જમીન - મિલકતના ધારણકર્તા માટે માપણી કરવી હિતાવહ છે
શહેનશાહ અકબરના શાસનમાં ટોડરમલે ભારતમાં માપણી પ્રથા દાખલ કરી તેઓએ વિઘા વસા માપનો એકમ શરૂ કર્યો હતો . બ્રિટીશ શાસનને મહેસુલ બાબતે જમીન માપણી તથા આકારણી માટે તેનું વર્ગીકરણ જરૂરી હતું તેથી બ્રિટીશ શાસને ત્રણ સીટી સુપ્રિન્ટેન્ડન્ટ ગોલ્ડ સ્મિથ , વન ગેટ તથા ડેવિડ દ્વારા ચોક્કસ પદ્ધતિ વિકસાવવાનું નકકી કર્યું . આ ત્રણેએ ગામની જમીનની માપણી કરી હતી અને તેના આધારે ગામનું રેકર્ડ તથા નકશા તૈયાર કર્યા હતા . મોગલયુગમાં જમીનમાં વિદ્યાનું માપ અમલમાં આવ્યું જયારે બ્રિટીશ શાસનમાં એકરનું માપ અમલમાં આવ્યું . પિંગલેના વખતમાં ખેતરની માપણી કરીને શંકુ સાંકળ દ્વારા નકશા તૈયાર કરવામાં આવ્યા હતા . જમીન આકારણી તથા હકક પત્રક બાબત એમ બે હેતુથી માપણી થાય તો જમીન મહેસુલ અધિનિયમની કલમ ૯૫ અન્વયે તથા કલમ -૧૩૫ ( ઘ ) હેઠળ થઈ શકે .
No comments:
Post a Comment