનિક માન્યતા (મંજૂરી) ઉપર નોંધપાત્ર ભાર મૂકે છે અને એ બાબત ઉપર કે વાદી દસ્તાવેજ કરનાર પક્ષકાર નથી અને તેથી સમાંશિત મિલકતમાં રહેલ વાદીનો હિસ્સો વિભાજન માટે ઉપલબ્ધ છે. ટૂંકમાં કહેતા કલમ ૨૯(એ) લાગુ પડે છે કે કેમ એ નિર્ણયાત્મક પાસુ નથી, પરંતુ હાથ ઉપરના કેસમાં નિર્ણયાત્મક પાસુ એ છે કે શું દવાવાળી મિલકત વિભાજન માટે ઉપલબ્ધ છે કે નથી. નિર્ણયાત્મક સંજોગ એ છે કે શું વાદીના પરિશિષ્ટવાળી મિલકત સમાંશિત મિલકત તરીકેનો દરજજો કે સ્થિતિ ધરાવે છે કેમ અને વિભાજન માટે ઉપલબ્ધ છે કેમ. સુસંગત સંજોગો પૈકીના પ્રત્યેકને તપાસ્યા બાદ હાઈકોર્ટે નોંધ્યું હતું કે, રાજ્યના સુધારા અધિનિયમની કલમ ૨૯(એ) અમલી બન્યાની તારીખે મિલકત વિભાજન માટે ઉપલબ્ધ નથી અને તેણે અપીલ રદ કરી હતી. આથી મજકુર હાઈકોર્ટના ચુકાદાના તારણો સાથે સંમત છીએ. વધુમાં વિભાજનની હકીકત પક્ષકારો દ્વારા સાબિત કરવામાં આવેલ આસપાસના તમામ સંજોગોની સામૂહિક અસર થકી નિર્ણીત થાય છે. કયાં તો અગાઉનું વિભાજન અથવા તો કોઈ મિલકતનો સ્વતંત્ર માલિકીહક્ક પક્ષકારો દ્વારા રેકર્ડ ઉપર મૂકવામાં આવેલ પુરાવાના આધારે સ્વીકારવામાં આવેલ છે. વાદી કાયદેસર રીતે એવા બોજાનું વહન કરવાની ફરજથી બંધાયેલ છે કે, દાવાના પરિશિષ્ટવાળી મિલકત એ માત્ર સંમાશિત મિલકત જ નથી, પરંતુ તે તા.૨૫/૦૩/૧૯૮૯ ના રોજ પણ તે પ્રમાણે ચાલુ રહી હતી અને એ કે વાદી વિભાજનના દાવાનો અમલ કરાવવા હક્કદાર છે.


ઉપરોક્ત નામદાર હાઈકોર્ટના ચુકાદા ઉપરથી કહી શકાય કે, વિભાજનની દાદ મંજૂર કરવામાં આવે તે માટે દાવાવાળી મિલકત ઉપલબ્ધ હોવી જોઈશે.


(લેન્ડ લોઝ જજમેન્ટસ, વોલ્યુમ-૧,ઈશ્યૂ-૬, જૂન-૨૦૨૪, પાના નં.૫૪૦)

No comments: