સી. જી. - આર. જે. અ. 06032024-252650
CG-RJ-E-06032024-252650
અસાધારણ
ભાગ - || ખંડ - ૩ - પેટા-ખંડ (૨)
ભાગ II-વિભાગ 3 - પેટા-વિભાગ (ii)
પ્રાધિકારથી પ્રકાશિત ઓથોરિટી દ્વારા પ્રકાશિત નં. ૧૦૧૦)
નવી દિલ્હી, મંગળવાર, ૫ માર્ચ, ૨૦૨૪ / ફાગણ ૧૫, ૧૯૪૫ NEW DELHI, TUESDAY, MARCH 5, 2024/PHALGUNA 15, 1945
રેલવે મંત્રાલય [ઉત્તર પશ્ચિમ રેલવે (નિર્માણ સંગઠન) ]
અધિસૂચના
જયપુર ૪ માર્ચ, ૨૦૨૪
કા.આ. ૧૦૫૯ (અ)-કેન્દ્ર સરકાર, રેલ (સુધારા) અધિનિયમ ૨૦૦૮ (૨૦૦૮નો ૧૧) જેને અહીં પછીથી સદર અધિનિયમ તરીકે ઉલ્લેખ કરવામાં આવેલ છે તેની કલમ ૨૦કની પેટા-કલમ (૧) દ્વારા અપાયેલ સત્તાનો ઉપયોગ કરતા, એ સમાધાન થયા બાદ જાહેર હેતુ માટે, આ જમીન જેનું સંક્ષિપ્ત વિવરણ આ સાથે ઉપલબ્ધ અનુસૂચિમાં આપવામાં આવેલ છે, ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લામાં વિશેષ રેલવે પરિયોજના તારંગા હિલ-આબુ રોડ વાયા અંબાજી- નવી મોટી લાઈન (૧૧૬.૬૫૪ કિમી) ના અમલીકરણ, સંરક્ષણ, વ્યવસ્થાપન તથા પ્રચાલન માટે અપેક્ષિત છે, આવી જમીનને સંપાદિત કરવા પોતાના ઈરાદાની જાહેરાત કરે છે.
ઉપરોક્ત જમીન હિતબદ્ધ કોઈપણ વ્યક્તિ, અધિકૃત રાજપત્રમાં આ અધિસૂચના પ્રકાશિત થવાની તારીખથી ત્રીસ દિવસના સમયગાળામાં સદર અધિનિયમની કલમ ૨૦ઘની પેટા કલમ (૧) હેઠળ ઉપરોક્ત હેતુ માટે જમીનના સંપાદન અને ઉપયોગ સંબંધે વાંધા ઉઠાવી શકશે. પ્રત્યેક એવા વાંધાની જાણ સક્ષમ પ્રાધિકારી એટલે કે ઉપખંડ અધિકારી ખેરાલુને લેખિતમાં કરવાનો રહેશે અને તેમાં તેના આધારો ઉપવર્ણિત કરશે, તથા સક્ષમ અધિકારી આ વાંધા ઉઠાવનારને વ્યક્તિગત રૂપે અથવા કાયદા વ્યવસાયીના માધ્યમથી સુનાવણીનો અવસર પ્રદાન કરશે તથા તમામ આવા વાંધાઓની સુનાવણી કરવાનો તથા આવી વધુ તપાસ કર્યા બાદ, જો હોય તો, જેને સક્ષમ અધિકારી જરૂરી સમજે, આદેશ દ્વારા અથવા તો વાંધાઓને માન્ય કરી શકશે અથવા અમાન્ય કરી શકશે.
અનુસૂચિ
તારંગા હિલ-અંબાજી-આબુરોડ વચ્ચે નવી મોટી લાઈન પરિયોજના હેઠળ આરઓબી (રોડ ઓવર બ્રિજ) નંબર ૪૧ અને ૪૩ના નિર્માણ માટે ભારતીય રેલવેની વિશેષ રેલવે પરિયોજના માટે સંરચના સહિત અથવા રહિત સંપાદિત કરાનાર જમીનનું સંક્ષિપ્ત વિવરણ.
No comments:
Post a Comment