અધિકારી/કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા બાબત
ગુજરાત સરકાર નાણા વિભાગ
ઠરાવ ક્રમાંક:નવપ/૧૦/૨૦૨૦/ઓ-૬૪૦/પી સચિવાલય, ગાંધીનગર. ता.०८/११/२०२४
વંચાણે લીધા:
(૧) નાણા વિભાગના તા.૧૫/૧૧/૨૦૦૨ ના જાહેરનામા ક્રમાંક:જીસીએસ-૧૦૨૦૦૧-૧૨૧૭-ચ
(૨) નાણા વિભાગનો તા.૧૮/૦૩/૨૦૦૫ નો ઠરાવ ક્રમાંક:નપન/૨૦૦૩/GOI/૧૦/પી
(૩) નાણા વિભાગના તા.૩૦/૦૩/૨૦૧૦ના જાહેરનામા ક્રમાંક:નપન-૨૦૦૩-જીઓઆઈ-૧૦-પી
(४) नाप्या विलागना ता.१५/०३/२०२४न। भहेरनामा डमांड: NPY-102021-D-19-P (PENSION CELL)
આમુખ:
વંચાણ હેઠળના ક્રમાંક (૧) પરના જાહેરનામા દ્વારા ગુજરાત મુલ્કી સેવા (પેન્શન) નિયમો, ૨૦૦૨ લાગુ કરવામાં આવેલ છે. વંચાણ હેઠળના ક્રમાંક (૨) પરના તા.૧૮/૦૩/૨૦૦૫ના ઠરાવથી તા.૦૧/૦૪/૨૦૦૫ કે ત્યારબાદ નિયમિત નિમણૂક પામેલ અધિકારી/કર્મચારીઓને નવી વર્ધિત પેન્શન યોજના (એન.પી.એસ.) હેઠળ આવરી લેવામાં આવેલ છે. વંચાણ હેઠળના ક્રમાંક (૩) પરના જાહેરનામાથી ગુજરાત મુલ્કી સેવા (પેન્શન) નિયમો, ૨૦૦૨ ની પાત્રતા બાબતે સ્પષ્ટતા કરવામાં આવેલ છે. વંચાણ હેઠળના ક્રમાંક (૪) પરના તા.૧૫/૦૩/૨૦૨૪ના જાહેરનામાથી નવી વર્ધિત પેન્શન યોજના (એન.પી.એસ.) હેઠળના કર્મચારીઓ માટે ગુજરાત મુલ્કી સેવા (નવી વર્ધિત પેન્શન યોજના) નિયમો, ૨૦૨૪ લાગુ કરવામાં આવેલ છે.
રાજય સરકારમાં વિવિધ સંવર્ગના જે અધિકારી/કર્મચારીઓની તા.૦૧/૦૪/૨૦૦૫ પહેલા ફિક્સ પગારમાં નિમણૂક કરવામાં આવેલ હોય અને તેમની નિયમિત નિમણૂક તા.૦૧/૦૪/૨૦૦૫ પછી થઈ હોય અથવા તા.૦૧/૦૪/૨૦૦૫ પહેલા ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલ હોય પરંતુ વહીવટી કારણોસર તેમની નિમણૂક તા.૦૧/૦૪/૨૦૦૫ પછીની હોય તેઓને જુની પેન્શન યોજનાનો લાભ આપવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. પુખ્ત વિચારણાને અંતે આથી નીચે મુજબ ઠરાવવામાં આવે છે.
ઠરાવ:
૧.માન્ય ભરતી બોર્ડ મારફત સ્પર્ધાત્મક પરીક્ષા પધ્ધતિ દ્વારા (લેખિત પરીક્ષા, ઈન્ટરવ્યુ અને પરિણામની જાહેરાત) પસંદગી પ્રકીયા પૂર્ણ થયેલ હોય અથવા રાજયમાં વિવિધ વિભાગોની ફિકસ પગારની નીતિ હેઠળ સરકારી તેમજ માન્યતા પ્રાપ્ત બિન-સરકારી અનુદાનિત સંસ્થાઓમાં સક્ષમ કક્ષાએથી મંજૂર થયેલ જગ્યાઓ પર માન્ય ભરતી પ્રક્રિયા મારફતે તા.૦૧/૦૪/૨૦૦૫ પહેલા પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થયેલ હોય, તેવા નીચે મુજબના કેસોમાં જૂની પેન્શન યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
(અ)સંબંધિત સંવર્ગની ભરતી અંગેનું પરિણામ તા.૦૧/૦૪/૨૦૦૫ પહેલા જાહેર થયેલ હોય પરંતુ વહીવટી કારણોસર અથવા કોર્ટ કેસ પડતર હોવાના કારણે નિમણૂંક તા.૦૧/૦૪/૨૦૦૫ના રોજ કે ત્યારબાદ આપવામાં આવેલ હોય,
(બ)સંબંધિત સંવર્ગની ભરતી અંગેનું પરિણામ તા.૦૧/૦૪/૨૦૦૫ પહેલા જાહેર થયેલ હોય પરંતુ વહીવટી કારણોસર અથવા કોર્ટ કેસ પડતર હોવાના કારણે ફિક્સ પગારમાં નિમણૂંક તા.૦૧/૦૪/૨૦૦૫ના રોજ કે ત્યારબાદ આપવામાં આવેલ હોય તેમજ ફિકસ પગારનો નિયત સમયગાળો સંતોષકારક રીતે પૂર્ણ કરી નિયમિત નિમણૂક પામેલ હોય,
(ક)(૧)તા.૦૧/૦૪/૨૦૦૫ પહેલા ફિક્સ પગારમાં નોકરીમાં જોડાયા હોય અને તા.૦૧/૦૪/૨૦૦૫ પછી ફિકસ પગારનો નિયત સમયગાળો સંતોષકારક રીતે પૂર્ણ કરી નિયમિત નિમણૂક પામેલ હોય,
(૨)તેમજ ઉકત(૧)માં સૂચવેલ કર્મચારીઓ પૈકી જેઓ સીધી ભરતીથી અન્ય સંવર્ગમાં નિયમિત નિમણૂક પામેલ હોય અને જેઓની સેવાઓ નાણા વિભાગની સંમતિથી જોડવામાં આવેલ હોય.
આ ઠરાવની જોગવાઈઓ જે કચેરીઓમાં તા.૦૧/૦૪/૨૦૦૫ પહેલા રાજ્ય સરકારની જૂની પેન્શન યોજના લાગુ પડતી હોય તેવી કચેરીઓને જ લાગુ પડશે. તે સિવાયની અન્ય કોઈ કચેરીઓને લાગુ પડશે નહી. ૨.આ અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછી પ્રસિધ્ધ કરવામાં આવશે.
ગુજરાતના રાજયપાલશ્રીના હુકમથી અને તેમના નામે,
No comments:
Post a Comment