મિતાક્ષર સમાંશિત મિલકતની વારસાઈ - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Monday, July 22, 2024

મિતાક્ષર સમાંશિત મિલકતની વારસાઈ

 મિતાક્ષર સમાંશિત મિલકતની વારસાઈ

સંયુક્ત હિન્દુ કુટુંબના | એક સભ્યને સમાંશિત મિલકતમાં ચાલી આવેલા હિસ્સો હિન્દુ વારસા અધિનિયમ, ૧૯૫૬ની કલમ-૬ મુજબ એક હિન્દુ પુરુષ કે જે મિતાક્ષર સમાંશિત મિલકતમાં તેના અવસાનના સમયે હિત ધરાવતો હોય તે જ્યારે અવસાન પામે છે ત્યારે તે મિલકતમાં રહેલ તેનું હિત ઉત્તરજીવિતાના ધોરણે સમાંશિત મિલકત વ્યવસ્થાના હયાત સભ્યો ઉપર સંક્રમિત થાય છે. પરંતુ તેના પ્રબંધક મુજબ મિતાક્ષર સમાંશિત મિલકતમાં રહેલ મૃતકનું હિત વારસા અધિનિયમ હેઠળ વસિયતી વ્યવસ્થા વડે અથવા બિનવસિયતી વારસાઈ થકી યથાપ્રસંગ સંક્રમિત થશે અને નહીં કે ઉત્તરજીવિતા થકી.

મિતાક્ષર સમાંશિત મિલકતની વારસાઈ  સંયુક્ત હિન્દુ કુટુંબના | એક સભ્યને સમાંશિત મિલકતમાં ચાલી આવેલા હિસ્સો હિન્દુ વારસા અધિનિયમ, ૧૯૫૬ની કલમ-૬ મુજબ એક હિન્દુ પુરુષ કે જે મિતાક્ષર સમાંશિત મિલકતમાં તેના અવસાનના સમયે હિત ધરાવતો હોય તે જ્યારે અવસાન પામે છે


