તમામ વ્યક્તિઓ વેચાણ દસ્તાવેજમાં પણ હસ્તાક્ષર કરેલ હોય અને જો કોઇ કેસ પેન્ડીંગ ન હોય તો તે જ દિવસે વેચાણ દસ્તાવેજની નોંધ પાડવાની રહે અને કલમ-૧૩૫(ડી) ની નોટીસની પ્રક્રિયા સિવાય સીધી નોંધ નિર્ણય કરવાની રહેશે. - title clear satlasana revenue property

Latest

​📄 ખેતર, પ્લોટ અને મકાનના દસ્તાવેજ 🌱 જમીન એન.એ. (N.A. - બિનખેતી) 👥 વારસાઈ 🤝 જમીન વહેંચણી ✍️ હક્ક દાખલ કરવા તથા હક્ક કમી કરવા ​🏛️ મહેસૂલી અને તમામ સરકારી કામકાજ ખેતર, પ્લોટ તથા મકાનના દસ્તાવેજ હવે ઓથોરાઇઝ્ડ સ્ટેમ્પ વેન્ડર લાયસન્સી દ્વારા સચોટ અને કાયદેસર કરી આપવામાં આવશે.🏡 જમીન-મકાન પ્લોટ નાં બાના ખત, ગીરો, અને વેચાણ દસ્તાવેજ જેવા સરકારી કામકાજ માટે 🏡

Saturday, January 31, 2026

તમામ વ્યક્તિઓ વેચાણ દસ્તાવેજમાં પણ હસ્તાક્ષર કરેલ હોય અને જો કોઇ કેસ પેન્ડીંગ ન હોય તો તે જ દિવસે વેચાણ દસ્તાવેજની નોંધ પાડવાની રહે અને કલમ-૧૩૫(ડી) ની નોટીસની પ્રક્રિયા સિવાય સીધી નોંધ નિર્ણય કરવાની રહેશે.

વેચાણ દસ્તાવેજમાં પણ હસ્તાક્ષર કરેલ હોય અને જો કોઇ કેસ પેન્ડીંગ ન હોય તો તે જ દિવસે વેચાણ દસ્તાવેજની નોંધ પાડવાની રહે અને કલમ-૧૩૫(ડી) ની નોટીસની પ્રક્રિયા સિવાય સીધી નોંધ નિર્ણય કરવાની રહેશે.

જો કોઇ જમીન અથવા મિલ્કત સંદર્ભે કોઇના પક્ષે વેચાણ કે હિતસબંધ સર્જાયેલ હોય, તો તે બાબતની નોંધ રેકર્ડ પર યોગ્ય સમયમર્યાદામાં તથા તાત્કાલિક થવી સુનિશ્ચિત કરવાની મુખ્ય જવાબદારી વેચાણ લેનાર (Buyer) પર રહેલી હોય છે. હાલની વ્યવસ્થામાં કલમ-૧૩૫ (ડી) હેઠળની નોટીસ પ્રક્રિયાના કારણે અનેક વખત અનાવશ્યક અને વ્યર્થ તકરારો ઉદ્ભવે છે, જેના પરિણામે વાસ્તવિક રીતે રેકર્ડ પર હકદાર વેચનાર તથા વેચાણ રાખનારને બિનજરૂરી વિલંબ, તકલીફ અને અડચણોનો સામનો કરવો પડે છે.

૧ વર્ષની અંદર રેકર્ડમાં ફેરફાર થયેલ હોય / Power of Attorney થકી વેચાણ હોય / ROR પર Appear થનાર તમામ વ્યક્તિઓની વેચાણ દસ્તાવેજમાં સહી ન હોય અથવા દસ્તાવેજની તારીખે કોઇ કેસ પેન્ડીંગ હોય તો ૧૫ દિવસની નોટીસ આપવાની રહેશે.

આવા અનાવશ્યક વિવાદોને ઘટાડવા તથા રેકર્ડ નોંધ પ્રક્રિયાને વધુ પારદર્શક, સમયબદ્ધ અને અસરકારક બનાવવા હેતુસર કલમ-૧૩૫(ડી) માં નીચે મુજબના સુધારાઓ પ્રસ્તાવિત કરવામાં આવે છે.

(૧) રેકર્ડ પર ૧ વર્ષથી અથવા વધુ સમયથી કોઇ ફેરફાર નોંધ ન હોય (સરકારની પ્રમોલગેશન, KJP etc બાદ કરતા) અને ROR પર દેખાતા તમામ વ્યક્તિઓ વેચાણ દસ્તાવેજમાં પણ હસ્તાક્ષર કરેલ હોય અને જો કોઇ કેસ પેન્ડીંગ ન હોય તો તે જ દિવસે વેચાણ દસ્તાવેજની નોંધ પાડવાની રહે અને કલમ-૧૩૫(ડી) ની નોટીસની પ્રક્રિયા સિવાય સીધી નોંધ નિર્ણય કરવાની રહેશે.

(२) ૧ વર્ષની અંદર રેકર્ડમાં ફેરફાર થયેલ હોય / Power of Attorney થકી વેચાણ હોય / ROR પર Appear થનાર તમામ વ્યક્તિઓની વેચાણ દસ્તાવેજમાં સહી ન હોય અથવા દસ્તાવેજની તારીખે કોઇ કેસ પેન્ડીંગ હોય તો ૧૫ દિવસની નોટીસ આપવાની રહેશે.

(3) સક્ષમ સત્તાધિકારી/કોર્ટ/ટ્રીબ્યુનલના હુકમની નોંધ તે જ સમયે કરવાની રહેશે અને તે અંગે કલમ-૧૩૫(ડી) ની નોટીસ બજાવવાની રહેશે નહિ.


No comments: