સબ રજિસ્ટ્રારમાં નોંધાતા છૂટાછેડા કાયદેસર નથી તેવું સરકારે જ કહ્યું
વર્ષ 1986માં નોંધણી સર નિરીક્ષકે એક પરિપત્ર જાહેર કર્યો હતો. જેમાં સ્પષ્ટ લખેલું હતું કે નોંધણી કચેરીઓમાં લગ્નના છૂટાછેડાના નોંધાતા દસ્તાવેજો કાયદાથી માન્યતા પામતા નથી.
સબ રજિસ્ટ્રાર કચેરીમાં કરાયેલા'કોર્ટ પણ આવા છૂટાછેડાને માન્ય ગણતી નથી'
એડવોકેટ પ્રજ્ઞા વ્યાસે જણાવ્યું, સબ રજિસ્ટ્રાર કચેરીમાં કરાયેલા છૂટાછેડા કાયદેસર ગણાતા નથી. કોર્ટ પણ માન્ય ગણતી નથી. ઉપરાંત પાસપોર્ટ, વિઝા મેળવવા જાઓ ત્યારે પણ આ દસ્તાવેજ બાબતે ના પાડવામાં આવે છે અને કહે છે કે સબ રજિસ્ટ્રારમાં નોંધણી કરાયેલા અને નોટરી રૂબરૂ કરાવેલા છૂટાછેડા વેલિડ નથી. એટલે તમે કોર્ટનું જજમેન્ટ અને ડિક્રી લઇને આવો. એટલે છૂટાછેડાની કાયદેસર કાર્યવાહી કરીને કોર્ટનું જજમેન્ટ અને ડિક્રી લેવી જ પડે છે.
સબ રજિસ્ટ્રાર પાસે છૂટાછેડા નોંધાવવાનું કારણ શું છે?
લોકો સબ રજિસ્ટ્રાર પાસે છૂટાછેડાની નોંધણી કરાવતા હોવા પાછળના કારણો દર્શાવતા તેમણે કહ્યું, કોઈ વ્યકિ્ત કોર્ટ કેસ લડવા આરિ્થક રીતે સક્ષમ ન હોય, કોઈકને ઉતાવળે પાસપોર્ટ, વિઝા માટેના કાગળ કરવાના હોય આવા કિસ્સામાં પહેલા નોટરી કરતા હતા. પણ નોટરી હવે બંધ થઈ ગયા છે. નવા નિયમ પ્રમાણે નોટરીથી થયેલા છૂટાછેડા માન્ય નથી ગણાતા એટલે રજિસ્ટર કરાવવા લાગ્યા છે. નહીં તો તેમને કોર્ટનું જજમેન્ટ અને ડિક્રી લેવી પડે.
સબ રજિસ્ટ્રારમાં નોંધાતા છૂટાછેડા કાયદેસર નથી તેવું સરકારે જ કહ્યું
વર્ષ 1986માં નોંધણી સર નિરીક્ષકે એક પરિપત્ર જાહેર કર્યો હતો. જેમાં સ્પષ્ટ લખેલું હતું કે નોંધણી કચેરીઓમાં લગ્નના છૂટાછેડાના નોંધાતા દસ્તાવેજો કાયદાથી માન્યતા પામતા નથી. જ્યારે પક્ષકાર આવા દસ્તાવેજો નોંધણી માટે રજૂ કરે ત્યારે આ દસ્તાવેજ કાયદેસર માન્યતા મેળવતા નથી તેવી સૂચના પક્ષકારને આપવી.
આ પરિપત્રના 38 વર્ષ બાદ 2024માં સરકારે ફરીથી તમામ સબ રજિસ્ટ્રારને સૂચના આપવી પડી કે 1986માં કરાયેલા પરિપત્રનો ચુસ્તપણે અમલ કરવો.
સરકારના આ બન્ને પરિપત્રોના આધારે જ સબ રજિસ્ટ્રાર ઓફિસમાં નોંધાતા છૂટાછેડાના દસ્તાવેજો સવાલોના ઘેરામાં આવી ગયા છે. આ અંગે દિવ્ય ભાસ્કરે નાયબ નોંધણી સર નિરીક્ષક આર.એમ.મછારનો ફોનથી અને મેસેજથી સંપર્ક કર્યો હતો પરંતુ તેમના તરફથી કોઇ પ્રત્યુત્તર નથી મળ્યો.
'કયા કાયદા હેઠળ છૂટાછેડાના કરારનું રજિસ્ટ્રેશન થાય છે?'
જિલ્લા સબ રજિસ્ટ્રાર ઓફિસમાં છૂટાછેડાની નોંધણી કરાવવાના એક કિસ્સાનો ઉલ્લેખ કરતા એડવોકેટ જીગર પંડ્યાએ કહ્યું, થોડા સમય પૂર્વે એડવોકેટ વોટ્સએપ ગ્રુપમાં છૂટાછેડાના ડૉક્યુમેન્ટ આવ્યા હતા. જેની નોંધણી અમદાવાદના નારોલ રજિસ્ટ્રાર સમક્ષ થઈ હતી. ડૉક્યુમેન્ટમાં નોંધણી નંબર પણ હતો. પરંતુ મારા માટે અભ્યાસ અને સમજ બહારનો વિષય છે કે કયા કાયદા હેઠળ રજિસ્ટ્રાર છૂટાછેડાના કરાર રજિસ્ટર કરી રહ્યા છે?
સરકાર તપાસ કરે તેવી માંગ
તેમણે જણાવ્યું કે, આ ડૉક્યુમેન્ટનો અભ્યાસ કરતા એવું પણ જાણવા મળ્યું કે ઇ-ચલણ નોંધણી કરીને ભર્યું હતું. તેનો નોંધણી નંબર પણ ડૉક્યુમેન્ટમાં હતો. સુપ્રીમ કોર્ટે પણ સ્પષ્ટ કર્યું છે કે નોટરી સમક્ષ કરવામાં આવતા છૂટાછેડાના કરાર કાયદાની જોગવાઇ બહાર છે. આર્ય સમાજ દ્વારા લગ્ન નોંધણીના આપવામાં આવતા પ્રમાણપત્ર પણ કાયદેસર ગણાતા નથી. એ જ પ્રમાણે ગુજરાતમાં લગ્ન બાદ રજિસ્ટ્રાર મારફતે છૂટાછેડાનો ટ્રેન્ડ પણ તપાસ માંગી લે એવો વિષય છે. વકીલ તરીકે અમે રાજ્ય સરકારને જાહેર અપીલ કરીએ છીએ કે આ બાબતે તાત્કાલિક ધોરણે તપાસ કરીને કસૂરવાર સામે વહીવટી અને કાયદાકીય પગલાં ભરવા માટે યોગ્ય સૂચનાઓ આપવામાં આવે.
'દસ્તાવેજો જપ્ત કરવા જોઇએ'
તેમણે વધુમાં કહ્યું, જે કોઇ વ્યકિ્ત કાયદાની વિરુદ્ધ જઇને નિયમોની વિરુદ્ધ કાર્ય કરે તેને ફરજમુક્ત કરવા જોઇએ. આ ઉપરાંત તેમની સામે વિભાગીય પગલાં પણ લેવા જોઇએ અને તેમના કાર્યકાળ દરમિયાન નોંધાયેલા તમામ દસ્તાવેજોમાં પણ આવી કોઇ ગેરરીતિ થઇ છે કે કેમ તેની ગંભીર તપાસ થવી જોઇએ. આ બાબતને સરકારે ગંભીરતાથી લઇને અમદાવાદ જિલ્લા કલેક્ટર તથા રજિસ્ટ્રાર ઓફ સ્ટેમ્પ અને સ્ટેમ્પ ડ્યૂટી ઇન્સ્પેક્ટરને સૂચના આપીને આ દસ્તાવેજોને તાત્કાલિક અસરથી જપ્ત કરવા જોઇએ. આ કેસમાં પોલીસ કાર્યવાહી કરવી જોઇએ એવું અમારું માનવું છે.



No comments:
Post a Comment