જેથી મૃતક સમાંશિતની મિલકતમાં રહેલ વારસોના હિસ્સાઓ નિશ્ચિત કરવા માટે સૌથી પહેલું પગલું સમાંશિત મિલકતમાં રહેલ મૃતકનો પોતાનો હિસ્સો નિશ્ચિત કરવાનું છે અને કલમ-૬ નું સ્પષ્ટીકરણ-૧ એક કાલ્પનિક માપની જોગવાઈ કરે છે, નામે એ કે તેમનો હિસ્સો મિલકતમાં તે હિસ્સો હોવાનું માની લેવામાં આવશે, કે જે જો તેમના અવસાનના તુરંત પહેલા વિભાજન થયું હોત તો તેમની ફાળવવામાં આવ્યો હોત, ભલે પછી તેઓ આવા વિભાજનનો દાવો કરવા હક્કદાર રહ્યા હોત કે ન હોત. તેમજ હાલના ચુકાદા થકી નામદાર સુપ્રીમ કોર્ટ તરફથી ‘મિતાક્ષર સમાંશિત મિલકતની વારસાઈ' અંગેની સ્પષ્ટતા કરતો ચુકાદો નામદાર સુપ્રીમ કોર્ટ ખંડપીઠ) દ્વારા દેરહા વિરુદ્ધ વિશાલ અને બીજા, સિવિલ અપીલ નં.૪૪૯૪/૨૦૧૦ ના કામે તા.૦૧/૦૯/૨૦૨૩ ના રોજ આપવામાં આવેલ છે (લેન્ડ લોઝ જજમેન્ટસ, વોલ્યુમ-૨, ઈશ્યૂ-૭, જુલાઈ-૨૦૨૪, પાના નં.૬૩૯) આ કેસની ટૂંકમાં હકીકત નીચે મુજબ છે. પ્રશ્નવાળી જમીન-મકાનવાળી સમાંશિત મિલકતમાં ફર્નીરામ સાહુનો માલિકી હક્ક ચાલી આવેલો. તેઓની પહેલી પત્ની થકી : કેસરબાઈ દીકરીનો જન્મ થયેલ અને બીજી પત્ની થકી : વિશાલ તેમજ કેજાબાઈનો જન્મ થયેલ, ફર્નીરામ સાહુનું અવસાન થતાં અગાઉ બંને પત્નીનું અવસાન થઈ ગયેલ. કેસરબાઈએ ટ્રાયલ કોર્ટ સમક્ષ વિભાજનનો દાવો દાખલ કરેલ, ચાલુ દાવે કેસરબાઈનું અવસાન થતાં તેણીના દીકરા : દેરહા રામ એ નોંધાયેલ વસિયત હેઠળ તેણીની અસ્ક્યામત વારસાઈથી મેળવી હતી. ટ્રાયલ કોર્ટ તરફથી મજકૂર દાવામાં દેરહા રામની તરફેણમાં એવું હુકમનામું કર્યું હતું કે, દાવાના પરિશિષ્ટવાળી ખેતીલાયક જમીનમાં ૧/૩ હિસ્સો મેળવવા અને બે મકાનવાળી મિલકતોમાં ૧/૩ હિસ્સો મેળવવા હક્કદાર હતા અને કબજાની સોંપણી સુધી વચગાળાના નફો મેળવવા પણ હક્કદાર ઠેરવ્યા હતા. મજકૂર ટ્રાયલ કોર્ટના હુકમનામાથી નારાજ થઈ વિશાલ અને કેજાબાઈએ ડિસ્ટ્રિકટ કોર્ટ સમક્ષ દીવાની અપીલ દાખલ કરેલ જે રદ કરવામાં આવી હતી અને ત્યારબાદ બીજી અપીલ છત્તીસગઢ હાઇકોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવી હતી, નામદાર હાઈકોર્ટે દેરહા દાવાવાળી મિલકતો એટલે કે ખેતીલાયક જમીન અને બે રહેણાંક મકાનોમાં ૧/૬ હિસ્સો મેળવવા હક્કદાર રહેશે, તેમના હિસ્સાના ઘટાડાથી નારાજ થઈને દેરહાએ વિશેષ પરવાનગીની રાહે હાલની અપીલ નામદાર સુપ્રીમ કોર્ટ સમક્ષ દાખલ કરી હતી. નામદાર સુપ્રીમ કોર્ટે ઠરાવેલ કે, મિલકતો કે જે વિભાજનના દાવાની વિષયવસ્તુ હતી તે સમાંશિત મિલકતો હતી, તો પછી એકમાત્ર બાકી રહેતો મુદ્દો એ છે કે વર્ષ ૧૯૫૯ માં ફન્નુરામનું અવસાન ઉપર એટલે કે હિન્દુ વારસા અધિનિયમ, ૧૯૫૬ની શરૂઆત થયા બાદ કેવી રીતે કથિત મિલકતોને ફર્નીરામના કાનૂની વારસોની વચ્ચે વિભાજિત કરવી પડી હોત. છત્તીસગઢ હાઇકોર્ટ દ્વારા સાચી રીતે નોંધાયા મુજબ હિન્દુ વારસા અધિનિયમ, ૧૯૫૬ ની કલમ-૬ સ્થિતિનું સંચાલન કરશે. તે સમયે જે રીતે હતી તે મુજબ કલમ-૬ જણાવે છે કે એક હિન્દુ પુરુષ કે જે મિતાક્ષર સમાંશિત મિલકતમાં તેના અવસાનના સમયે હિત ધરાવતો હોય તે જ્યારે અવસાન પામે છે ત્યારે તે મિલકતમાં રહેલ તેનું હિત ઉત્તરજીવિતાના ધોરણે સમાંશિત મિલકત વ્યવસ્થાના હયાત સભ્યો ઉપર સંક્રમિત થશે. જો કે તેના પ્રબંધક મુજબ મિતાક્ષર સમાંશિત મિલકતમાં રહેલ મૃતકનું હિત વારસા અધિનિયમ હેઠળ વસિયતી વ્યવસ્થા વડે અથવા બિનવસિયતી વારસાઈ થકી યથાપ્રસંગ સંક્રમિત થશે અને નહીં કે ઉત્તરજીવિતા થકી. સ્પષ્ટીકરણ-૧ એક કાલ્પનિક માપની જોગવાઈ કરે છે, નામે એ કે તેમનો હિસ્સો મિલકતમાં તે હિસ્સો હોવાનું માની લેવામાં આવશે, કે જે જો તેમના અવસાનના તુરંત પહેલા વિભાજન થયું હોત તો તેમની ફાળવવામાં આવ્યો હોત, ભલે પછી તેઓ આવા વિભાજનનો દાવો કરવા હક્કદાર રહ્યા હોત કે ન હોત.


