જો બક્ષિસ સંપૂર્ણ બની હોઈ, તો પરત ખેંચી શકાય નહીં. - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Thursday, May 1, 2025

જો બક્ષિસ સંપૂર્ણ બની હોઈ, તો પરત ખેંચી શકાય નહીં.

 જો બક્ષિસ સંપૂર્ણ બની હોઈ, તો પરત ખેંચી શકાય નહીં.

ગુજરાતમાં જમીન-મિલકત અને વીલ-વારસાઈની બાબતોમાં નિપુણ અને અધિકારીક અભિપ્રાય આપતા એક પ્રતિષ્ઠિત વકીલ અને લિગલ કન્સલટન્ટ છે. દાયકાઓના અનુભવ સાથે, તેમણે અગ્રણી કાનૂની વિશેષજ્ઞ નિષ્ણાત તરીકે ઓળખ મેળવી છે. તે માત્ર વકીલ જ નહીં, પરંતુ કાનૂની બાબતોના લેખક, સંકલનકર્તા, વક્તા, ટીવી પ્રેઝન્ટર તેમજ લોકપ્રિય અખબારના કોલમિસ્ટ પણ છે ઉપરાંત તેઓ સેમિનારના માધ્યમથી કાયદાકીય જ્ઞાનને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે હંમેશાં પ્રયત્નશીલ રહે છે. તેમને અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારોથી પણ નવાજવામાં આવ્યા છે અને સમગ્ર ગુજરાતમાં તેમને કાનૂની ક્ષેત્રે એક આઇકન તરીકે ઓળખવામાં આવે છે.

જો બક્ષિસ સંપૂર્ણ બની હોઈ, તો પરત ખેંચી શકાય નહીં.

જમીન મિલકત ખરીદ-વેચાણના વ્યવહરોની જેમ જમીન-મિલકતને બક્ષિસ કરવી, ગીફટ કરવી જેવા વ્યવહારો આજના સમયમાં પણ ખૂબ વધુ પ્રમાણમાં જોવા મળી રહેલ છે. તેમાં પણ ખાસ કરીને કુટુંબના સભ્યો વચ્ચે જમીન મિલકત બક્ષિસ કરવાના કિસ્સાઓ વધુ જોવા મળે છે અને તેમાં પ્રેમ અને કુદરતી લાગણીના આધારે બક્ષિસ કરવામાં આવતી હોય છે.

જ્યારે કોઈ વ્યકિત પોતાની માલિકી–કબજા હેઠળની મિલકત અન્ય વ્યક્તિને વિના અવેજે પ્રેમ, લાગણીથી "બક્ષિસ" એટલે દાતાએ સ્વૈચ્છા પૂર્વક અને અવેજ વગર જંગમ અથવા સ્થાવર મિલકતની તબદીલી એટલે બક્ષિસ અને તેવી મિલકતની બક્ષિસ સ્વીકારનાર દ્વારા સ્વીકાર થયેલો હોય અને બક્ષિસ કાયદેસરની બને તે માટે તે ફરજિયાતપણે નિઃશુલ્ક હોવી જોઈએ અને તબદીલી ફરજિયાતપણે સ્વેચ્છાએ કરવામાં આવેલ હોવી જોઈએ.

આમ, જ્યારે પક્ષકારો વચ્ચે મિલકતની બક્ષિસ કાયદેસર રીતે નોંધાયેલ હોય અને બક્ષિસ આપવાનું કાર્ય અને બક્ષિસ સ્વીકારવાનું કાર્ય પૂર્ણ કરી બક્ષિસ યોગ્ય કાયદેસર રીતે કરવામાં આવેલ હોય યાને બક્ષિસનો વ્યવહાર સંપૂર્ણ થયેલ હોય તો તેવા સંજોગોમાં બક્ષિસ આપનાર પોતે એકપક્ષીય રીતે બક્ષિસ રદબાતલ ઠરાવી શકે નહીં કે તેનું રદ્દીકરણ કરી શકે નહીં તેમ છતાં જો તેવો કોઈ લેખ યા કરાર કરવામાં આવેલ હોય તો તે વ્યર્થ ગણાય છે.

ઉપર વર્ણવ્યા મુજબ 'જો બક્ષિસ સંપૂર્ણ બની હોઈ, તો પરત ખેંચી શકાય નહીં" તેવો સિદ્ધાંત નામદાર આંધ્રપ્રદેશ હાઈકોર્ટ, અમરાવતી (ખંડપીઠ) દ્વારા બી મધુશ્રી, તે નાગાભૂષણ રેડ્ડીની દીકરી વિરુદ્ધ ડો. પ્રાંજલી, તે સ્વ. બી. મદન મોહન રેડ્ડીની વિધવા, રિટ અપીલ નં૮૬૭/૨૦૨૨ ના કામે તા. ૧૦/૦૫/૨૦૨૩ ના રોજ આખરી હુકમ કરી પ્રસ્થાપિત કરવામાં આવેલ છે (લેન્ડ લોઝ જજમેન્ટસ, વોલ્યુમ-૧, ઈસ્યુ-૪, એપ્રિલ-૨૦૨૪, પાના નં.૩૦૬) આ કેસની ટુંકમાં હકીકત નીચે મુજબ છે.

પ્રશ્નવાળી મિલકતના માલિક રિંટ અરજદારના વડીલ ચાલી આવેલા અને ત્રીજા બચાવકર્તા/અપીલકર્તાના અગ્રહકકધારીને તેઓએ બક્ષિસખત અન્વયે મેળવેલ હોવાનો દાવો કરીને પાલિકા સમક્ષ નામ ફેરફાર કરવા અરજી કરી હતી. રિટ અરજદારે એવી રજૂઆત થકી દાવો દાખલ કરેલ કે ત્રીજા બચાવકર્તા/અપીલકર્તાના અગ્રહકકધારીના અવસાન બાદ બક્ષિસખત પરત ખેંચ્યો હતો/રદ કર્યો હતો. બીજી તરફ ત્રીજા બચાવકર્તા/અપીલકર્તાએ મકાનના વિભાજનની માગણી કરવા સાથે દાવો દાખલ કર્યો હતો અને તે દાવો પરત ખેંચી તેણીએ ફેરફાર નોંધના હુકમના આધારે કાયમી મનાઈ હુકમ માટે દાવો દાખલ કર્યો હતો અને રિટ અરજદારે તેણીની રજૂઆતો ઉપર આખરી હુકમો પસાર કરવાની પાલિકાને સૂચના આપવાની માગણી કરતી રિટ અરજી દાખલ કરી હતી. બંને રિટ અરજીઓના હુકમ થકી પક્ષકારોને નોટિસ કાઢયા બાદ આખરી હુકમો પસાર કરવાની પાલિકાને સુચના આપતા સહિયારા હુકમ કરવામાં આવેલ. ત્યારબાદ પાલિકાએ ત્રીજા બચાવકર્તા/અપીલકર્તાની તરફેણમાં ફેરફાર નોંધ પાડવાની સૂચના આપીને આખરી હુકમ પસાર કર્યો હતો તે હુકમને હાલની આ રિટ અરજીમાં પડકારવામાં આવેલ નામદાર હાઈકોર્ટ દ્વારા ધ્યાને લીધેલ કે, વિદ્વાન સિંગલ જજ સાહેબે પી. વેદા કુમારી વિ. ધી સબ-રજિસ્ટ્રાર, બંજારા હિલ્સ, હૈદરાબાદ, ૨૦૧૭(૫) એ.એલ.ટી. ૬૧૪ ના કેસમાં અપાયેલ ચુકાદાનો સંદર્ભ લીધો હતો, કે જેમાં કોર્ટ ઠરાવ્યું હતું કે, નોંધાયેલ દસ્તાવેજને રદ કરતા રદ્દીકરણના લેખનો દસ્તાવેજ એકપક્ષીય રીતે કરવાનું અને આંધ્રપ્રદેશ નોંધણી નિયમો, ૧૯૬૦ ના નિયમ ર૬(કે)ના સુધારા પહેલા નોંધણી સત્તાધિકારી દ્વારા તેને નોંધવાનું કાયદેસર રીતે થઈ શકતું હતું અને નારાજ પક્ષકાર તેવા પગલાને પડકારી શકતા હતા, પરંતુ સુધારા બાદ નોંધણી સત્તાધિકારી નિયમોના સુધારાયેલ નિયમ ર૬ (કે)નું અનુસરણ કર્યા વિના રદ્દીકરણનો દસ્તાવેજ નોંધી શકે નહીં. જો કે, વિદ્વાન સિંગલ જજ સાહેબ એવું નોંધ્યું હતું કે, પી. વેદા કુમારીના કેસમાં પ્રસ્થાપિત કાયદો થોતા ગંગા લક્ષ્મીના માનનીય સુપ્રીમ કોર્ટના ચુકાદાથી વિરુદ્ધ છે, તે વધુમાં એવા નિરીક્ષણ સાથે કે, પી. વેદા કુમારીના કેસમાં બક્ષિસખત પરત લેવાના મુદ્દે મિલકત તબદીલી અધિનિયમની કલમ-૧૨૬ ની અસર ઉપર કોઈ વિચારણા નહોતી અને તા.૦૭/૦૯/૨૦૧૦ ના રોજનો પ્રશ્નવાળો રદ્દીકરણની લેખ નિયમોના નિયમ રદ (કે)ના સુધારા બાદ પાછળથી કરાયેલ હોઈ, પીવેદા કુમારીનો ચુકાદો રિટ અરજદારને કોઈ મદદ કરતો નથી. જો કે, તે સાથે જ વિદ્વાન સિંગલ જજ સાહેબે ત્રીજા બચાવકર્તા/અપીલકર્તાની એવી રજૂઆત નકારી છે કે, બક્ષિસખત રદ કરી શકાય નહીં.

