સિવિલ કોર્ટ આવા મામલામાં નિર્ણય લેવાની કાયદામાં જોગવાઇઓ જ નથી : કાયદામાં આ અંગેની સત્તા મામલતદારોની. - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Wednesday, December 24, 2025

સિવિલ કોર્ટ આવા મામલામાં નિર્ણય લેવાની કાયદામાં જોગવાઇઓ જ નથી : કાયદામાં આ અંગેની સત્તા મામલતદારોની.

ભાડુઆત અધિનિયમ મુદ્દે ગુજરાત હાઇકોર્ટનો શકવર્તી ચૂકાદો.

ભાડૂઆત વિવાદમાં આખરી નિર્ણય લેવાની સત્તા રેવન્યુ ઓથોરિટીને છે.

ગુજરાત હાઇકોર્ટે ગુજરાત ટેનાન્સી એકટ મુદ્દે બહુ મોટો અને સિમાચિહ્નરૂપ ચુકાદો આપતાં ઠરાવ્યું છે કે, જે વિવાદીત પ્રશ્નને નિર્ણિત કરવાની સત્તા કાયદા (ટેનાન્સી એકટ) હેઠળ રેવન્યુ ઓથોરીટીને બક્ષાયેલી હોય તેવા કિસ્સામાં સિવિલ કોર્ટને કોઇ નિર્ણય કરવાની કે આવી બાબત પર અધિકારક્ષેત્ર સંભાળવાની મંજૂરી નથી. સિવિલ કોર્ટે આવી બાબતો વૈધાનિક કાયદાની જોગવાઈ મુજબ, આવા નિર્ણયો રેવન્યુ ઓથોરીટી અથવા મામલતદાર પર છોડી દેવા જોઈએ. જસ્ટિસ નિરલ આર.મહેતાએ બહુ મહત્ત્વના ચુકાદા મારફતે સ્પષ્ટ કરી નાંખ્યું હતું કે, કે, ટેનાન્સી એકટ હેઠળના આવા સંબંધિત વિવાદોમાં જે જેમાં રેવન્યુ ઓથોરીટી અને મામલતદારને જ નિર્ણય લેવાની સત્તા છે, તેમાં સિવિલ કોર્ટેની કોઇ દરમ્યાનગીરી ન્યાયોચિત નહી લેખાય.

સિવિલ કોર્ટ આવા મામલામાં નિર્ણય લેવાની કાયદામાં જોગવાઇઓ જ નથી : કાયદામાં આ અંગેની સત્તા મામલતદારોની.

સિવિલ કોર્ટ આવા મામલામાં નિર્ણય લેવાની કાયદામાં જોગવાઇઓ જ નથી : કાયદામાં આ અંગેની સત્તા મામલતદારોની.

હાઇકોર્ટે વધુમાં ઠરાવ્યું હતું કે, ટેનાન્સી એકટ હેઠળ જોડાયેલ પ્રશ્ન કે વિવાદમાં આવા મુદ્દાનો નિર્ણય બોમ્બે ટેનાન્સી એકટ હેઠળ રચાયેલ સક્ષમ અધિકારી દ્વારા જ લેવાવો જોઈએ. કલમ-  ૮૫ હેઠળ આવા મુદ્દાઓમાં નિર્ણય લેવામાં  સિવિલ કોર્ટને કાયદાકીય બાધ નડે છે. રેવન્યુ ઓથોરીટી (કૃષિ પંચ)માં ચુનીભાઈઈ વેરભાઈ પટેલ અને પ્રવીણભાઈ ચુનીભાઈ પટેલના વારસો તથા અન્યો દ્વારા તેઓને ટેનાન્ટને જાહેર કરવા દાદ માંગતી કરેલી અરજી પેન્ડીંગ હતી તે દરમ્યાન સામાવાળા અશ્વિનભાઈ મનુભાઈ પટેલ તથા અન્યો દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં સિવિલ સુટ ફાઈલ કરાયો હતો. જેમાં સિવિલ કોર્ટે રેવન્યુ ઓથોરીટીને નિર્ણય લેવા જણાવ્યું હતો. આ હુકમને પડકારતી રિટ અરજી(સ્પેશ્યલ સિવિલ એપ્લીકેશન નંબર-૧૪૮૬૪/૨૦૨૪) ગુજરાત હાઇકોર્ટે ધરાર ફગાવી દીધી હતી અને સિવિલ કોર્ટનો હુકમ બહાલ રાખતાં જસ્ટિસ નિરલ આર.મહેતાએ ટેનાન્સી એકટ મુદ્દે બહુ મહત્ત્વનો કાયદાકીય મુદ્દો નિર્ણિત કરતાં આ ચુકાદો આપ્યો હતો.