નામદાર સુપ્રીમ કોર્ટે ગુરુપાદ ખંડાપ્પા મગદુમ વિ. હીરાબાઈ ખંડાપ્પા મગદુમ, ૧૯૭૮ (૩) સ.કો.કે. ૩૮૩ ના કેસમાં ત્રણ જજ સાહેબોની બેન્ચે આપેલ ચુકાદો ધ્યાને લીધેલ કે, હિન્દુ વારસા અધિનિયમ, ૧૯૫૬ ની કલમ-૬ સાથે ઉડાણથી કામ લીધું હતું. તેમાં ઠરાવવામાં આવ્યું હતું કે મૃતક સમાંશિતની મિલકતમાં રહેલ વારસોના હિસ્સાઓ નિશ્ચિત કરવા માટે સૌથી પહેલું પગલું સમાશિત મિલકતમાં રહેલ મૃતકનો પોતાનો હિસ્સો નિશ્ચિત કરવાનું છે અને કલમ-૬ નું સ્પષ્ટીકરણ-૧ એક કાલ્પનિક માપની જોગવાઈ કરે છે, નામે એ કે તેમનો હિસ્સો મિલકતમાં તે હિસ્સો હોવાનું માની લેવામાં આવશે, કે જે જો તેમના અવસાનના તુરંત પહેલાવિ આવા હોત. રજૂઆત કરવામાં આવી હતી કે એક વખત તે અનુમાન મૃતકનો હિસ્સો નિશ્ચિત કરવાના હેતુથી કરવામાં આવેલ હોય તો કોઈ તેવા અનુમાનથી પાછા ફરી શકે નહીં અને તેનો સંદર્ભ આપ્યા વિના વારસોના હિસ્સાઓ નિશ્ચિત કરી શકે નહીં અને તમામ પરિણામો કે જે ખરેખરા વિભાજનમાંથી વહેતા હોય તે તાર્કિકપણે ગણાવા જોઈશે, કે જેનો અર્થ એ છે કે વારસોના હિસ્સાઓ ફરજિયાતપણે એવા આધારે નિશ્ચિત કરાવા જોઈશે કે તેઓ એકબીજાથી અલગ થઈ ચૂક્યા હતા અને તેઓએ વિભાજનમાં હિસ્સો મેળવ્યો હતો, કે જે વિભાજન મૃતકની હયાતી દરમિયાન થયું હતું. તેની અસરરૂપે બેન્ચે ઠરાવ્યું હતું કે આ સ્થિતિનું અનિવાર્ય આકસ્મિક પરિણામ એ છે કે વારસ એવા હિતમાં તેનો અથવા તેણીનો હિસ્સો મેળવશે કે જે હિત મૃતકે તેમના અવસાનના સમયે સમાંશિત મિલકતમાં ધરાવ્યું હોય, તે એવા હિસ્સા ઉપરાંત, કે જે તેણે અથવા તેણીએ કાલ્પનિક વિભાજનમાં મેળવ્યો હોત અથવા મેળવેલ હોવાનું માની લેવાયું હોત. વધુમાં નામદાર સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું કે, સમાંશિત મિલકતોમાં રહેલ ફન્નુરામના ૧/૩ હિસ્સાનું આખરી વિભાજન નીચે મુજબ રહેશે : વિશાલ તેમાં (૧/૨+૧/૬) ૪/૬ હિસ્સો મેળવવા હક્કદાર રહેશે, જયારે તેમની બહેનો કેસરબાઈ અને કેજાબાઈ તેમાં પ્રત્યેકનો ૧/૬ હિસ્સો મેળવશે, કારણ કે તેઓ માત્ર ફન્નુરામના અડધા હિસ્સા ઉપર જ દાવો કરવા હક્કદાર રહેશે. કારણ કે આ ખરેખર એ જ છે કે જે છત્તીસગઢ હાઈકોર્ટે કર્યું હતું અને સૂચના આપી હતી, તેમ હોઈ કાર્યવાહીમાં દખલગીરી કરવાનું કોઈપણ પ્રકારનું કોઈ કારણ જણાતું નથી.

પ્રોપર્ટીઝ લોઝ હોવાનું માની લેવામાં આવશે, કે જે જો એન્ડ લ્યૂઝ તેમના અવસાનના તુરંત પહેલાવિ આવા હોત. રજૂઆત કરવામાં આવી હતી કે ઉપરોક્ત નામદાર હાઈકોર્ટના ચુકાદા ઉપરથી કહી શકાય કે, હિન્દુ મિતાક્ષર સમાંશિતનું હિત મિલકતમાં રહેલ તે હિસ્સો હોવાનું માની લેવામાં આવશે, કે જે જો તેમના અવસાનના તુરંત પહેલા મિલકતનું વિભાજન કરવામાં આવ્યું હોત તો તેઓને ફાળવવામાં આવ્યો હોત, ભલે પછી તેઓ આવા વિભાજનનો દાવો કરવા હક્કદાર રહ્યા હોત કે ન હોત.

(લેન્ડ લોઝ જજમેન્ટસ, વોલ્યુમ-૨, ઇશ્યૂ-૭, જુલાઈ-૨૦૨૪, પાના નં.૬૩૯)

No comments: