ખરી બજાર કિંમતની ચુકવણી કર્યા વિના રાજ્ય જમીન માલિકને તેની જમીનથી વંચિત કરી શકે નહીં
જ્યારે કોઈ જમીનની જરૂરત : હેતુ માટે અથવા કંપનીઓ હોય અથવા તે માટે ભવિષ્યમાં તેની જરૂર ઊભી થવાની સંભાવના હોય તો સરકાર તે બાબત જમીન એકવાયર (સંપાદન) કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરીને જમીન સંપાદન અંગેની કાર્યવાહીની શરૂઆત કરી શકે છે. તે માટે ખાનગી માલિકીની જમીન જાહેર હેતુ માટે ફરજિયાત સંપાદિત કરવા સરકારને કાયદા દ્વારા હક્ક આપવામાં આવેલ છે. ભારત દેશ આઝાદ થયા બાદ દેશ વિકાસના પંથે આગળ વધે તે માટે, દેશનો ઔદ્યોગિક વિકાસ કરવા તેમજ પ્રજાલક્ષી વિકાસના કામો કરવા સરકારને અથવા કંપનીઓને જમીનની જરૂરિયાત જરૂર પડે તે સ્વભાવિક વાત છે. અને જાહેર હેતુ માટે, વિકાસના કાર્યો માટે ખાનગી માલિકીની જમીન ફરજિયાત સંપાદિત (એકવાયર) કરવા અને તે બદલ વળતર આપવા, વળતરની રકમ નક્કી કરવા, વાંધાઓ ધ્યાને લેવા વિગેરે જેવી તમામ બાબતો લક્ષ્યમાં લઈ જમીન સંપાદન અધિનિયમની રચના કરવામાં આવી અને તેમાં વખતો વખત સુધારા વધારા પણ કરવામાં આવ્યા છે.
જયારે કોઈ વ્યક્તિની જમીન સરકાર દ્વારા યા કંપનીઓ દ્વારા સંપાદન હેઠળ લેવામાં આવે ત્યારે તે સંપાદનની રકમનો એવોર્ડ જાહેર કરી જમીનની યોગ્ય વળતરની ચુકવણી થવી જોઈએ, જો તેમ ન થાય તો જે વ્યક્તિની જમીનો સંપાદિત થઈ હોય તે વ્યક્તિ પોતાની જમીન અંગે યોગ્ય વળતર મેળવવા માટે જરૂરી કાર્યવાહીઓ કરી શકે છે.
તેમજ એવા કેસો હોઈ શકે કે જ્યાં ઉદાહરણ તરીકે ખેત સુધારણાના કાયદા હેઠળ જમીનના ધારણને કાયદેસર રીતે સામાજિક ન્યાયની બાબત તરીકે જૂજ હાથોમાં રહેલ જમીનની ઘનતા (માલિકી) નાબૂદ કરવાના અને તેની સમન્યાયી વહેંચણ લાવવાના ઈરાદા સાથે થોડા ઘણાં વળતરની ચુકવણી સાથે કે પછી બિલકુલ કોઈ વળતર વિના જ એવી જમીનથી વંચિત કરવામાં આવી શકે છે, કે જે તેના દ્વારા વ્યક્તિગત રીતે ખેડવામાં આવી રહી ન હોય અથવા જે ટોચ મર્યાદાના વિસ્તારથી વધારાની હોય, પરંતુ જયાં જમીન સંપાદન અધિનિયમ, ૧૯૮૪ હેઠળ જમીન સંપાદિત કરવામાં આવે છે ત્યાં જમીન ધારકને ખરી બજાર કિંમતની ચુકવણી કર્યા વિના તેની જમીનથી વંચિત કરવાનું વાજબી અને ઉચિત બનશે નહીં
આમ, ‘ખરી બજાર કિંમતની ચુકવણી કર્યા વિના રાજ્ય જમીન માલિકને તેની જમીનથી વંચિત કરી શકે નહી' તેવો સિદ્ધાંત નામદાર ગુજરાત હાઇકોર્ટ (ખંડપીઠ) દ્વારા પટેલ કરસન કાના વિરુદ્ધ સ્ટેટ ઓફ ગુજરાત, ફર્સ્ટ અપીલ નં.૩૨૮૭થી ૩૨૮૯/૨૦૧૯,૩૨૯૧ થી ૩૨૯૬/૨૦૧૯, ૪૪૨૨ થી ૪૪૨૯/૨૦૨૩, સિવિલ એપ્લિકેશન (ફોર કોન્ડોનેશન ઓફ ડિલે) નં.૦૧/૨૦૨૩ ના કામે તા.૩૧/૦૧/૨૦૨૪ ના રોજ આખરી હુકમમાં દર્શાવવામાં આવેલ છે (લેન્ડ લોઝ જજમેન્ટસ (LLI), વોલ્યુમ-૨, ઈશ્યૂ- ૧૧, નવેમ્બર-૨૦૨૪, પાના નં. ૧૧૦૮) આ કેસની ટૂંકમાં હકીકત નીચે મુજબ છે.
મૂળ દાવેદારોની જમીનો સંપાદિત કરવા અંગે જાહેરનામા બહાર પાડવામાં આવેલા અને પ્રશ્નવાળી જમીનો અંગે સંપાદન અધિકારીએ બજાર કિંમત નિશ્ચિત કરીને સંપાદિત જમીનોના સંબંધમાં જુદા જુદા એવોર્ડો પસાર કર્યા હતા. જેનાથી અસંતુષ્ટ દાવેદારોએ સંદર્ભ કેસો ઉપસ્થિત કરેલા અને દાવેદારોએ બજાર કિંમત તેઓની રજૂઆતો-પુરાવાઓના આધારે નક્કી કરવા પહેલ કરેલી.
જે સંદર્ભ કેસોના કામે થયેલ હુકમથી પણ દાવેદારો સંતુષ્ટ ન હોય તેઓએ હાલની આ પહેલી અપીલ નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ઉપસ્થિત કરેલ.
નામદાર હાઇકોર્ટ એવા તારણ ઉપર આવેલ કે, માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા અશોકકુમાર વિ. સ્ટેટ ઓફ હરિયાણા, ૨૦૧૬(૪) સુ.કો.કે. ૫૪૪ ના કામે નિરીક્ષણો રજૂ કરેલા કે, "૯. ભાગ સિંધ વિ. યુનિયન ટેરીટરી ઓફ ચંડીગઢ, ૧૯૮૫(૩) સુકો.કે. ૭૩૭ના કેસમાં આ કોર્ટે ઠરાવ્યું હતું કે એવી સ્થિતિઓ હોઈ શકે ૬ કે જ્યાં માગવામાં આવી હોય તેના કરતાં ઊંચી રકમનો દાવેદારને એવોર્ડ કરવામાં આવ્યો હોય. કોર્ટે નોંધ્યું હતું કે - "૩ એ બાબત ફરજિયાતપણે યાદ
રાખવી જોઈશે કે આ બે ખાનગી નાગરિકો વચ્ચેની તકરાર નહોતી, કે જ્યાં દાવેદાર દ્વારા જેટલી માગણી કરવામાં આવી હોય તેટલા પૂરતાં તેવા દાવેદારને મર્યાદિત કરવાનું અને માગવામાં આવી હોય તેના કરતાં કોઈ ઊંચી રકમનો તેમનો એવોર્ડ નહીં આપવાનું તદ્દન ન્યાયપૂર્ણ અને કાયદેસર બન્યું હોત તેમ છતાં આવા કેસમાં પણ એવી સ્થિતિઓ હોઈ શકે કે જ્યાં માગવામાં આવી હોય તેના કરતાં ઊંચી રકમનો દાવેદારને એવોર્ડ આપી શકાય છે (૨૦૧૦) ૧૧ સુ.કો. કે. ૬૬૫) ઉદાહરણ તરીકે જ્યાં માગવામાં આવેલ રકમ ખાતાની (વ્યવહારની) શરૂઆતથી જ બાકી હોય. અહીં અપીલકર્તાઓ દ્વારા તેમની જમીનના સંપાદન બદલ વળતર માટે રાજ્ય સરકારની વિરુદ્ધ દાવો કરવામાં આવ્યો હતો અને કાયદા હેઠળ રાજ્ય સંપાદિત કરેલ જમીનની બજાર કિંમતના આધારે અપીલકર્તાઓને વળતર ચૂકવવાની ફરજથી બંધાયેલ હતું અને જો વિદ્વાન સિંગલ જજ તેમજ ખંડપીઠના