નામદાર હાઈકોર્ટ દ્વારા કે, બાલા ક્રિષ્નન વિ. કે. કમલક, ૨૦૦૪ (૧) સુકો.કે. ૫૮૧ ના કેસમાં ઠરાવવામાં આવેલ, બક્ષિસ કાયદામાં બખૂબી સ્વીકારવામાં આવી હોઈ અને આમ તે સંપૂર્ણ બની હોઈ, તે મિલકત તબદીલી અધિનિયમની કલમ-૧૨૬ હેઠળ પરત લઈ ન શકાય તેવી બને છે, કે જે તેમાં ઉલ્લેખેલ સંજોગોમાં હોય તે સિવાય યોગ્ય રીતે કરવામાં આવેલ બક્ષિસ પરત ખેંચવાને પ્રતિબંધિત કરે છે. આ સિદ્ધાંત કેસની હકીકતોને લાગુ પાડતા, બક્ષિસકર્તા બક્ષિસ રદ કરવા સક્ષમ રહ્યા ન હોત અને બક્ષિસમાં અપાયેલ મિલકતના સંબંધમાં વસિયત કરી શકયા ન હોત.

આમ. નામદાર હાઈકોર્ટના ઉપરોકત ચુકાદાઓને ધ્યાને લેતા એવું કહી શકાય કે, જ્યારે કોઈ વ્યકિત પોતાની માલિકી-કબજા હેઠળની મિલકત અન્ય વ્યકિતને વિના અવેજે પ્રેમ, લાગણીથી "બક્ષિસ" એટલે દાતાએ સ્વેચ્છા પૂર્વક અને અવેજ વગર જંગમ અથવા સ્થાવર મિલકતની તબદીલી એટલે બક્ષિસ અને તેવી મિલકતની બક્ષિસ સ્વીકારનાર દ્વારા સ્વીકાર થયેલો હોય અને બક્ષિસનો વ્યવહાર સંપૂર્ણ થયેલ હોય તો તેવા સંજોગોમાં બક્ષિસ આપનાર પોતે એકપક્ષીય રીતે બક્ષિસ રદબાતલ ઠરાવી શકે નહીં કે તેનું રદ્દીકરણ કરી શકે નહીં કે પરત ખેંચી શકાય નહીં. (લેન્ડ લોઝ જજમેન્ટસ, વોલ્યુમ-૧, ઇસ્યુ-૪, એપ્રિલ-૨૦૨૪, પાના નં.૩૦૬)

No comments: