કાનુની સવાલ : પત્ની હોવા છતાં બીજી પત્ની કરવા પર શું સજા છે ? જાણો ભારતના કાયદા વિશે.
એક પત્ની હોય અને તેને છુટાછેડા આપ્યા વગર બીજા લગ્ન કરવાએ ભારતમાં ગેરકાયદેસર છે. તો ચાલો તમને જણાવીએ કે, જો તમે પહેલી પત્ની હોવા છતાં બીજા લગ્ન કરો છો તો કેટલી સજા મળે છે.
ભારતમાં લગ્ન એક સામાજીક નથી પરંતુ કાનુની બંધન પણ છે. જો કોઈ વ્યક્તિ એક પત્ની હોવા છતાં બીજા લગ્ન કરે છે. તો આ ભારતીય કાયદા હેઠળ ગુનો માનવામાં આવે છે. ત્યારે આવા કેસમાં વ્યક્તિને જેલની સજાથી લઈ મોટો દંડ પણ લાગી શકે છે.
ભારતમાં લોકો હંમેશા અલગ અલગ કારણોથી બીજા લગ્ન કરી લે છે. જેમાં પહેલા લગ્ન અસફળ હોવા, કે પછી પહેલા લગ્નથી કોઈ સંતાન ન થવું સામાજીક અને આર્થિક કારણો પણ સામેલ છે.
કાયદા પ્રામણે હિંદુ ધર્મમાં બીજા લગ્ન કરવા માટે પહેલી પત્ની સામે છુટાછેડા લેવા જરુરી છે. શું તમને ખબર છે કે,જો એક પત્ની છે અને તમે બીજા લગ્ન કરી રહ્યા છો તો કેટલી સજા મળશે? આના વિશે વિસ્તારથી વાત કરીએ.
બીજા લગ્ન કરવા પાછળ અનેક કારણો છે. જેમાં ઘરેલું હિંસા પણ સામેલ છે. જેમાં પતિ તેમના પત્નીથી પરેશાન થઈ બીજા લગ્ન કરે છે, આનું એક કારણ મેરિટલ અફેર પણ હોય શકે છે
પહેલી પત્ની હોય અને બીજા લગ્ન જો પુરુષ કરે છે. તો ભારતીય દંડ સંહિતાની કલમ 69 હેઠળ, વ્યક્તિને સાત વર્ષની સજા થાય છે. આ સાથે દંડ પણ મોટો ફટકારવામાં આવે છે.બીજી બાજુ, બીજા લગ્નને રદ બાતલ ગણવામાં આવે છે.
સુપ્રીમ કોર્ટે એક પત્ની હોવા છતાં બીજા લગ્નને ગંભીર ગુનો ગણાવ્યો છે. સુપ્રીમ કોર્ટે દ્વિપત્નીત્વ (2 લગ્ન)ને ગંભીર ગુનો ગણીને, નવા કપલને છ મહિનાની જેલની સજા અને બે હજાર રૂપિયા દંડની સજા ફટકારવામાં આવે છે. કોર્ટે કહ્યું કે બીએનએસની કલમ 69 (દ્વિપત્નીત્વ) હેઠળ, પહેલી પત્ની જીવિત હોય ત્યારે બીજા લગ્ન કરવા એ ગંભીર ગુનો છે.
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)
No comments:
Post a Comment