Special Intensive Revision: સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) શું છે? મતદાર યાદીની સઘન ચકાસણી વિશેની તમામ વિગતો અહીં વાંચો
ભારતીય ચૂંટણી પંચે ગુજરાત સહિત 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)| એટલે કે ખાસ સઘન ચકાસણીની જાહેરાત કરી છે.
SIR Form Filling Process: BL0s ગુજરાત, રાજસ્થાન સહિત 12 રાજ્યોમાં ઘરે-ઘરે જઈને SIR ની પ્રક્રિયા હાથ ધરશે. આ પ્રક્રિયા 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી ચાલશે. રાજ્યભરના તમામ BLO મતદારોના ઘરે જશે અને તેમને ફોર્મ ભરવા માટે બે નકલ આપશે. બીએલઓ ઘરે ઘરે જઈને દરેક મતદારને SIR ફોર્મ આપશે અને તેને ભરવામાં મદદ કરશે.
મતદારે જન્મ તારીખ, આધાર નંબર (વૈકલ્પિક), પિતા અથવા વાલીનું નામ અને EPIC નંબર (વૈકલ્પિક), માતાનું નામ અને EPIC નંબર (વૈકલ્પિક) અને મોબાઇલ નંબર જેવી મૂળભૂત માહિતી ભરવાની રહેશે. તાજેતરનો રંગીન પાસપોર્ટ-કદનો ફોટોગ્રાફ લગાવવો જરુરી છે.
2002 મતદાર યાદી PDFમાં ડાઉનલોડ કરવા માટે
1. https://voters.eci.gov...
2002ની મતદારયાદીમાં મતદારનું નામ શોધવા માટે
Assembly wise VoterList 2002
BL0 શું કરશે?
- તેઓ ઘરે ઘરે જશે અને ૨૦૦૨ની યાદીની વિગતોથી તપાસ કરી ભરેલા ગણતરી ફોર્મની બે નકલો આપશે.
- અગાઉત્તા SIR ની મતદાર યાદીમાંથી વર્તમાન મતદાતાઓની માહિતી લઈને મતદારને મેપિંગમાં મદદ કરશે.
- સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોના છેલ્લા SIR ની મતદાર યાદી ભારતના ચૂંટણી પંચની વેબસાઇટ (http://voters.eci.gov.in) અથવા મુખ્ય ચૂંટણી અધિકારીના પોર્ટલ
- (https://election.rajasthan.gov.in/) પર ઉપલબ્ધ છે.
- અમે તમારા દ્વારા ભરેલ ગણતરી ફોર્મ એકત્રિત કરીશું અને તેને ECINET એપ પર અપલોડ કરીશું.
તમે શું કરવાનું રહેશે
- અગાઉના SIRની મતદાર યાદી સાથે મેપિંગ માટે BLO ને જરૂરી માહિતી| પૂરી પાડો.
- ગણતરી ફોર્મની બંને નકલો ભરો.
- ભરેલું ગણતરી ફોર્મ BLO ને સબમિટ કરો અને એક નકલ તમારી પાસે રસીદ તરીકે રાખો.
- મતદારોની સુવિધા માટે ચૂંટણી પંચ દ્વારા પૂરી પાડવામાં આવતી સ્વયંસેવક અને મદદ સુવિધા.
મતદાર યાદીમાં તમારું નામ સરળતાથી નોંધાવવા માટે 4 ડિસેમ્બર પહેલા તમારું ગણતરી ફોર્મ ભરો અને BLO ને સબમિટ કરો. આ સમયગાળા પછી પણ તમે તમારું નામ નોંધાવી શકશો, પરંતુ તમારે જાહેરાત ફોર્મ સાથે વધારાનું ફોર્મ 6 ભરવાનું રહેશે.
હાલના મતદારોની માહિતી અગાઉના SIR ની મતદાર યાદીમાંથી લઈને ગણતરી ફોર્મમાં જ ભરવાની રહેશે. જે મતદારોનું પોતાનું નામ અગાઉના SIR માં શામેલ નથી પરંતુ તેમના સંબંધી જેમ કે માતા-પિતા/દાદા-દાદી/ દાદા-દાદી વગેરેનું નામ શામેલ છે તો ઉપરોક્ત સંબંધીની વિગતો ગણતરી ફોર્મમાં ભરવામાં આવશે અને મેપિંગ કરવામાં આવશે..
ભારતનું ચૂંટણી પંચ
ગણતરી ફોર્મ માટે માહિતી પત્રક
મતદારો પોતાનું અને પોતાના સંબંધીઓનું નામ અગાઉની ખાસ સઘન સુધારણા(SIR)ની મતદારયાદીમાં https://voters.eci.gov.in/ પર ચકાસી શકે છે, જેથી તેઓ ગણતરી ફોર્મ (Enumeration Form)માં વિગતો ભરી શકે. મદદ માટે, મતદારો સંબંધિત BLOનો સંપર્ક કરી શકે છે. ERO (મતદાર નોંધણી અધિકારી) એવા મતદારોને નોટિસ આપશે, જેમણે ગણતરી ફોર્મમાં ભરેલી અગાઉની SIR મતદારયાદીની વિગતો કાં તો ઉપલબ્ધ ન હોય અથવા ડેટાબેઝ સાથે મેળ ખાતી ન હોય. નોટિસ મળ્યા પર, મતદારે નીચે મુજબની કેટેગરીના આધારે દસ્તાવેજો પૂરા પાડવાના રહેશે:
જો ભારતમાં 01.07.1987 પહેલાં જન્મેલા હોય
પોતાના માટે નીચે આપેલ યાદીમાંથી જન્મ તારીખ અને/અથવા જન્મ સ્થળ સ્થાપિત કરતો કોઈપણ દસ્તાવેજ આપો.
જો ભારતમાં 01.07.1987 અને 02.12.2004ની વચ્ચે જન્મેલા હોય
પોતાના માટે નીચે આપેલ યાદીમાંથી જન્મ તારીખ અને/અથવા જન્મ સ્થળ સ્થાપિત કરતો કોઈપણ દસ્તાવેજ આપો.
પિતા કે માતા માટે નીચે આપેલી યાદીમાંથી જન્મ તારીખ અને/અથવા જન્મ સ્થળ સ્થાપિત કરતો કોઈપણ દસ્તાવેજ આપો.
જો ભારતમાં 02.12.2004 પછી જન્મેલા હોય
પોતાના માટે નીચે આપેલ યાદીમાંથી જન્મ તારીખ અને/અથવા જન્મ સ્થળ સ્થાપિત કરતો કોઈપણ દસ્તાવેજ આપો.
ભારતમાં 01.07.1987 પહેલાં જન્મેલા હોય પોતાના માટે નીચે આપેલ યાદીમાંથી જન્મ તારીખ અને/અથવા જન્મ સ્થળ સ્થાપિત કરતો કોઈપણ દસ્તાવેજ આપો.
જો ભારતમાં 01.07.1987 અને 02 12 2004ની વચ્ચે જન્મેલા હોય
પોતાના માટે નીચે આપેલ યાદીમાંથી જન્મ તારીખ અને/અથવા જન્મ સ્થળ સ્થાપિત કરતો કોઈપણ દસ્તાવેજ પિતા કે માતા માટે નીચે આપેલી યાદીમાંથી જન્મ તારીખ અને/અથવા જન્મ સ્થળ સ્થાપિત કરતો કોઈપણ દસ્તાવેજ આપો.
ભારતમાં 02.12.2004 પછી જન્મેલા હોય
પોતાના માટે નીચે આપેલ યાદીમાંથી જન્મ તારીખ અને/અથવા જન્મ સ્થળ સ્થાપિત કરતો કોઈપણ દસ્તાવેજ આપો.
પિતા માટે નીચે આપેલી યાદીમાંથી જન્મ તારીખ અને/અથવા જન્મ સ્થળ સ્થાપિત કરતો કોઈપણ દસ્તાવેજ આપો
માતા માટે નીચે આપેલી યાદીમાંથી જન્મ તારીખ અને/અથવા જન્મ સ્થળ સ્થાપિત કરતો કોઈપણ દસ્તાવેજ આપો.
જો માતા-પિતામાંથી કોઈ ભારતીય ન હોય, તો તમારા જન્મ સમયે તેમનો માન્ય પાસપોર્ટ અને વિઝાની નકલ આપો.
જો ભારતની બહાર જન્મેલા હોવ તો (વિદેશમાં ભારતીય મિશન દ્વારા જારી કરાયેલ જન્મ નોંધણીનો પુરાવો જોડો)
જો નોંધણી/પ્રાકૃતિકરણ(Naturalisation) દ્વારા ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત થયું હોય (નાગરિકતાના નોંધણીનું પ્રમાણપત્ર જોડો)
દસ્તાવેજોની સૂચક (સંપૂર્ણ| (સંપૂર્ણ નહીં) ચાદી (જો ઉપર ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો, પોતાના, પિતા અને માતા માટે અલગ અલગ સ્વ-પ્રમાણિત દસ્તાવેજો સબમિટ કરવા):
1. કોઈપણ કેન્દ્ર સરકાર/રાજ્ય સરકાર/પીએસયુના નિયમિત કર્મચારી/પેન્શનરને જારી કરાયેલ કોઈપણ ઓળખ કાર્ડ/પેન્શન ચકવણી ઓર્ડર.
2. ૦૧.૦૭,૧૯૮૭ પહેલા સરકાર/સ્થાનિક અધિકારીઓ/બેંક/પોસ્ટ ઓફિસ/એલઆઈસી/ પીએસયુ દ્વારા ભારતમાં જારી કરાયેલ કોઈપણ ઓળખ કાર્ડ/પ્રમાણપત્ર/દસ્તાવેજ.
૩. સક્ષમ અધિકારી દ્વારા ઇશ્યુ કરેલ જન્મ પ્રમાણપત્ર.
4. પાસપોર્ટ
5. માન્ય બોર્ડ/યુનિવરિ્સટી દ્વારાં જારી કરાયેલ મેટિ્રક્યુલેશન/શૈક્ષણિક પ્રમાણપત્ર
6. સક્ષમ રાજ્ય અધિકારી દ્વારા ઇશ્યુ કરેલ કાયમી રહેઠાણ પ્રમાણપત્ર
7. વન અધિકાર પ્રમાણપત્ર
8. ઓબીસી/એસસી/એસટી અથવા સક્ષમ અધિકારી દ્વારા ઇશ્યુ કરેલ કોઈપણ જાતી પ્રમાણપત્ર
9.રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (National Register of Citizens)(જ્યાં પણ તે અસિ્તત્વમાં હોય)
10. રાજ્ય/સ્થાનિક અધિકારીઓ દ્વારા તૈયાર કરાયેલ ફટુંબ રજિસ્ટર
11. સરકાર દ્વારા કોઈપણ જમીન/મકાન કાળવણી પ્રમાણપત્ર
12. આધાર માટે, ભારતના ચૂંટણી પંચના તા.૦૯.૦૯.૨૦૨૫ના પત્ર નં.23/2025-ERS/Vol.1 (Annexure ll) થી આપવામાં આવેલા નિર્દેશો લાગુ પડશે.
13. ૦૧.૦૭.૨૦૨૫ના સંદર્ભમાં બિહાર રાજ્યની SIRની મતદાર યાદીનો અંશ.




No comments:
Post a Comment