માત્ર મોટાભાઈના નામે ચાલતી વારસામાં મળેલ/વડીલોપાર્જીત નવી અને અવિભાજય શરતની જમીનમાં નામ દાખલ કરવા બાબત - title clear satlasana revenue property

Latest

​📄 ખેતર, પ્લોટ અને મકાનના દસ્તાવેજ 🌱 જમીન એન.એ. (N.A. - બિનખેતી) 👥 વારસાઈ 🤝 જમીન વહેંચણી ✍️ હક્ક દાખલ કરવા તથા હક્ક કમી કરવા ​🏛️ મહેસૂલી અને તમામ સરકારી કામકાજ ખેતર, પ્લોટ તથા મકાનના દસ્તાવેજ હવે ઓથોરાઇઝ્ડ સ્ટેમ્પ વેન્ડર લાયસન્સી દ્વારા સચોટ અને કાયદેસર કરી આપવામાં આવશે.🏡 જમીન-મકાન પ્લોટ નાં બાના ખત, ગીરો, અને વેચાણ દસ્તાવેજ જેવા સરકારી કામકાજ માટે 🏡

Friday, November 7, 2025

માત્ર મોટાભાઈના નામે ચાલતી વારસામાં મળેલ/વડીલોપાર્જીત નવી અને અવિભાજય શરતની જમીનમાં નામ દાખલ કરવા બાબત

માત્ર મોટાભાઈના નામે ચાલતી વારસામાં મળેલ/વડીલોપાર્જીત નવી અને અવિભાજય શરતની જમીનમાં નામ દાખલ કરવા બાબત

હુકમ:- પરિપત્ર ક્રમાંક : હકપ-૧૦૯૫-૨૭૦૪-૪, તા.૧૫-૩-૧૯૯૬

"નવી શરતની જમીનનો, સાંથણીની જમીનો, ગણોતધારા હેઠળ મળેલ જમીનો ગૌદાનમાં મળેલ જમીનો વગેરેમાં જેના નામે જમીન હોય તે ખાતેદાર ગુજરી જાય ત્યારે તેના તમામ વારસદારોની વારસાઈ એન્ટ્રી પાડવામાં આવતી નથી. અને ફકત એકજ મોટાભાઈના નામે વારસાઈ એન્ટ્રી પાડવામાં આવે છે, તેનાથી ઘણા પ્રશ્નો ઉભા થાય છે. ખાસ કરીને જયારે મોટાભાઈ ગુજરી જાય ત્યારે તેના સીધી લીટીના વારસદાર તરીકે તેના જ પુત્રોના નામે વારસાઇ એન્ટ્રી પાડી શકાય. પરંતુ ગુજરનાર ખાતેદારના ભાઈ કે જેઓ ખરેખર સંયુકત ભાગીદાર હતા. તેમના નામો રેકડમાં દાખલ થઈ શકતા નથી"

માત્ર મોટાભાઈના નામે ચાલતી વારસામાં મળેલ/વડીલોપાર્જીત નવી અને અવિભાજય શરતની જમીનમાં નામ દાખલ કરવા બાબત

નવી અને અવિભાજય શરતની ગણોતધારા હેઠળ કે ગૌદાન હેઠળ વારસાઈ હક્કથી મળેલ જમીનો રાજ્યમાં કેટલીક જગ્યાએ લાગણીના સંબંધો કે અમુક રિવાજના સંબંધે જમીનો સંયુકત હક્કવાળી હોવા છતાં મહેસુલી રેકર્ડના ગામના નમુના નં. ૬ તથા ગામના નમુના નં. ૭/૧૨માં માત્ર મોટાભાઈના નામે ચાલતી હોય છે. પરિણામે સમિતિએ ઉપર જણાવ્યા પ્રમાણે મોટાભાઈનું અવસાન થવાથી આવી જમીનો તેમના સીધી લીટીના વારસદારોના નામે થાય છે. પરિણામે આવી જમીનોમાં જેમનો સંયુકત હક્ક છે તેવા બીજા ભાઈઓ / બહેનો તેમના કાયદેસરના હક્કથી વંચિત થઈ જાય છે. આથી આવું ન બને તે માટે નીચે મુજબ કાર્યવાહી કરવા જણાવવામાં આવે છે.

માત્ર મોટાભાઇના નામે ચાલતી વારસામાં મળેલ વડીલોપર્જીત નવી અને અવિભાજય શરતોની જમીનમાં નામ દાખલ કરવા બાબત નો પરીપત્ર

(અ) વારસાઇ હક્કથી પ્રાપ્ત થયેલ ઉપર મુજબની જમીનો કે જેમાં અન્ય વારસદારીનો હક્ક હિસ્સો હોવા છતાં તેવી જમીનો મહેસુલી રેકર્ડના ગામના નમુના નં. ૬ તથા ૭/૧૨માં માત્ર મોટાભાઈના નામે ચાલતી હોય ત્યાં કાયદેસરની કાર્યવાહી કરીને બાકીના કાયદેસરના હક્કદાર એવા ભાઇ/બહેનોનું નામ મહેસુલી રેકર્ડમાં દાખલ કરવું.

(બ) ઉપર મુજબની વારસાગત સંયુકત હક્કવાળી જમીન કે જે માત્ર મોટાભાઇના નામે ચાલતી હોય અને તેમનું મૃત્યુ થયું હોય તો તેવી જમીનોના મહેસુલી રેકર્ડમાં કરચદેસરની કાર્યવાહી કરીને બાકી રહેતા ભાઈ? બહેનોના નામો પણ મહેસૂલી રેકર્ડ માં સંયુકત રીતે દાખલ કરવા.

ઉપર મુજબ ધોરણસરની કાર્યવાહી થાય તે જોવા સર્વે કલેકટરશ્રીઓને આથી જણાવવામાં આવે છે. ગુજરાતના રાજયપાલશ્રીના હુકમથી અને તેમના નામે.


No comments: