ખેતીનીજમીનમાં ૧૦ગુંઠાથી વધુના‘ટુકડા'ને દંડવસૂલીને વેચાણ વ્યવહાર નિયમિત કરાશે. - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Friday, January 30, 2026

ખેતીનીજમીનમાં ૧૦ગુંઠાથી વધુના‘ટુકડા'ને દંડવસૂલીને વેચાણ વ્યવહાર નિયમિત કરાશે.

ખેતીની જમીનમાં ૧૦ ગુંઠાથી વધુના ‘ટુકડા' ને દંડવસૂલીને વેચાણ વ્યવહાર નિયમિત કરાશે.

પિયતમાં ૨૦.૨૪ ગુંઠા અને બિન પિયતમાં ૮૦.૨૪ ગુંઠાના નિયમને બદલવા કાયદાને સુધારવામાં આવશે.

કાયદામાં ફેરફારથી આ અડચણો બંધ થશે.
  1. ટુકડો જાહેર થવાથી ૭-૧૨માં ' ટુકડો' અથવા કલમ-૭ મુજબ પ્રતિબંધિત તેવી નોંધ બંધ થશે. 
  2. વારસાઈ કે ભાગલા સરળતાથી થઈ શકશે. પારીવારીક વિખવાદોથી મહેસૂલી કેસો અટકશે. 
  3. પાડોશીને પહેલો હક અટકતા, બાજુના જ ખેતરમાં જમીન ભેળવવા પાડોશીનો અધિકાર રદ્દ, 
  4. શહેરી ક્ષેત્રો અને તેની નજીકના એરિયામાં ટુકડામાં ખેતી કે વિકાસલક્ષી ઉપયોગ કરી શકાશે. 
  5. કાયદો હોવાથી વેચાણ દસ્તાવેજ પછી રેકર્ડમાં નોંધ થતી નથી. એથી દસ્તાવેજ રદ્દ થતા અટકશે
ખેતીનીજમીનમાં ૧૦ગુંઠાથી વધુના‘ટુકડા'ને દંડવસૂલીને વેચાણ વ્યવહાર નિયમિત કરાશે.
NA, હક પત્રકમાં નોંધ, વારસાઈ- ભાગલા પાડવામાં થતા પશ્નોનો એક ઝાટકે અંત આવશે
રાજ્યમાં વધતા શહેરીકરણ, ઔદ્યોગિક વિકાસ અને હાઈવે, નહેર, બુલેટ ટ્રેન સહિતની માળખાગત સુવિધાઓને પગલે ખેતીની જમીન નાની થઈ રહી છે. આ સ્થિતિમાં થતા ટુકડા અર્થાત બિન પિયત વિસ્તારોમાં ૮૦.૯૪ ગુંઠા અને પિયત ધરાવતા ક્ષેત્રોમાં ૨૦.૨૪ ગુંઠાથી ઓછી જમીનમાં વેચાણના વ્યવહારો પર નિયંત્રણ ફરમાવતો વર્ષ ૧૯૪૭નો ટૂકડા ધારો સુધારવા ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે. મહેસૂલ વિભાગે વિધેયકના મુસદ્દામાં ખેતીની જમીનમાં ૧૦ ગુંઠા કે તેથી વધુના ટુકડાના વેચાણ વ્યવહારને દંડ વસૂલીને નિયમિત કરવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. જેના માટે હિતધારક ખેડૂતો સમેત નાગરીકો પાસેથી ૭મી ફેબ્રુઆરી સુધીમાં સુચનો માંગ્યા છે.

જમીન સુધારણા એકમ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ સરકારે કાયદાની કલમ-૯(૩) હેઠળ પેટા કલમ-૪ દાખલ કરીને શહેરી વિસ્તારો અને ગ્રામિણ વિસ્તારોમાં સરકાર જે નક્કી કરે તે દંડ ભરીને ટૂકડા ધારાના ભંગના કિસ્સામાં તબદીલી અથવા વેચાણ વ્યવહારને નિયમિત કરી શકાય તેવી જોગવાઈ કરવા પ્રસ્તાવ છે. એટલુ જ નહિ. કાયદાની કલમ- ૩, ૪ તેમજ પાંચ હેઠળની તમામ જમીનો માટે લધુત્તમ ક્ષેત્રફળ ૧૦ ગુંઠા નક્કી કરવાનું સુચવાયુ છે. એથી, વારસાઈ- ભાગલા, બિન ખેતી- • NA કે પછી હકપ્રત્રકમાં નોંધને તબક્કે જો ખેતીની જમીન ૧૦ ગુંઠા કે તેથી વધારે ક્ષેત્રફળની હશે તો તેવી સ્થિતિમાં તેના વેચાણ સહિતની તબદિલીને મંજૂરી મળી શકશે. હાલમાં આ ક્ષેત્રફળની મર્યાદા વિસ્તાર મુજબ ૨૦.૨૪ ગુંઠાથી ૮૦.૯૪ ગુંઠા સુધીની છે. જેના કારણે ખેતીની જમીન નાની થાય તેવી અવસ્થામાં તબદીલી કે વેચાણને મંજૂરી મળતી નથી. જો કે, મહેસૂલ વિભાગે જાહેર કરેલા ડ્રાફ્ટમાં સંપાદન કે કુદરતી ભૌગોલિક પરિસ્થિતિઓ બદલાતા ૧૦ ગુંઠાથી ઓછા ટુકડાની સ્થિતિમાં પણ છુટછાટ આપવા સુચવ્યુ છે. 
ખેત ઉત્પાદકતાને વધારવા માટેના આ કાયદાએ અસરકારતા ગુમાવી
જમીન ટુકડા અટકાવવા અને એકત્રીકરણ અધિનિયમ- ૧૯૪૭નો મૂળ હાર્દ પરીવારો વધે ખેતીની જમીન વહેંચાઈને નાની થાય તો પણ ખેતી આધારિત નિર્વાહન અને ખેત ઉત્પાદકતાનું સાતત્યપણુ જળવાઈ રહે તે હતો. પરંતુ, ગુજરાતમાં શહેરીકરણ, ઔદ્યોગિકરણ અને વીજ-નહેર- રસ્તા- રેલ્વેના પ્રોજેક્ટમાં જમીન સંપાદનમાં લાખોની સંખ્યામાં જમીનો ટુકડામાં વિભાજીત થઈ છે. શહેરી ક્ષેત્રોમાં જ્યાં ટાઉન પ્લાનિંગ હોય ત્યાં પહેલાથી જ આ કાયદાને હળવો કરાયો છે.

૧. ગુજરાત રાજ્યના તા.- ૨૯/૦૧/૧૯૪૮ થી (સુધારા વિધેયક અમલી તારીખ)ના સમય ગાળા દરમિયાન, કાયદાની જોગવાઇ મુજબ વખતો વખત સરકારશ્રી દ્વારા નક્કી કરેલ લધુત્તમ ટુકડાથી પણ ઓછા ટુકડા પડેલ હોય અને/અથવા ટુકડાધારાનો ભંગ થયેલ હોય તો તેવા તમામ કિસ્સામાં કલમ-૯(૩) હેઠળ પરંતુક અથવા પેટાકલમ (૪) દાખલ કરી/ઉમેરીને શહેરી વિસ્તાર માટે તથા ગ્રામીણ વિસ્તારો માટે સરકારશ્રી જે નક્કી કરે તે દંડ ભરી તબદીલી/વેચાણ વ્યવ્હારને વિનિયમિત કરી શકાય.


૨. સદર સુધારા અધિનિયમ હેઠળ સરકારશ્રી નક્કી કરે તે તારીખથી આખા રાજ્યના લોકલ એરીયા સદરહું કાયદાની કલમ-૩ હેઠળ સ્થાનિક વિસ્તારમાં સદરહુ કાયદાના કલમ-૪ અને કલમ-૫ અન્વયે તમામ પ્રકારની જમીનો માટે લઘુત્તમ ક્ષેત્રફળ ૧૦ ગુંઠા નક્કી કરવા જે હેતુસર કલમ-૫ ની પેટા કલમ-૨ હેઠળ પરંતુક દાખલ કરી શકાય તથા તેનું ચુસ્ત પાલન કલમ-૮ અને ૯ હેઠળ ૧૦ ગુંઠાથી ઓછા ટુકડો પાડી શકાશે નહી, તબદીલ અથવા વિભાજીત કરી શકશે નહીં. આ બાબતે સદરહુ કાયદાની કલમ-૮ તથા કલમ-૮કક નું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. વધુમાં પ્રમાણ (૧૦ ગુંઠા) ક્ષેત્રફળ કરતાં ઓછા ક્ષેત્રફળનો ટુકડો કોઈ રીતે પાડી શકાશે નહી કે પાડવાની મંજૂરી પણ આપવાની રહેશે નહી સિવાય કે જમીન સંપાદન થવાથી ટુકડો પડતો હોય અથવા કુદરતી ભૌગોલિક પરિસ્થિતિ બદલાતાં ટુકડો પડતો હોય.


૩. કલમ-૯ હેઠળ explanation ઉમેરીને સમજૂતિ કરી/ને વ્યાખ્યાયિત (શહેરી વિસ્તાર) શકાય ) All Municipal Corporations, Urban Development Authorities, Area Development Authorities, Municipalities & Notified Areas).


૪. સુધારા વિધેયક અમલી તારીખથી સદરહુ કાયદાની કલમ-૩ અને બોમ્બે જનરલ કલોઝ એક્ટ -૧૯૦૪ ની કલમ-ર૧ થી ગુજ-રાત રાજ્યના તમામ મ્યુનિસપલ કોર્પોરેશન, મ્યુનિસિપાલિટી, અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી, એરીયા ડેવલોપમેન્ટ ઓથોરીટી વિસ્તાર સદર હું કાયદાની કલમ ૩ હેઠળની સ્થાનિક-વિસ્તારમાં સમાવેશ થશે નહીં તે મુજબનું જાહેરનામું બહાર પાડી શકાય.

No comments: