દસ્તાવેજની ખરાઈ ચકાસવાની સંપૂર્ણ જવાબદારી સબ-રજિસ્ટ્રાર કચેરીની છે :- વકીલો
અત્યાર સુધી વકીલનું નામ, નંબર જેવી વિગતો ફરજિયાત હતી.
અમદાવાદ : પ્રોપર્ટીના દસ્તાવેજ તૈયાર કરનાર વકીલનું નામ, નંબર અને વ્યવસાય લખવાની જોગવાઈ રદ કરી દેવાઈ છે. નોંધણીસર નિરીક્ષક અને સુપરિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સની કચેરી, ગાંધીનગર દ્વારા પરિપત્ર કરાયા બાદ રેવન્યૂ વકીલોએ વિરોધ કર્યો હતો અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. જેના પગલે નવી જોગવાઈ દૂર કરી - દેવાઈ છે. જયારે બાકીની જોગવાઈ યથાવત્ રખાઈ છે. જેનો અમલ તા.૧ એપ્રિલથી થવાનો હતો. સિનિયર રેવન્યુ વકીલોએ કહ્યુ "કે, પ્રોપટીના દસ્તાવેજમાં વકીલની ભૂમિકા પુરાવાના આધારે દસ્તાવેજ તૈયાર કરવાનું છે. આ દસ્તાવેજની ચકાસણી કરવાની સંપૂર્ણ જવાબદારી સબરજિસ્ટ્રાર કચેરીની છે, પરંતુ ઉચ્ચ કક્ષાએથી કરાયેલા પરિપત્રમાં પ્રોપર્ટીના દસ્તાવેજ તૈયાર કરનારા વકીલના નામ, સરનામું અને વ્યવસાય લખવાની જોગવાઈ કરાઈ હતી. જે બિનજરૂરી છે. જેના પગલે વકીલોમાં વ્યાપક વિરોધ જોવા મળ્યો હતો. વિભાગે પણ વકીલો આંદોલન કરવા ઉતરે તે પહેલાં જ નિર્ણય લઈને જોગવાઈ રદ કરી દીધી છે. સ્થાનિક સબરજિસ્ટ્રાર કચેરીના અધિકારીઓએ કહ્યું કે, હવે પહેલી એપ્રિલથી વકીલ માટેની જોગવાઈનો અમલ થવાનો નથી. દસ્તાવેજ માટેની વિવિધ જોગવાઇ અને કલમો યથાવત્ રખાઈ છે.
No comments:
Post a Comment