પ્રતિબંધિત સત્તા પ્રકાર અને નવી અને અવિભાજ્ય શરતની જમીનમાં પ્રિમીયમની રકમ વસુલ્યા વિના બિનખેતી થયેલ જમીનમાં રીવાઇઝ બિનખેતી પરવાનગી વખતે પ્રિમીયમ વસુલવા સંદર્ભે નીતિ નક્કી કરવા બાબત.
ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ, ઠરાવ ક્રમાંક: GNT/e-file/15/2023/15237/Z(LR) સચિવાલય, ગાંધીનગર. તા .૧૯/૧૧/૨૦૨૪
વંચાણે લીધા:
(૧) મહેસૂલ વિભાગનો તા. ૦૩/૦૧/૧૯૬૮ નો પરિપત્ર ક્રમાંક: ટી.એન.સી/૧૦૬૭/૭૪૭૭૭/૪
(૨) મહેસૂલ વિભાગનો તા. ૨૦/૦૫/૧૯૮૦ નો ઠરાવ ક્રમાંક: ગણત/૧૦૮૦/સંકલન/જ.
(૩) મહેસૂલ વિભાગનો તા. ૦૩/૦૨/૨૦૦૫ નો પરિપત્ર ક્રમાંક: ગણત/૧૯૯૧એમ.આર.- ૧૨/ઝ
પ્રસ્તાવના:
જમીન મહેસૂલ કાયદાની કલમ-૬૫ (એ) હેઠળ બિનખેતી થયેલ જમીનમાં હેતુફેરના કિસ્સામાં કલેક્ટરશ્રીની પૂર્વમંજુરી તથા આ અંગે પરવાનગી આપવા બાબતે સદરહું કાયદાની કલમ-૬૫ ની જોગવાઈ મુજબ કાર્યવાહી કરવાની જોગવાઇ છે.
જમીન મહેસૂલ કાયદાની કલમ-૬૫ હેઠળ ખેતીની જમીનમાં બિનખેતી વિષયક ઉપયોગ માટે પણ કલેકટરશ્રીની પૂર્વ પરવાનગીની જોગવાઈ હોવાથી અરજદાર તરફથી અરજી મળ્યેથી કલેક્ટરશ્રી સરકારપક્ષે વસુલવાપાત્ર રકમ વસુલ લઇ પરવાનગી આપવામાં આવે છે. ગુજરાત જમીન મહેસૂલ નિયમો-૧૯૭૨ના નિયમ-૮૦ હેઠળ જમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૯ની કલમ-૪૮ મુજબના જમીનના જુદા-જુદા હેતુઓ જેવા કે ખેતી, રહેણાંક, ઔદ્યોગિક, વાણિજ્ય તથા અન્ય હેતુઓ અથવા અન્ય બિનખેતી હેતુઓ માટે આકારણીમાં ફેરફાર કરવાની જોગવાઇ છે.
વધુમાં વંચાણે લીધા ક્રમાંક: (૨) સામેના મહેસૂલ વિભાગના તા.૨૦/૦૫/૧૯૮૦ના ઠરાવની
જોગવાઈ મુજબ ગણોતધારાની કલમ-૪૩ના નિયંત્રણવાળી ખેતીની જમીન તે કલમ નીચે પ્રિમિયમ લઇને તેની તબદીલી કરવાની પરવાનગી આપવામાં આવી હોય તો ફરીથી તબદીલી વખતે પરવાનગી લેવાની રહેતી નથી. પરંતુ વેચાણ રાખનાર કે તબદીલીમાં રાખનાર વ્યક્તિ બિનખેતી વિષયક હેતુ માટે તબદીલી કરવા પરવાનગી માંગે ત્યારે નિયમ મુજબનું પ્રિમિયમ લેવાનું રહે છે મતલબ કે એક જ હેતુ માટે બે વખત પરવાનગી ન લેવી પડે, પણ એક વખત એક હેતુ માટેની તબદીલીની રજા મળી હોય તે જમીન બીજા હેતુ માટે ફરી પાછી તબદીલી કરવાની હોય તો રજા લેવી પડે અને નિયમ મુજબનું પ્રિમિયમ ભરવું पडे.
ભૂતકાળમાં પ્રિમિયમ વસુલવાપાત્ર હતુ પણ વસુલાયેલ નથી તેવી બિનખેતી થયેલ જમીનમાં રીવાઇઝ બિનખેતી પરવાનગી વખતે હાલના અરજદાર/કબ્જેદાર પાસેથી પ્રિમીયમની રકમ વસુલવા અંગેની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.
ઠરાવ :
પુખ્ત વિચારણાને અંતે ભૂતકાળમાં પ્રતિબંધિત સત્તા પ્રકાર અને નવી અને અવિભાજ્ય શરતની જમીનમાં પ્રિમીયમની રકમ વસુલવાપાત્ર હતી પણ તે રકમ વસુલ લીધા વિના બિનખેતી પરવાનગી આપવામાં આવેલ છે તેવી જમીનમાં હાલના અરજદાર / કબ્જેદાર પાસેથી પ્રવર્તમાન જંત્રી કિંમતના ૧૦% પ્રિમીયમની રકમ વસુલ લઇ રીવાઇઝ બિનખેતીની પરવાનગી આપવાનું ઠરાવવામાં આવે છે.
આ ઠરાવ પ્રસિધ્ધ થયા તારીખથી અમલમાં આવશે અને ઠરાવની તારીખ સુધીમાં નિર્ણિત થયેલ કેસોમાં પુન: વિચારણા કરવાની રહેશે નહિ.
આ ઠરાવ સરખા ક્રમાંકની ફાઇલ ઉપર નાણા વિભાગની તા.૧૮/૧૧/૨૦૨૪ તથા સરકારશ્રીની તા.૧૯/૧૧/૨૦૨૪ ની નોંધથી મળેલ મંજુરી અન્વયે બહાર પાડવામાં આવે છે.
Matter to lay down policy regarding collection of premium on revised non-cultivation permission in uncultivated land without charging amount of premium in land of restricted authority type and new and undivided condition.
Resolution:
After mature consideration, it may be decided to issue revised non-cultivation permission by charging a premium amount of 10% of the prevailing janthri price to the existing applicant / occupier in the land where in the past the amount of premium was recoverable in land of restricted authority type and new and unalienable condition but non-cultivation permission has been granted without recovery of such amount. is
No comments:
Post a Comment