તારંગા હિલ - આબુ રોડ વાયા અંબાજી - નવી બ્રોડ ગેજ લાઈન
કા.આ. ૪૬૩૬ (અ). - કેન્દ્ર સરકારે રેલવે (સુધારા) અધિનિયમ ૨૦૦૮ (૨૦૦૮નો ૧૧) જેને અહીં પછીથી ઉપરોક્ત અધિનિયમ કહેવામાં આવેલ છે તેની કલમ ૨૦ કની પેટા-કલમ (૧) દ્વારા અપાયેલ સત્તાનો ઉપયોગ કરતા, કેન્દ્ર સરકાર, સમાધાન થયા બાદ જાહેર હેતુ માટે આ જમીન જેનું સંક્ષિષ વિવરણ આ સાથે નીચે અનુસૂચિમાં આપવામાં આવેલ છે તે ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લામાં તારંગા હિલ - આબુ રોડ વાયા અંબાજી - નવી બ્રોડ ગેજ લાઈનની વિશેષ રેલવે પરિયોજનાના અમલીકરણ, વ્યવસ્થાપન અને સંચાલન માટે અપેક્ષિત છે, તેવી જમીનને સંપાદિત કરવા પોતાના ઈરાદાની જાહેરાત કરે છે. ઉપરોક્ત જમીન હિતબદ્ધ કોઈપણ વ્યક્તિ, રાજપત્રમાં આ અધિસૂચનાના અધિકૃત રાજપત્રમાં પ્રકાશનની તારીખથી ૩૦ (ત્રીસ) દિવસમાં, ઉપરોક્ત અધિનિયમની કલમ ૨૦ ઘની પેટા કલમ (૧) હેઠળ ઉપરોક્ત હેતુ માટે જમીનના સંપાદન અને ઉપયોગ સંબંધે વાંધા ઉઠાવી શકશે. પ્રત્યેક એવા વાંધા સક્ષમ અધિકારી એટેલે કે ઉપખંડ અધિકારી - ખેરાલુ, ગુજરાતને લેખિતમાં કરવાના રહેશે અને તેમાં તેના આધાર ઉપવર્ણિત કરશે, તથા સક્ષમ અધિકારી આક્ષેપકર્તાને વ્યક્તિગત રૂપે અથવા કાયદા વ્યવસાયીના માધ્યમથી સુનાવણીનો અવસર પ્રદાન કરશે તથા તમામ આવા વાંધાની સુનાવણી કરવાનો તથા આવી વધુ તપાસ કર્યા બાદ, જો હોય તો, જેને સક્ષમ અધિકારી જરૂરી સમજે કર્યા બાદ આદેશ દ્વારા, અથવા તો વાંધાઓને માન્ય કરી શકશે અથવા અમાન્ય કરી શકશે.
ઉપરોક્ત અધિનિયમની કલમ ૨૦ ધની પેટા-કલમ (૨) હેઠળ સક્ષમ અધિકારી દ્વારા કરવામાં આવેલ કોઈપણ આદેશ નિર્ણાયક રહેશે; આ અધિસૂચના હેઠળ આવનાર જમીન રેખાંકન તથા જમીનના અન્ય વિવરણ ઉપલબ્ધ છે તથા હિત ધરાવતી વ્યક્તિ દ્વારા સક્ષમ અધિકારીના ઉપરોક્ત કાર્યાલયમાં તેમનું નિરીક્ષણ કરી શકશે.
No comments:
Post a Comment