ચુકાદાઓ મુજબ સંપાદિત કરાયેલ જમીનની બજાર કિંમત જમીન સંપાદન કલેક્ટર કે એડિશનલ ડિસ્ટ્રિકટ જજ દ્વારા એવોર્ડ કરાયેલ કિંમત કરતાં ઊંચી હતી, તો એ બાબતે કોઈ કારણ નથી કે શા માટે અપીલકર્તાઓને તે મુજબ નિર્ણીત કરાયેલ બજાર કિંમતની ચુકવણીનો લાભ આપવાનો ઈન્કાર કરવામાં આવવો જોઈતો હતો. અપીલકર્તાઓને આ લાભનો ઈન્કાર કરવાનું ખરી બજાર કિંમત કરતા ઓછી કિંમતની ચુકવણી ઉપર અપીલકર્તાઓની જમીન સંપાદિત કરવાની રાજય સરકારને પરવાનગી આપવામાં પરિણમશે. એવા કેસો કોઈ શકે કે જ્યાં ઉદાહરણ તરીકે ખેત સુધારણાના કાયદા હેઠળ જમીનના ધારણને કાયદેસર રીતે સામાજિક ન્યાયની બાબત તરીકે જૂજ હાથોમાં રહેલ જમીનની ઘનતા (માલિકી) નાબૂદ કરવાના અને તેની સમન્યાયી વહેંચણ લાવવાના ઈરાદા સાથે થોડા ઘણાં વળતરની ચુકવણી સાથે કે પછી બિલકુલ કોઈ વળતર વિના જ એવી જમીનથી વંચિત કરવામાં આવી શકે છે, કે જે તેના દ્વારા વ્યક્તિગત રીતે ખેડવામાં આવી રહી ન હોય અથવા જે ટોચ મર્યાદાના વિસ્તારથી વધારાની હોય,
પરંતુ જ્યાં જમીન સંપાદન અધિનિયમ, ૧૯૮૪ હેઠળ જમીન સંપાદિત કરવામાં આવે છે ત્યાં જમીન ધારકને ખરી બજાર કિંમતની ચુકવણી કર્યા વિના તેની જમીનથી વંચિત કરવાનું વાજબી અને ઉચિત બનશે નહીં કે જ્યારે કાયદો કેટલી બધી બોલીઓમાં જાહેરાત કરે છે કે તેને આવી બજાર કિંમત ચૂકવવી જોઈશે..."
ઉપરોક્ત ચુકાદાને ધ્યાને લેતા સ્પષ્ટ થાય છે કે, જયારે કોઈ વ્યક્તિની જમીન સરકાર દ્વારા યા કંપનીઓ દ્વારા સંપાદન હેઠળ લેવામાં આવે ત્યારે તે સંપાદનની રકમનો એવોર્ડ જાહેર કરી જમીનની યોગ્ય વળતરની ચુકવણી થવી જોઈએ. જો તેમ ન થાય તો જે વ્યક્તિની જમીનો સંપાદિત થઈ હોય તે વ્યક્તિ પોતાની જમીન અંગે યોગ્ય વળતર મેળવવા માટે જરૂરી કાર્યવાહીઓ કરી શકે છે. જમીન સંપાદિત કરવામાં આવે છે ત્યાં જમીન ધારકને ખરી બજાર કિં
ચુકવણી કર્યા વિના તેની જમીનથી વંચિત કરવાનું અને ઉચિત બનશે નહીં.
(લેન્ડ લોઝ જજમેન્ટસ (LLJ), વોલ્યુમ-૪, ઈશ્યૂ-૧૧, નવેમ્બર-૨૦૨૪, પાના નં. ૧૧૦૮
No comments:
Post a Comment