શહેરી જમીન ( ટોચમર્યાદા અને નિયમન ) અધિનિયમ , ૧૯૭૬ તથા તે અધિનિયમને રદ કરતાં શહેરી જમીન ( ટોચમર્યાદા અને નિયમન ) રિપીલ એકટ , ૧૯૯૯ પરત્વેના નામદાર અદાલતોના ચુકાદા તેમજ અરજદારોની રજૂઆતો સંદર્ભે વિચારણા કરવા માટેની સમિતિની રચના અને સત્તા સોંપણી બાબત .
શહેરી જમીન ટોચમર્યાદા અને નિયમન ) અધિનિયમ , ૧૯૭૬ રાજયમાંથી તા .૩૦ / ૩ / ૧૯૯૯ નારોજ રદ થતાં , શહેરી જમીન ( ટોચમર્યાદા અને નિયમન ) રિપીલ એકટ , ૧૯૯૯ અમલમાં આવેલ છે . શહેરી જમીન ( ટોચમર્યાદા અને નિયમન ) અધિનિયમ , ૧૯૭૬ ૨૬ થતાં રાજયની વિવિધ નામદાર અદાલતો તેમજ નામદાર સર્વોચ્ચ અદાલત સમક્ષ સદર કાયદાઓ અન્વયેના કેસો ઘણી મોટી સંખ્યામાં વિચારાધીન હતાં . સદર કાયદાઓ અન્વયેના કેસોમાં નામદાર અદાલતોના ચુકાદાઓ સંદર્ભે વિચારણા કરવા માટે સંદર્ભમાં દર્શાવેલ તા .૨૯ / ૩ / ૨૦૦૬ ના ઠરાવથી અધિક મુખ્ય સચિવશ્રી . ( નાણાં વિભાગ ) ના અધ્યક્ષસ્થાને એક સમિતિની રચના કરવામાં આવી હતી.ત્યારબાદ , તા .૨૪ / ૧૦ / ૨૦૦૮ ના ઠરાવથી તા .૨૯ / ૩ / ૨૦૦૬ ના ઠરાવથી રચેલ સમિતિ રદ કરી , અ.મુ.સ. / અગ્રસચિવ / સચિવશ્રી . ( મહેસૂલ ) ના અધ્યક્ષસ્થાને મહેસૂલ વિભાગના અધિકારીશ્રીઓની સમિતિની રચના કરવામાં આવેલ . ત્યારબાદ , તા.૨૩/૭/૨૦૧૩ ના ઠરાવથી આ સમિતિમાં નાણાં સલાહકારશ્રી ( મહેસૂલ ) નો સમાવેશ કરવામાં આવેલ અને છેલ્લે તા.૮/૧૦/૨૦૧૪ ના ઠરાવથી સમિતિના કાર્યક્ષેત્રમાં ફેરફાર કરી, શહેરી જમીન ટોચમર્યાદા કાયદો, ૧૯૭૬ તેમજ રિપીલ એકટ, ૧૯૯૯ અન્વયેના કોર્ટ કેસો તથા અરજદારોની રજૂઆતો સહિતના તમામ કેસો સમિતિની વિચારણા અર્થે રજૂ કરવાનું ઠરાવવામાં આવેલ .
ઉપર્યુકત તા . ૮/૧૦/૨૦૧૪ ના ઠરાવની જોગવાઈઓ અનુસાર કાર્યવાહી કરવામાં આવતાં, સંબંધિત કલેકટરશ્રીઓ અત્રેના યુ.એલ.સી.પ્રભાગ તેમજ સચિવશ્રીઓની સમિતિનું કાર્યભારણ વધી ગયેલ. જેના પરિણામે , સમયમર્યાદામાં નિર્ણય ન થતાં , કેસોના નિકાલ બાબતે વિલંબ અને નામદાર અદાલતોની ટીકા ટીપ્પણનો ભોગ બનવાના પ્રશ્નો ઉપસ્થિત થયેલ . આ સંજોગોમાં , ઉપર્યુકત તા.૮/૧૦/૨૦૧૪ ના ઠરાવની જોગવાઈઓમાં ફેરફાર કરવાની બાબત સરકારશ્રીની સક્રિય વિચારણા હેઠળ હતી . જેમાં , સરકારશ્રીએ પુખ્ત વિચારણા કરી , સંદર્ભમાં દર્શાવેલ તમામ ઠરાવો રદ કરી , સમિતિની રચના કરવાનો તથા સત્તા સોંપણી અંગે નીચે મુજબની વિગતે ઠરાવ કરવામાં આવે છે .
No comments:
Post a Comment