હાઈકોર્ટે ચુકાદામાં અવલોકન કરતાં જણાવ્યું કે, ગુજરાત ટેનાન્સી એન્ડ એગ્રીકલ્ચરલ લેન્ડ્રુસ એકટની કલમ-૮૫એ ના સ્પષ્ટ વાંચન અને અર્થઘટન પરથી ફલિતા થાય છે કે, જયાં સિવિલ દાવો મેન્ટેનેબલ હોય હોય તો પણ આવી સિવિલ કાર્યવાહી દરમ્યાન આવા વિવાદી પ્રશ્નનો ઉકેલ લાવવા કે જેમાં ટેનાન્સી એકટ હેઠળ સક્ષમ અધિકારી(રેવન્યુ ઓથોરીટી)ને જ સત્તા છે, તો તેમાં પરિસ્થિતિમાં સિવિલ કોર્ટે વિવાદી પ્રશ્નના નિર્ણય અર્થે તેને ટેનાન્સી એકટ હેઠળ રચાયેલ સક્ષમ અધિકારી સમક્ષ મોકલવો જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો, જયારે પણ કોઇ ટેનાન્સી સંબંધિત મુદ્દો પેન્ડીંગ. સિવિલ કાર્યવાહીમાં સામે આવે છે ત્યારે સિવિલ કોર્ટ પોતાની રીતે તે મુદ્દાનો નિર્ણય લઈ શકતી નથી. તેમાં કાયદાની આદેશાત્મક જગવાઈ મુજબ, સિવિલ કોર્ટ દાવામાં આગળની કાર્યવાહી સ્થગિત કરવી જોઇએ અને સંબંધિત મુદ્દા પર સક્ષમ ટેનાન્સી ઓથોરીટીના અંતિમ નિર્ણયની રાહ જોવી જોઈએ

સિવિલ કોર્ટ આવા મામલામાં નિર્ણય લેવાની કાયદામાં જોગવાઇઓ જ નથી : કાયદામાં આ અંગેની સત્તા મામલતદારોની.

તો ગુજરાત ટેનાન્સી એકટમાં સુધારાનો મૂળ હેતુ માર્યો જાય...

આ કેસમાં પ્રતિવાદીઓ તરફથી ગુજરાત હાઇકોર્ટનું બહુ અગત્યના કાયદાકીય મુદ્દા પરત્વે ધ્યાન દોરતાં જણાવ્યું કે, ગુજરાત ટેનાન્સી એકટ કે જે અગાઉ બોમ્બે ટેનાન્સી એકટ તરીકે પ્રચલિત હતો તેમાં ટેનાન્સી સંબંધિત મુદ્દાના નિર્ણય સંબંધી જોગવાઈ કલમ-૮૫ અને ૮૫એમાં વ્યાખ્યાન્વિત કરાયેલી છે. મૂળ કાયદો ૧૯૪૮નો છે પરંતુ તેમાં કલમ-૮૫ એ નો સુધારો આઠ વર્ષ પછી ૧૯૫૬માં સંસદ દ્વારા લાગુ કરાયો હતો અને તીને પાછળનો હેતુ એ જ હતો કે, આવા વિવાદીત કેસોનો નિર્ણય કરતી વખતે કોઇ વિસંગતતા કે ત્રુટિ ના રહી જાય. કારણ કે, જો એક વખત સિવિલ કોર્ટ એમ ઠરાવી દે કે, પ્રતિવાદીઓ ટેનાન્ટ નથી અને બીજીબાજુ, રેવન્યુ ઓથોરીટી કે મામલતદાર ટેનાન્સી એકટ હેઠળની તેમની સત્તા મુજબ નિર્ણય લઇ ઠરાવે કે, કે, પ્રતિવાદીઓ ટેનાન્ટ છે, તો બંને હુકર્મો અને નિર્ણયોના કારણે ભારે વિરોધાભાસ અને વિસંગતતા જન્મે, જેના કારણે બિનજરૂરી લીટીગેશન્સ પણ વધે. તેથી જ સંસદ દ્વારા કલમ-૮૫ એ ના સુધારા મારફતે આવા વિવાદોના નિર્ણયની વૈધાનિક સત્તા કાયદા હેઠળ રેવન્યુ ઓથોરીટી (ટ્રિબ્યુનલ) અને મામલતદારને બક્ષી હતી.

એક વખત ભાડૂઆત સંબંધી મુદ્દો ઉભો થાય એટલે સિવિલ કોર્ટ સ્ટે મૂકવા બંધાયેલી

જસ્ટિસ નિરલ આર.મહેતાએ ગુજરાત ટેનાન્સી એકટની કલમ-૮૫ અને ૮૫ એ અર્થઘટનને સ્પષ્ટ કરતાં જણાવ્યું કે, જયારે પણ એકવાર ટેનાન્સી સંબંધી વિવાદ કે મુદ્દો ઉદ્ભવે ત્યારે સિવિલ કોર્ટ આવા મુદ્દાઓને આખરી નિર્ણય માટે સક્ષમ ટેનાન્સી ઓથોરીટીને મોકલવા અને દાવાની આગળની કાર્યવાહી પર સ્ટે મૂકવા માટે બંધાયેલી છે. આવા તબક્કે જો સિવિલ કોર્ટ ટેનાન્સી દાવાનો મેરીટ પર કોઈ નિર્ણય કરે તો પણ તે ગુજરાત ટેનાન્સી એન્ડ એગ્રીકલ્ચરલ લેન્ડ્રુસ એકટ-૧૯૪૮ની કલમ-૮૫ અને ૮૫-એ ની વિરુધ્ધનો ગણાય. આમ, સિવિલ કોર્ટે જે નિર્ણય લીધો છે તે કાયદેસર અને યોગ્ય ઠરે છે.


No comments: