કેન્દ્રના કાયદ વિભાગે પરિપત્ર કર્યો, કોઈ નોટરી આપ્રકારની કાયૅવાહી કરશે તોપગલાં ભરાશે.
લગ્ન કે છૂટાછેડાનાં સોગંદનામાં નોટરી કરી જન શકેઃ સરકારેપરિપત્ર દ્વારાકરીસ્પષ્ટતા, જાણોપૂરી વિગત
નોટરી મેરેજ ઓફિસર તરીકે નિયુક્ત થયા નથી, હવે તેઓ લગ્નની એફિડેવિટ કે છૂટાછેડાની કામગીરી કરી શકશે નહીં.
કેન્દ્રના કાયદા વિભાગે તાજેતરમાં મહત્ત્વનો પરિપત્ર જાહેર કરી આદેશ કરાયો છે કે, હવેથી નોટરી લગ્ન કે છૂટાછેડા અંગેનું કામ કરી શકશે નહીં. આ આદેશ જાહેર કર્યા પછી જો કોઈ નોટરી લગ્ન કે છૂટાછેડા અંગેના કરારો કરશે તો તેમની સામે કાયદાકીય પગલાં ભરાશે. આ આદેશથી નોટરીઓમાં રોષ છે.
અમદાવાદમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે અંદાજે 1 હજારથી વધુ નોટરીની નિમણૂક કરાઈ છે. અને કેન્દ્ર સરકારે વર્તમાન સમયમાં રાજ્યમાં 8 હજાર લોકોને નોટરી તરીકે નિમણૂક કરાઇ છે. પરંતુ હજુ સુધી તે લાઈસન્સ આપ્યું નથી. અમદાવાદમાં રોજબરોજ થતાં લગ્નો અને છૂટાછેડા માટેના કરાર તેમજ સોગંદનામાની કાર્યવાહી વકીલો નોટરી પાસે નોટરાઇઝ કરાવતા હતાં. અને એની સંખ્યા મોટા પ્રમાણમાં હતી.
નોટરીના કાર્યો અને ફરજો નોટરી એક્ટ 1952ની કલમ 8 માં દર્શાવેલ છે. નોટરી દ્વારા વેપારનો વ્યવહાર નોટરી નિયમો 1956ના નિયમ 11 દ્વારા નિયંત્રિત થાય છે. લગ્ન અથવા છૂટાછેડાની એફિડેવિટને અમલ નોટરીનું કાર્ય નથી. નોટરીને લગ્ન અથવા છૂટાછેડાનું સોગંદનામું નોટરાઇઝ કરવા માટે અધિકૃત કરતા નથી. નોટરી લગ્ન અથવા છૂટાછેડા ખતને અમલમાં મૂકવા માટે સક્ષમ નથી. લગ્ન અધિકારી તરીકે નોટરીની નિમણૂક કરાઈ નથી. જેને ધ્યાનમાં રાખી નોટરીએ લગ્ન-છૂટાછેડાના કાર્યો કરવાથી પોતે દૂર રહેવું જોઈએ. તેઓ મેરેજ ઓફિસર તરીકે નિયુકત થયા નથી. તેમના તરફથી આવી ક્રિયાઓ હાલના કાયદાની વિરુદ્ધ છે.
નોટરી છૂટાછેડા મંજૂર ના કરી શકે !
નોટરી માત્ર સમજૂતી કરાવી આપીને છૂટાછેડા મંજૂર ના કરી શકે. સાથે જ હાઈકોર્ટે એ પણ નોંધ્યું હતું કે લગ્ન કરેલા દંપતિ હતી સાથે રહેતા હોય તે સમયે જો દહેજ ઉપિડન થયું હોય તો છૂટાછેડા લઈ લીધા બાદ પણ મહિલા અગાઉના અપરાધને લઈને ફરિયાદ દાખલ કરાવી શકે છે. જેને પગલે પતિ સામે દહેજ ઉત્પીડિનની કાર્યવાહી યથાવત રહેશે.




No comments:
Post a Comment