પેટ્રોલ/ડીઝલ પંપ/રીટેલ આઉટલેટને ખરેખર ઔદ્યોગિક હેતુ (Bonafide Industrial Purpose) ગણવા તથા ડીમ્ડ એન.એ. અને એક્ષપ્લોઝીવ પરવાના આપવા બાબત. - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Sunday, June 29, 2025

પેટ્રોલ/ડીઝલ પંપ/રીટેલ આઉટલેટને ખરેખર ઔદ્યોગિક હેતુ (Bonafide Industrial Purpose) ગણવા તથા ડીમ્ડ એન.એ. અને એક્ષપ્લોઝીવ પરવાના આપવા બાબત.

પેટ્રોલ/ડીઝલ પંપ/રીટેલ આઉટલેટને ખરેખર ઔદ્યોગિક હેતુ (Bonafide Industrial Purpose) ગણવા તથા ડીમ્ડ એન.એ. અને એક્ષપ્લોઝીવ પરવાના આપવા બાબત.

ગુજરાત સરકાર મહેસૂલ વિભાગસચિવાલય, ગાંધીનગર,

ઠરાવ ક્રમાંક: બખપ/૧૦૨૦૧૬/૧૬૨૬/૬

વંચાણે લીધા:

(૧) મહેસૂલ વિભાગનો તા. ૧૦/૦૨/૨૦03 નો પરિપત્ર ક્રમાંક: બખપ/૧૦/૨૦૦૧/૨૧૫૪/૬.

(૨) મહેસૂલ વિભાગનો તા. ૦૧/૦૭/૨૦૦૮નો ઠરાવ ક્રમાંક: બખપ/૧૦૦૬/૪૨૫/ક.

(3) એક્ષપ્લોઝીવ એક્ટ, ૧૮૮૪ની જોગવાઇઓ.

(૪) ગુજરાત એક્ટ નં. ૬ ઓફ ૧૯૯૭.

આમુખ:

રાજ્યમાં પેટ્રોલ/ડીઝલ પંપ/રીટેલ આઉટલેટ માટેના ઇચ્છુક અરજદારો ધારણ કરેલી જમીનો ઉપર આ પ્રવૃત્તિ કરવા માટે જાહેર તેમજ ખાનગી ક્ષેત્રની કંપનીઓમાં અરજી કરીને પેટ્રોલ/ડીઝલપંપ અથવા રીટેલ આઉટલેટની ડીલરશીપ મેળવે છે. આવી ડીલરશીપ મેળવ્યા બાદ ભારત સરકારના પેટ્રોલિયમ અને એક્ષપ્લોઝીવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન (PESO)ને સાઇટ/લે-આઉટ પ્લાન સાથે એક્ષપ્લોઝીવના પરવાના માટે અરજી રજુ કરે છે. અરજી રજુ કર્યા બાદ ભારત સરકારના પેટ્રોલિયમ અને એક્ષપ્લોઝીવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન (PESO) દ્વારા લે-આઉટ પ્લાનની મંજુરી આપવામાં આવે છે અને પેટ્રોલીયમ રૂલ્સ, ૨૦૦૨ હેઠળના ફોર્મ નં. XIV મુજબનું લાઇસન્સ મેળવવા જરૂરી જુદા જુદા પ્રકારના ડોક્યુમેન્ટ્સ રજુ કરવા અરજદારને જણાવવામાં આવે છે. આ ડોક્યુમેન્ટ્સ પૈકી ડિસ્ટ્રીક્ટ ઓથોરીટીના નો ઓબ્જેક્શન સર્ટિફીકેટ (N.O.C.)" ની અસલ કોપી અને સાઇટ પ્લાન પર પ્રતિ હસ્તાક્ષર કરેલ સહી અને સીલ વાળી નકલ અરજદારે ભારત સરકારના પેટ્રોલિયમ અને એક્ષપ્લોઝીવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન (PESO)ને લાઇસન્સ મેળવવા માટે રજુ કરવાની હોય છે. પેટ્રોલિયમનું લાયસન્સ ત્યારબાદ મંજુર થયેલ પ્લાન મુજબ બાંધકામ કર્યા પછી ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે.


કંપની પાસેથી એલોટમેન્ટ મેળવીને સાઇટ પ્લાન મંજુર કરાવી લાયસન્સ મેળવવામાં આવે તે દરમ્યાનના ગાળામાં જમીનની બિનખેતીની પરવાનગી મેળવવી પડે છે. બિનખેતીની પરવાનગી વખતે જમીન વિષયક ચકાસણીની પ્રક્રિયામાંથી જે તે ધારણ કરનારે પસાર થવું પડે છે અને આ પ્રક્રિયામાં વિલંબ થતો હોવાનું ધ્યાન પર આવેલ છે. આ ઉપરાંત વંચાણે લીધા (૧) ના પરિપત્રથી પેટ્રોલ/ડીઝલ પંપ તથા રીટેલ આઉટલેટ શરૂ કરનાર તથા રસાયણ અથવા પેટ્રોકેમિકલ્સના ઉત્પાદનના અથવા સંગ્રહના હેતુ માટે ઉપયોગ કરવાની ઇચ્છા રાખનારને ખરેખર ઔદ્યોગિક હેતુ (Bonafide Industrial Purpose)માં સમાવિષ્ટ કરીને ડીમ્ડ એન.એ.ની પરવાનગી આપવાની સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં આવી પ્રવૃત્તિઓ હાથ ધરવાની ઇચ્છા ધરાવનારને મુશ્કેલી પડતી હોવાનું સરકારના ધ્યાન પર આવેલ છે. આથી, આ મુશ્કેલીઓ નિવારવાના હેતુથી બિનખેતીની પ્રક્રિયાની સ્થાયી સુચનાઓથી અલગ પાડીને આવશ્યક સેવાઓ તરીકે અગ્રતાના ધોરણે પેટ્રોલ/ડીઝલ પંપ અને રીટેલ આઉટલેટ, રસાયણ અથવા પેટ્રોકેમિકલ્સના ઉત્પાદન અથવા સંગ્રહના હેતુ માટે ઉપયોગ કરવાની ઇચ્છા રાખનારને ડીમ્ડ એન.એ.ની ઝડપથી પરવાનગી મળે તે બાબત સરકારશ્રીની સક્રિય વિચારણા હેઠળ હતી.

પેટ્રોલ/ડીઝલ પંપ/રીટેલ આઉટલેટને ખરેખર ઔદ્યોગિક હેતુ (Bonafide Industrial Purpose) ગણવા તથા ડીમ્ડ એન.એ. અને એક્ષપ્લોઝીવ પરવાના આપવા બાબત.

ઠરાવ:

આથી કાળજીપૂર્વકની વિચારણાને અંતે નીચે મુજબ ઠરાવવામાં આવે છે.

૧. પેટ્રોલ/ડીઝલ પંપ, રીટેલ આઉટલેટ, રસાયણ અથવા પેટ્રોકેમિકલ્સ ચીજવસ્તુઓનું ઉત્પાદન કરવા માટે તથા તેનો સંગ્રહ મુંબઇ જમીન મહેસુલ અધિનિયમ ૧૮૭૯ની કલમ ૪૮ (૨-ક) અને કલમ ૬૫ (ખ) હેઠળ ખરેખર ઔદ્યોગિક હેતુ (Bonafide Industrial Purpose) તરીકે ગણવાના રહેશે.


૨. મુંબઇ જમીન મહેસુલ અધિનિયમની કલમ ૬૫ (ખ) (૧) (બી) (૨) માં એવી જોગવાઇ કરવામાં આવી છે કે, કોઇપણ રસાયણ અથવા પેટ્રોકેમિકલ્સના ઉત્પાદન અથવા સંગ્રહના હેતુ માટે, જમીનનો ઉપયોગ કરવાની ઇચ્છા રાખનારે પેટા ખંડ (૧) માં જણાવેલ શરતો ઉપરાંત આ ખંડમાં જણાવેલ શરતોનું પાલન કરવાને આધીન રહીને કલેક્ટરની મંજુરી સિવાય, આવા ખરેખર ઔદ્યોગિક હેતુ માટે આવી જમીનનો ઉપયોગ કરવાનું તેને માટે કાયદેસર ગણાશે. જો કલમ ૬૫ (ખ) (૧) (ખ) (૨) માં જણાવેલ ૬ શરતો તથા કલમ-૬૫ (ખ) (૧) (ખ) (૧) માં દર્શાવેલ બીજી ૬ શરતોનો આમ કુલ ૧૨ શરતોનું જો પાલન થતુ હોય તો રસાયણ અથવા પેટ્રોકેમિકલ્સનું ઉત્પાદન કે સંગ્રહ કરવા માટેની પ્રવૃત્તિઓ શરૂ કરીને ત્યારબાદ ડીમ્ડ એન.એ. પરમીશન કલેક્ટરશ્રી પાસેથી એકમે મેળવવાની રહે છે.


૩. અરજદાર ડીમ્ડ એન.એ. ગણીને બાંધકામ કરી શકે છે અને સાથોસાથ વિધિસરની બિનખેતીની મંજુરી માટે કલેક્ટરને અરજી કરે ત્યારે ખેતીની જમીન હોય તો જમીન મહેસુલ અધિનિયમ ૧૮૭૯, મુંબઈ ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ ૧૯૪૮, મુંબઇ ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ (કચ્છ અને વિદર્ભ ક્ષેત્ર), ૧૯૫૮, સૌરાષ્ટ્ર ઘરખેડ ઓર્ડીનન્સ, ૧૯૪૯ હેઠળ વસુલ કરવાનું થતું પ્રિમિયમ વસુલી લેવાનું, તથા મુંબઇ જમીન મહેસુલ અધિનિયમ ૧૮૭૯ની કલમ ૬પ(બી) તેમજ સંબંધિત અન્ય કાયદાઓ હેઠળ દર્શાવેલી જોગવાઇઓ ધ્યાને રાખીને પરવાનગી આપવાની રહેશે.


૪. મુંબઇ જમીન મહેસૂલ અધિનિયમ, ૧૮૭૯ ની કલમ ૬૫(બી) મુજબ આવા અરજદાર એકમ ખરેખર ઔદ્યોગિક હેતુ (Bonafide Industrial Purpose) ગણાતા હોવાથી કલેક્ટરની પૂર્વ પરવાનગી વગર બાંધકામ શરૂ કરી શકે છે. અરજદાર વિધિસર બિનખેતી પરવાનગી માટે અરજી કરે ત્યારે કલેક્ટરે ડીસ્ટ્રીક્ટ ઓથોરીટી તરીકે આપવાના એન.ઓ.સી.ની રાહ જોયા સિવાય બિનખેતી પરવાનગી આપવાની રહેશે અને અરજદાર/અરજદાર એકમ માંગણી કરે ત્યારે ડીસ્ટ્રીક્ટ ઓથોરીટી તરીકે એન.ઓ.સી. પણ આપવાનું રહેશે, જેથી અરજદાર એકમ પેટ્રોલિયમ રૂલ્સ ૨૦૦૨ હેઠળ લાઇસન્સ મેળવી શકે. આ હેતુ માટે ભારત સરકાર તેમજ ગૃહ વિભાગની વખતોવખતની સૂચનાઓનું પાલન કરવાનું રહેશે.

૫. પેટ્રોલીયમ રૂલ્સ ૨૦૦૨ હેઠળ લાયસન્સ મળ્યા બાદ જ ઔદ્યોગિક પ્રવૃત્તિ કરી શકાય છે.

આવું લાયસન્સ મળ્યા બાદ અરજદાર ગુજરાત આવશ્યક ચીજ વસ્તુ (પરવાના નિયંત્રણ અને જથ્થા જાહેરાત) આદેશ ૧૯૮૧ હેઠળ જરૂરી દસ્તાવેજો રજુ કરીને પેટ્રોલિયમ અને એક્ષપ્લોઝીવ સેફ્ટી ઓર્ગેનાઇઝશન (PESO)એ આપેલા લાયસન્સમાં જણાવેલી મુદ્દત સુધીનો પરવાનો મામલતદાર (લાયસન્સ સત્તાધિકારી) પાસેથી મેળવી શકે છે અને વખતોવખત વાર્ષિક ધોરણે રીન્યુ પણ કરાવી શકે છે.

૬. અરજદાર એકમે સરકારની વખતોવખતની સૂચનાઓનું પાલન કરવાનું રહેશે.

૭. આવી બિનખેતીની પશ્ચાદવર્તી પરવાનગી આપતા પહેલા અન્ય કાયદાઓ હેઠળની ધોરણસરની પરવાનગીઓ/અનુમતિઓ કાયદાનુસાર મેળવેલ છે કે કેમ તેની ખાત્રી કલેક્ટરે કરવાની રહેશે.

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે.

પેટ્રોલ/ડીઝલ પંપ/રીટેલ આઉટલેટને ખરેખર ઔદ્યોગિક હેતુ (Bonafide Industrial Purpose) ગણવા તથા ડીમ્ડ એન.એ. અને એક્ષપ્લોઝીવ પરવાના આપવા બાબત.

પેટ્રોલ/ડીઝલ પંપ/રીટેલ આઉટલેટને ખરેખર ઔદ્યોગિક હેતુ (Bonafide Industrial Purpose) ગણવા તથા ડીમ્ડ એન.એ. અને એક્ષપ્લોઝીવ પરવાના આપવા બાબત.

પેટ્રોલ/ડીઝલ પંપ/રીટેલ આઉટલેટને ખરેખર ઔદ્યોગિક હેતુ (Bonafide Industrial Purpose) ગણવા તથા ડીમ્ડ એન.એ. અને એક્ષપ્લોઝીવ પરવાના આપવા બાબત.


No comments: