જમીન સંપાદન અધિનિયમ-૧૮૯૪ હેઠળ જમીન સંપાદન કેસમાં ચુકવવામાં આવતા વધારાના વળતર પર ટી.ડી.એસ.ની કપાત બાબત. - title clear satlasana revenue property

Latest

​📄 ખેતર, પ્લોટ અને મકાનના દસ્તાવેજ 🌱 જમીન એન.એ. (N.A. - બિનખેતી) 👥 વારસાઈ 🤝 જમીન વહેંચણી ✍️ હક્ક દાખલ કરવા તથા હક્ક કમી કરવા ​🏛️ મહેસૂલી અને તમામ સરકારી કામકાજ ખેતર, પ્લોટ તથા મકાનના દસ્તાવેજ હવે ઓથોરાઇઝ્ડ સ્ટેમ્પ વેન્ડર લાયસન્સી દ્વારા સચોટ અને કાયદેસર કરી આપવામાં આવશે.🏡 જમીન-મકાન પ્લોટ નાં બાના ખત, ગીરો, અને વેચાણ દસ્તાવેજ જેવા સરકારી કામકાજ માટે 🏡

Sunday, January 4, 2026

જમીન સંપાદન અધિનિયમ-૧૮૯૪ હેઠળ જમીન સંપાદન કેસમાં ચુકવવામાં આવતા વધારાના વળતર પર ટી.ડી.એસ.ની કપાત બાબત.

 જમીન સંપાદન અધિનિયમ-૧૮૯૪ ઠેઠળ જમીન સંપાદન કેસમાં ચુકવવામાં આવતા વધારાના વળતર પર ટી.ડી.એસ.ની કપાત બાબત.

ઠરાવ ક્રમાંક: RD/LAQ/e-file/15/2023/1518/GH

નામ. સુપ્રીમ કોર્ટ દ્વારા સીવીલ અપીલ નં. ૧૫૦૪૧/૨૦૧૭માં તા.૧૫/૦૯/૨૦૧૭ના ચુકાદામાં જમીન સંપાદન અધિનિયમ-૧૮૯૪ હેઠળ સંપાદન થતી જમીનના સંદર્ભમાં વળતર તથા વધારાના વળતર પર ટી.ડી.એસ.ની કપાત તેમજ તે અંગેની કાર્યપદ્ધતિનો નિર્દેશ કરેલ છે.

૨. નામ. સુપ્રીમ કોર્ટ દ્વારા ઉકત તા.૧૫/૦૯/૨૦૧૭ના ચુકાદામાં સીવીલ અપીલ નં. ૪૪૦૧/૨૦૦૯માં નામ. સુપ્રીમ કોર્ટના તા.૧૬/૦૭/૨૦૦૯ના ચુકાદાનો તેમજ કેરાલા હાઈકોર્ટ દ્વારા નલિની વિરૂદ્ધ ડે. કલેકટર, જમીન સંપાદન(૨૦૦૬(૪) આઈએલઆર કેરાલા ૨૨૯)ના કેસનો આધાર લેવામાં આવેલ છે..

જમીન સંપાદન અધિનિયમ-૧૮૯૪ હેઠળ જમીન સંપાદન કેસમાં ચુકવવામાં આવતા વધારાના વળતર પર ટી.ડી.એસ.ની કપાત બાબત.

3. વંચાણે લીધેલ સંદર્ભ ક્રમાંક(૧)ના ઠરાવથી નામ. સુપ્રીમકોર્ટના ઉક્ત તા. ૧૫/૦૯/૨૦૧૭ના ચુકાદાને ધ્યાને લઈને કેરાલા હાઈકોર્ટ દ્વારા નલિની વિરૂદ્ધ ડે. કલેકટર, જમીન સંપાદન(૨૦૦૬(૪) આઈએલઆર કેરાલા ૨૨૯)ના કેસથી જમીન સંપાદન અધિનિયમ-૧૮૯૪ હેઠળ સંપાદન થતી જમીનના સંદર્ભમાં વળતર તથા વધારાના વળતર પર ટી.ડી.એસ.ની કપાત અંગે નિયત થયેલ કાર્યપદ્ધતિ અપનાવવા જમીન સંપાદન અધિકારીશ્રીઓને સુચના આપવામાં આવેલ હતી. ઉકત ઠરાવમાં વળતરની રકમ અને તેના વ્યાજ પર ટી.ડી.એસ.ની કપાત કરવા અંગેની સુચના આપવામાં આવેલ ન હતી.!

૪. આથી જમીન સંપાદન અધિનિયમ-૧૮૯૪ હેઠળ જમીન સંપાદન કેસમાં ચુકવવામાં આવતા વળતર તેમજ વધારાના વળતર પર ટી.ડી.એસ.ની કપાત કરવા અંગે નવેસરથી કાર્યપદ્ધતિ નક્કી કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.








No comments: