જમીન દફતર વિભાગની કામગીરી હવે તાલુકા મામલતદાર કચેરી ખાતેથી થશે - title clear satlasana revenue property

Latest

​📄 ખેતર, પ્લોટ અને મકાનના દસ્તાવેજ 🌱 જમીન એન.એ. (N.A. - બિનખેતી) 👥 વારસાઈ 🤝 જમીન વહેંચણી ✍️ હક્ક દાખલ કરવા તથા હક્ક કમી કરવા ​🏛️ મહેસૂલી અને તમામ સરકારી કામકાજ ખેતર, પ્લોટ તથા મકાનના દસ્તાવેજ હવે ઓથોરાઇઝ્ડ સ્ટેમ્પ વેન્ડર લાયસન્સી દ્વારા સચોટ અને કાયદેસર કરી આપવામાં આવશે.🏡 જમીન-મકાન પ્લોટ નાં બાના ખત, ગીરો, અને વેચાણ દસ્તાવેજ જેવા સરકારી કામકાજ માટે 🏡

Tuesday, January 6, 2026

જમીન દફતર વિભાગની કામગીરી હવે તાલુકા મામલતદાર કચેરી ખાતેથી થશે

જમીન દફતર વિભાગની કામગીરી હવે તાલુકા મામલતદાર કચેરી ખાતેથી થશે

જમીન દફતર વિભાગની કામગીરી હવે દરેક તાલુકા મામલતદાર કચેરી ખાતે કરવામાં આવશે. બે દિવસ અગાઉ રાજ્ય સરકારે આ વિભાગનાં વર્ગ-૨ની કચેરીઓને તાલુકા કક્ષાએ ખસેડવાનો પરિપત્ર કાઢતા હવે કર્મચારીઓની મનમાની ચાલશે નહીં.

જમીન દફતર વિભાગની કામગીરી હવે તાલુકા મામલતદાર કચેરી ખાતેથી થશે

અરજદારોને દૂર-દૂરથી જિલ્લા મથક સુધીના ધક્કા સહિતની ફરિયાદો બંધ થશે : કર્મચારીઓની મનમાની ચાલશે નહીં

ગુજરાત રાજ્યનાં સેટલમેન્ટ કમિશ્નર અને જમીન દફતર નિયામક, ગાંધીનગર દ્વારા એક પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો. જે મુજબ કામગીરીનાં ભારણ ઘટાડવા માટે, ડીઆઈએલઆર, સીટી સર્વે સુપ્રિટેન્ડન, હક્ક ચકાસણી અધિકારી, મદદનીશ એકત્રિકરણ અધિકારીને મામલતદાર જેવા વર્ગ-૨ની જગ્યાઓ અને કચેરીઓને જિલ્લાના એક સ્થળને બદલ તમામ તાલુકા કક્ષાએથી કામગીરી કરવાના આદેશ અપાયા છે  જેના લીધે સંબંધિત વિભાગના અધિકારી-કર્મચારીઓની મનમાની બંધ થઇ જશે. કહેવાય છે કે લોકોનાં સામાન્ય કામ માટે પણ મહિનાઓ સુધી આંટા મરાવવામાં આવતા હતા અને રૂપિયા ખર્ચ કર્યા બાદ પણ કામો થતા ન હતા. આમ ચલક-ચલાણી પેલે ઘેર જાણીની રમત રમાડવામાં આવતી હોવાથી તેની સાથે સંબંધિત અરજદારોમાં સરકાર પ્રત્યે ભારે અસંતોષની લાગણી ફેલાઈ હતી.  નવસારી જિલ્લામાં અરજદારો છેક ૭૦ કિ.મી. દૂર ખેરગામ તાલુકા જેવા વિસ્તારમાંથી નવસારી પોતાના કામ માટે આ કચેરીમાં આવે ત્યારે તેના સામાન્ય કામ માટે પણ ધરમ ધક્કા ખવડાવામાં આવતા હતા. જવાબદાર અધિકારીઓને સરકાર તરફથી ત્રણ-ત્રણ જિલ્લાનો ચાર્જ અપાતો હોવાથી તેઓ અરજદારને મળી શકે નહી, સહીઓ કરવાનો સમય મળે નહી અને લોકો હેરાન થાય. કચેરીનાં ભ્રષ્ટ કર્મચારી રૂપિયા લઈને કામ કરાવી આપે તેમાં પણ વાર લાગતી હોવાની ઉઠતી તાલુકા મથકે આ કામગીરી સોંપવાના નિર્ણયથી અરજદારોને રાહત મળી શકશે. જોકે, કામનાં બદલામાં રૂપિયા લેવાની બાબત ઉપર બ્રેક લાગશે એવા દાવામાં કોઈ તથ્ય લોકોને દેખાતુ નથી. પરંતુ દૂર-દૂરથી જિલ્લા મથક સુધી લાંબો આંટો ઓછો થશે એ ચોક્કસ વાત છે.










No comments: