ગણોતધારામાં ધરખમ ફેરફારો કરાશે, કોઈપણ વ્યક્તિ ખેડૂત બની શકશે ?. - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Saturday, March 9, 2024

ગણોતધારામાં ધરખમ ફેરફારો કરાશે, કોઈપણ વ્યક્તિ ખેડૂત બની શકશે ?.

ગણોતધારામાં ધરખમ ફેરફારો કરાશે, કોઈપણ વ્યક્તિ ખેડૂત બની શકશે.?

ત્રણ મહિના પહેલા જ એકમિટી બનાવી છે સંદર્ભમાં.

ગુજરાતમાં ગાંધીનગર, શુકવાર ગણોતધારાના કાયદામાં ધરખમ ફેરફારો કરવા માટેની કવાયત તેજ થઈ છે. એટલું જ નહી, જૂની અને નવી શરતની સમગ્ર પ્રક્રિયાને હટાવી દેવાનો તખ્તો પણ ઘડાઈ રહ્યો છે. આ કાયદામાં શું અને કેવા પ્રકારના ફેરફારો થઈ શકે તેમ છે તેનો અભ્યાસ કરવા માટે સરકાર એક કમિટી બનાવી છે. કમિટી આગામી મહિને પોતાનો રિપોર્ટ સરકારને સુપરત કરી દેશે. ત્યાર બાદ એટલે કે, લોકસભાની ચૂંટણી પછી ગુજરાતમાં હાલના ગણોતધારાના કાયદામાં આમુલ ફેરફારો નિશ્ચિત દેખાઈ રહ્યાં છે. જો આ ફેરફારો થશે તો ગમે તે વ્યક્તિ ખેડૂત બની શકશે. હાલના જમીનના કાયદામાં ફેરફારો એ રીતે કરાશે કે જેથી સરકારને પ્રિમિયમની આવકમાં કોઈ ફેર નો ન જ પડે પણ તેની આવક પણ વધી જાય, અત્યારે ગુજરાતમાં ગણોતધારાના કાયદામાં તેમજ જૂની શરત અને નવી શરતની જમીનના કાયદામાં અનેક પ્રકારની વિસંગતતાઓ જોવા મળે છે.

ગણોતધારામાં ધરખમ ફેરફારો કરાશે, કોઈપણ વ્યક્તિ ખેડૂત બની શકશે

જૂની શરતની જમીન અને નવી શરતની જમીનને લઈને અનેક ગુંચવણો છે. તેનુ પ્રિમિયમ ભરવામાં પણ નાગરીકોને ભારે મુશ્કેલીઓ નડી રહી છે. જેમાં અધિકારીઓને ભ્રષ્ટાચાર કરવાની જ્યારે દલાલાનો મલાઈ ખાવાની મજા પડી ગઈ છે. બીજી બાજુ ખેડૂતોને પણ પોતાની મહામૂલી જમીનના પૂરતા ભાવ મળી શકતા નથી. કેમ કે ખેડૂતો પોતાની ખેતીની જમીન માત્ર અન્ય ખેડૂતોને જ વેચી શકે છે. ખેડૂત ન હોય તેવા લોકોને ખેતીની જમીન વેચી શકાતી નથી. જો અન્ય લોકોને ખેતીની જમીન વેચવી હોય તો સૌ પ્રથમ તેને બિનખેતી કરવી પડે. જેમાં કુલ જમીનના જંત્રીના ૩૫થી ૪૦ ટકા જેટલુ સરકારને પ્રિમિયમ ભરવુ પડે. અન્ય કેટલોક ખર્ચ પણ થાય છે. ત્યાર બાદ આ જમીન ખેડૂત સિવાયની કોઈપણ વ્યક્તિને વેચી શકાય છે. આ સ્થિતિમાં મોટાભાગે ખેડૂતોને આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવે છે.


આ સંદર્ભમાં સરકારમાં અનેક વખતે કશુક કરવાની રજૂઆતો થઈ છે. આ વખતે સરકારે પણ કોઈ ઠોસ પગલા ભરવાનુ મન બનાવી લીધુ છે. જેથી સરકારે ત્રણથી ચાર મહિના પહેલા જ નિવૃત્ત મહેસુલ સચિવ સી એલ મીનાના અધ્યક્ષસ્થાને એક કમિટી બનાવી છે. હાલમાં અભ્યાસ ચાલી રહ્યો છે. જિલ્લાના અધિકારીઓ પાસેથી મીના ફીડબેક લઈ રહ્યા છે. કઈ કઈ કલમો વધારે કડક છે, તેમા હવે કેવા ફેરફારો કઈ શકાય, હાલમાં જૂની શરતની જમીનને નવી શરતમાં ફેરવવા માટે કેટલી અરજીઓ આવી રહી છે, તેમાં શું અને કેટલી મુશ્કેલીઓ આવી રહી છે, તેને કઈ રીતે ઘટાડી શકાય તેની સમીક્ષા કરાઈ રહી છે.


કમિટીના સભ્યો જુદા જુદા કલેક્ટરો, જમીનના માલિકો અને જમીનના કાયદાના જાણકારો સાથે સતત મીટીંગો કરીને વિવિધ જાણકારી મેળવી રહ્યાં છે. એટલુ જ નહી, કેટલાક સભ્યોને ગુજરાતની બહાર અન્ય રાજયોમાં પણ મોકલાયા છે. તેઓ ત્યાં જઈને ત્યાંના ગણોતધારાના કાયદાની જુદી જુદી કલમો અંગેની જાણકારી મેળવી રહ્યા છે. ત્યાર બાદ ગુજરાતમાં ખરેખર શું અને કેવા સુધારા કઈ રીતે થઈ શકે તેનો અહેવાલ તૈયાર કરીને કમિટીને આપશે. ત્યારબાદ કમિટી આ અંગે એક રિપોર્ટ તૈયાર કરીને સરકારને આપશે. અહેવાલને આધારે સરકાર. આ સંદર્ભમા કોઈ નિર્ણય કરશે.


સચિવાલયના સૂત્રો જણાવે છે કે, આગામી એક મહિના દરમિયાન કમિટી પોતાનો રિપોર્ટ સોંપી શકે છે. એટલે કે લોકસભાની ચૂંટણી પછી આ અંગેનો. નિર્ણય લેવાશે. કેન્દ્ર સરકારની લીલી જંડી મળ્યા પછી જ કાયદામાં ફેરફારો. કરવાનો નિર્ણય જાહેર કરાશે. કાયદામાં સુધારા વધારા કરવા હોય તો વિધાનસભામાં તેના માટેનુ બિલ લાવવુ પડશે. ઓર્ડિનન્સ પણ લાવી શકાય.

ગણોતધારામાં ધરખમ ફેરફારો કરાશે, કોઈપણ વ્યક્તિ ખેડૂત બની શકશે


હાલમાં કોઈ નાગરીકને ખેડૂત થવું હોય તો ના થઈ શકે...

અત્યારે સ્થિતિ એવી છે કે, જે પરિવારમાં દાદા-પિતા કે પર દાદા ખેડૂત હોય તો તેના પરિવારના સભ્યો જ ખેડૂત ગણાય છે. એટલે કે, માત્ર વારસાઈથી જ ખેડૂત થઈ શકાય છે. જેના માટે તેમની પાસે જૂની કે નવી શરતની જમીન હોવી જોઈએ. એ સિવાયના અન્ય કોઈ લોકો ખેડૂત બની શકતા નથી. જાણકારો કહે છે કે, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ગણાતધારોનો કડક કાયદો છે. જ્યારે દેશના અન્ય રાજ્યોમાં આ કાયદો છે પરંતુ એટલો બધો કડક નથી. મોટાભાગના રાજ્યોમાં ગણોતધારાનો કાયદો ખુબ જ સરળ છે. કોઈ મોટી ગુંચવણો નથી, ઘણી છૂટછાટો મળે છે.

કાયદામાં ફેરફાર બાદ ઉદ્યોગગૃહો માટે ખેતીની જમીનની ખરીદીનો માર્ગ સરળ.

ગુજરાતમાં જો ગણોતધારાના કાયદામાં ધરખમ ફેરફારો થશે તો ગુજરાતના જ મોટા ગજાના કેટલાય બિલ્ડરો અને ઉદ્યોગપતિઓ માટે ખેતીની મોટી જમીનની ખરીદી માટેનો માર્ગ મોકળો થઈ જશે. આ કાયદામાં ફેરફારો થયા બાદ મોટા ઉદ્યોગગૃહો ખેતીની મોટી જમીન ખરીદી લેશે. એટલે કે જમીનના ભાવમાં પણ અસાધારણ વધારો થઈ થશે. તેમજ ખેતીની જમીનનુ વેચાણ થયા બાદ તેના પર કોંક્રીટના જંગલો ઉભા થવાનુ જોખમ પણ ઉભુ થશે. આ અંગે કમિટીના સભ્યો અને અમુક અધિકારીર્નો સંપર્ક કરવાના પ્રયાસો કર્યા પણ તેઓ કમિટીની મીટીંગમાં વ્યસ્ત હોવાનુ કહીને આ અંગે કશુ બોલવાનો ઈન્કાર કર્યો હતો.

No comments: